________________
૨૪૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
અને એમનો તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત વિશિષ્ટાદ્વૈતવાદ ને નામે ઓળખાય છે. “શ્રી” કહેતાં લક્ષ્મીએ પ્રવર્તાવેલો અર્થાત્ ભગવાનનો આશ્રય કરી રહેલી ભગવદાવિભૂતિના ચિંતનમાંથી ઉદ્ભવેલો, એવો જે સંપ્રદાય તે “શ્રી” સંપ્રદાય, અને એ વિભૂતિ થકી બ્રહ્મ વિશિષ્ટ છે, એવા વિશિષ્ટ બ્રહ્મથી અતિરિક્ત કોઈપણ પદાર્થ નથી. તેથી એ તત્ત્વજ્ઞાનીય સિદ્ધાંત તે ‘વિશિષ્ટાદ્વૈત' કહેવાય છે. રામાનુજાચાર્યના સિદ્ધાંતમાં કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો આનંદશંકર તારવે છે. (૧) પરમાત્મા તે સકલ વિશ્વનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે. સૃષ્ટિના જડ પદાર્થો
(અચિત) અને ચેતન જીવો (ચિત) તે એના શરીરરૂપ છે. આ સિદ્ધાંત મુજબ બ્રહ્મ વસ્તુત: કૈવલ નથી, પણ ચિત્ - અચિતની સૂક્ષ્મ વા સ્થૂલ અવસ્થાથી સર્વદા વિશિષ્ટ રહે છે. તેથી એ સિદ્ધાંત “વિશિષ્ટાદ્વૈત’ને નામે ઓળખાય છે.
આ સિદ્ધાંતને શંકરાચાર્યના કેવલાદ્વૈતના વિરોધી તરીકે મૂકવામાં આવે છે પણ મૂળ એ વૈતવાદની સામે પ્રગટ થયો હશે એમ આનંદશંકર માને છે. ‘વિશિષ્ટાદ્વૈત'એ નામનો હેતુ સમજાવતાં આનંદશંકર કહે છે : “સામાન્ય મતિ જીવ જગત અને ઈશને પરસ્પર વિભિન્ન માને છે. પણ વસ્તુતઃ જીવ અને જગત ઈશથી ભિન્ન નથી. તે એટલે સુધી કે ઈશનાં જ એ વિશેષણો છે, એમ આંતરઐક્ય પ્રતિપાદન કરવાનો વિશિષ્ટાદ્વૈત' નામનો હેતુ હોવો સંભવે છે.” : (ધર્મવિચાર-૨, પૃ. ૨૦૯) (૨) પરમાત્મા સકલ કલ્યાણ ગુણથી ભરપૂર છે. એ નિર્ગુણ કહેવાય છે તેમાં પણ તેને હેય
(ત્યાય) ગુણરહિત છે એમ સમજવાનું છે.
જીવાત્મા તે વસ્તુતઃ પરમાત્મા જ છે એમ નહિ, પણ પરમાત્માનો અંશ છે. (૪) પરમાત્મા વાસુદેવ (પરમાત્મા),સંકર્ષણ (જીવ), પદ્યુમ્ન (મન), અને અનિરુદ્ધ
(અહંકાર) એમ ચાર ભૂહમાં અવસ્થિત છે અને ભક્તિથી લભ્ય છે. આ ભાગવત મત
તે જ ખરો વેદાંત મત છે. (૫) બ્રહ્મનું જ્ઞાન મેળવવા જતાં પહેલાં કર્મમીમાંસા કરવાની છે. (૬) કર્મ અને આત્માનું) જ્ઞાન એ બે મળીને ભક્તિ ઉપજાવે છે અને ભક્તિ એ જ
પરમાત્માને પહોંચવાનું સાધન છે. પરમાત્માની ભક્તિ એ જ તેનું ખરું જ્ઞાન. રામાનુજાચાર્ય વર્ણાશ્રમધર્મના કર્મકાંડને બહુ મહત્ત્વ આપે છે. માત્ર એની પાર એક બારી ખુલ્લી રાખે છે અને તે પ્રપત્તિની. જીવનમુક્તિ શક્ય નથી. મુક્તિયોગ્ય થયેલો પુરુષ મરણોત્તર બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં આત્મા પરમાત્માનું સાધમ્મ મેળવે છે.
(૩)
(૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org