________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૪૯
ઉપરોક્ત સિદ્ધાંતો રામાનુજાચાર્યના ચિંતનના મુખ્ય સિદ્ધાંતો છે. આ ઉપરાંત આનંદશંકરે “શ્રીભાષ્ય'એ નામે બ્રહ્મસૂત્ર ઉપર રામાનુજાચાર્યના ભાષ્યનો અધ્યાય બે, ત્રણ, ચારનો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. “શ્રીભાષ્યના ભારતમાં વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે. તેમાં આનંદશંકરે કરેલો ગુજરાતી અનુવાદ આદર્શ ગણાય છે. આ અનુવાદમાં એમણે લખેલી પ્રસ્તાવના રામાનુજાચાર્યના ચિંતનને સમજવામાં યથાર્થ દૃષ્ટિ આપે છે.
આનંદશંકર શંકરાચાર્યના કેવલાદ્વૈતને જ તત્ત્વવિચારના સર્વોચ્ચ શિખર તરીકે પ્રમાણે છે. રામાનુજાચાર્યમાં તેઓ આવી ઉત્કટતા રહેલી જોતા નથી. કારણકે રામાનુજાચાર્ય મોક્ષના સાધન તરીકે જ્ઞાન-કર્મનો સમુચ્ચય સ્વીકારે છે. તેથી એમના આત્મામાં જ્ઞાન એટલે તત્ત્વદર્શન અને કર્મ એટલે સંપ્રદાય-એ બંને એકઠાં ભળેલાં જણાય છે. એમણે જેટલી સંપ્રદાયની સેવા કરી છે એટલા જ સમતોલપણાથી તત્ત્વદર્શન માટે અત્યંત આગ્રહ સેવ્યો છે એ જ એમની વિશેષતા છે એમ આનંદશંકર કહે છે. આમ છતાં પણ રામાનુજાચાર્યમાં સંપ્રદાય આગળ છે એમ આનંદશંકર પ્રતિપાદન કરે છે. “જ્ઞાન માટે એ પરમાત્માના અનુગ્રહને અને એ અનુગ્રહ માટે સંપ્રદાયના સેવનને આવશ્યક ગણે છે.”
શ્રીભાષ્ય'ની પ્રસ્તાવનામાં આનંદશંકર રામાનુજાચાર્યની મહત્તા બે રીતે સ્વીકારે છે અને એ રીતે હિંદુસ્તાનના ધાર્મિક જીવનમાં રામાનુજાચાર્યનો ફાળો વર્ણવે છે. (શ્રીમપૃ. ૫૭). (૧) રામાનુજાચાર્ય જે જ્ઞાનકર્મ સમુચ્ચયવાદ સ્વીકારે છે તે તત્ત્વજ્ઞાનની દષ્ટિએ ભલે
વ્યાઘાતગર્ભ સિદ્ધ થાઓ, પણ તત્ત્વજ્ઞાન અને સામાન્ય મનુષ્યના ધાર્મિક જીવનની
વ્યવહારુ સંકલના કરવામાં ઘણું ઉપકારક છે. (૨) શંકરાચાર્ય સગુણ બ્રહ્મમાંથી નિર્ગુણબ્રહ્મ કાઢે છે એ વાત સામાન્ય લોકની સ્થૂળ દષ્ટિમાં
ઝટ આવી શકતી નથી અને એને બદલે શંકરાચાર્ય નિરીશ્વરવાદીની માફક જાણે સગુણ બ્રહ્મનો નિષેધ કરતા હોય એમ તેઓ સમજે છે. તેવા પ્રસંગે સગુણબ્રહ્મનું વિસ્તારપૂર્વક જ્ઞાન આપનાર રામાનુજદર્શન સગુણ બ્રહ્મને નેત્ર આગળ પ્રકાશનું રાખીને નિરીશ્વરવાદ પ્રત્યે અરુચિ ઉપજાવવામાં ઠીક મદદ કરે છે. જ્ઞાન જ્યાં સુધી પકૂવદશાએ નથી પહોંચતું ત્યાં સુધી એ અનધિકારી જીવોને ગરિષ્ઠ પડે છે, તેઓમાં કર્કશતા અને સ્તબ્ધતા ઊપજાવે છે-તે માટે જો તેમને ભક્તિરસ ઉત્સાહથી પાવામાં આવે તો તેથી તેઓનું જીવન વધારે આર્ય અને મૃદુ થઈ, પછી ખરા જ્ઞાન માટે એ યોગ્ય બને. આ દૃષ્ટિએ પણ રામાનુજાચાર્યના ઉપદેશની સામાન્ય લોકમાં પુષ્કળ જરૂર જણાય છે.
(૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org