________________
૨૪૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
આમ પરંપરાગત ધર્મમાં પુનર્રચના અને ભવિષ્યના ધર્મ માટેનું માર્ગદર્શન એમ બંને રીતે શંકરાચાર્યના કાર્યને આનંદશંકર પ્રમાણે છે. શંકરાચાર્યના ઉપદેશ સંબંધી કેટલીક ભ્રાંતિઓના આનંદશંકરે આપેલા ખુલાસા:
શંકરાચાર્યના ઉપદેશ સંબંધી સામાન્ય જનોમાં એક એવી માન્યતા છે કે એમણે બૌદ્ધ અને જૈનોનું ખંડન કરી વૈદિક વર્ણાશ્રમધર્મ ફરી સ્થાપ્યો. શંકરાચાર્યના ઉપદેશ સંબંધી આ માન્યતાને આનંદશંકર ભૂલભરેલી ગણાવે છે. શંકરાચાર્યના ઉપદેશ અંગે તટસ્થતાથી વિચારી આનંદશંકર તેમનું આ અંગેનું યથાર્થ દૃષ્ટિબિંદુ પ્રગટ કરે છે. આનંદશંકરના મતે શંકરાચાર્યના જીવનનો અને ઉપદેશના પ્રધાન ઉદેશ બૌદ્ધ અને જૈનોનું ખંડન કરવાનો ન હતો, પણ હિંદુધર્મને જ અંતરમાંથી સુધારવાનો તેમનો મુખ્ય પ્રયાસ હતો. હિંદુધર્મમાં વ્યાપેલ અનેકદેવવાદ, સ્થૂળપૂજા, કર્મકાંડ, વહેમ, અંધશ્રદ્ધા વગેરે સામે તેમણે સર્વત્ર એક પરમાત્મા જ ઉપાસ્ય છે, જેના શિવ, વિષ્ણુ આદિ માત્ર નામ જ છે એમ બતાવી કર્મકાંડનું આગ્રહપૂર્વક ખંડન કરેલું છે. આમ, શંકરાચાર્યના ઉપદેશમાં અન્ય ધર્મના સિદ્ધાંતોનું ખંડન નહિ પણ હિંદુધર્મના જ કેટલાક સિદ્ધાંતોનું ખંડન જોવા મળે છે.
બીજું શંકરાચાર્ય જ્ઞાનથી જ પરમાર્થ સિદ્ધિ માને છે. તેઓ કર્મ અને જ્ઞાન અંધારાં અને અજવાળાં જેટલાં એકબીજાથી વિરુદ્ધ માને છે. કેટલાક માણસો એમ માનતા જણાય છે કે, કર્મ વડે ચિત્ત શુદ્ધ થાય છે. તેથી કર્મ એક આવશ્યક સાધન છે. આ અંગે શંકરાચાર્યનો સિદ્ધાંત આનંદશંકર
સ્પષ્ટ કરી આપે છે. બ્રહ્મજ્ઞાનના અધિકારીમાં નિત્યાનિત્યવહુવિવેક આદિ સામગ્રી હોય તેને કર્મની જરૂર રહેતી નથી. આમ, શંકરાચાર્ય અધિકાર સામગ્રી ઉપર ભાર મૂકે છે. અર્થાત્ જો મનુષ્ય જીવનનું લક્ષ્ય બ્રહ્મજ્ઞાન છે તો તે તરફ અહર્નિશ પ્રયાણ કરવું જોઈએ અને તે માટે કર્મ કરવાની આવશ્યકતા જણાય તો તે કરવાં, પણ હંમેશાં તપાસતા રહેવું કે આ કર્મો વિવેકાદિ ગુણો ઉપજાવવામાં અનુકૂળ થાય છે કે કેમ? આ રીતે જોતાં ઘણાં કર્મો કે જેનો શંકર સિદ્ધાંતના નામે બચાવ કરવામાં આવે છે તે નકામાં સાબિત થઈ જાય છે. શંકરાચાર્ય સાધનાપંચકમાં “ર્ષ વનુછીયતામ્' એમ કહે છે. તેનું તાત્પર્ય સમજાવતાં આનંદશંકર કહે છે: “એનો અર્થ - કર્મ કરો એમ નહિ, પણ કર્મ સારી રીતે કરો.”કર્મ સારી રીતે કર્યા ક્યારે કહેવાય? એ વડે પરમાત્માની પૂજા થાય તથા નિષ્કામ રીતે એ કરવામાં આવે ત્યારે. માટે શંકરાચાર્ય કહે છે કે, “તેનેશસ્થ વિધી-યતામવિતિ: વાગ્યે મતિર્યંચતામ્” અર્થાત્ દરેક કર્મ કરવું તે નિષ્કામ બુદ્ધિથી. એટલું જ નહિ પણ અમુક કર્મ કરવાથી પરમાત્માનું વજન થાય છે કે કેમ એ પણ જોતા રહેવું. (ધર્મવિચાર-૧, પૃ.૫૭૭)
અહિં આનંદશંકર શંકરાચાર્યના સિદ્ધાંતને સમજાવતાં કર્મના બે પ્રકાર કહ્યું છેઃ (૧) અંતરંગ કર્મ (૨) બહિરંગ કર્મ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org