________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૪૭
આમાંથી અંતરંગ કર્મ જ કામનાં છે બહિરંગ નહિ. અર્થાત્ જે કર્મનો વિવેકાદિ સાથે અંતરનો સંબંધ સમજાતો હોય તે કરવાથી જ લાભ છે. વળી, દિવસે દિવસે કર્મ ઓછાં કરવા તરફ જ દૃષ્ટિ રાખવી એમ શંકરાચાર્યનો સિદ્ધાંત છે.
આપણી આશ્રમવ્યવસ્થા વિષે પણ એક આશ્રમ પછી બીજો આશ્રમ એમ ચારે આશ્રમ એક પછી એક ક્રમમાં સ્વીકારવા એમ પણ શંકરાચાર્યનો સિદ્ધાંત નથી એમ આનંદશંકર કહે છે “રેવ વિરને તાવ પ્રવ્રને” – અર્થાત્ “જે ઘડીએ વૈરાગ્ય થાય એ ઘડીએ જ સંન્યાસ લઈ ઘરમાંથી નીકળી પડવું” એવો એમનો સિદ્ધાંત છે.
વર્ણની બાબતમાં પણ શંકરાચાર્યના સિદ્ધાંતને સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છેઃ
“વર્ણની બાબતમાં શંકરાચાર્ય દ્વિજને જ બ્રહ્મજ્ઞાનના અધિકારી માને છે. પરંતુ જેમ રામાનુજાચાર્યના પંથમાં પ્રપત્તિ દ્વારા અને વલ્લભાચાર્યના પંથમાં પુષ્ટિ દ્વારા સર્વ વર્ણ માટે પરમાત્માનાં દ્વાર ઊઘડે છે, તેમ શંકરાચાર્યના જીવનમાં મનીષાપંચકનો પ્રસંગ પણ વર્ણભેદની પાર જઈ પરમાત્માની એકતા અનુભવવાનો બોધ કરે છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૫૭૮)
- વર્ણાશ્રમધર્મ અંગેના શંકરાચાર્યના વિચારો સામાન્ય જનસમાજમાં ભ્રાંતિમૂલક રીતે ફેલાયેલા છે. વાસ્તવમાં તો શંકરાચાર્યનું આ અંગેનું અંતિમ મંતવ્ય વર્ણભેદથી પાર જવાનું હતુ એમ આનંદશંકરનો નિર્ણય છે.
શંકરાચાર્યના સિદ્ધાંત સાથે શિવપૂજન, ભસ્મરુદ્રાક્ષ ધારણ વગેરે વસ્તુ એવી જોડાઈ ગઈ છે કે જેને કારણે શંકરાચાર્ય તે શૈવ સંપ્રદાયના આચાર્ય છે એવી માન્યતા પ્રચલિત થઈ છે, તેને આનંદશંકર અયોગ્ય ગણાવે છે. આમ થવાનું કારણ એક તો શંકરાચાર્યના નામને કારણે કેટલાક તેમને “શંકરનો અવતાર ગણે છે. વસ્તુતઃ તેમણે કેવળ એક તત્ત્વ-બ્રહ્મનો જ ઉપદેશ કર્યો છે અને મહેશ્વરાદિક સર્વ દેવોનું ખંડન કરેલું છે. તેથી શંકરાચાર્ય શૈવસંપ્રદાયના જ આચાર્ય છે એ માન્યતા ભૂલભરેલી છે. ઉપરોક્ત માન્યતા ઊભી થવાનું બીજું કારણ તમિલદેશમાં તે સમયમાં શિવ અને વૈષ્ણવ પંથોના સંઘર્ષમાં રહેલું છે એમ આનંદશંકરનો મત છે. (ધર્મવિચાર૧, પૃ.૫૭૯)
આમ, શંકરાચાર્ય વિષે અન્ય ધર્મોના ખંડન અંગેની, વર્ણાશ્રમ ધર્મ અંગેની, જ્ઞાનમાર્ગ કર્મમાર્ગ અંગેની તેમજ શૈવપંથી અને વૈષ્ણવપંથી હોવા અંગેની પ્રચલિત ભ્રાંતિઓને આનંદશંકરે યથાર્થ રીતે પ્રગટ કરી છે. રામાનુજાચાર્યઃ
સંસ્કૃતકાળના બીજા મહાન આચાર્ય રામાનુજાચાર્ય છે. એમનો સંપ્રદાય “શ્રીસંપ્રદાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org