________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૪૫
જગતથી પર (Transcedent) છે તેમ જગતમાં (Immanent) પણ છે – એ વાત ભૂલી જઈ, ઉપર સ્વર્ગમાં બેઠેલો છે અને તેથી મૂર્તિથી ભિન્ન છે એમ બ્રાંતિમાં પડી, ક્રિશ્ચિયનો અને મુસલમાનોનું અનુકરણ કરી આપણા અર્વાચીન સુધારકો મૂર્તિપૂજાનું ખંડન કરવા જાય છે એ મોટી ભૂલ છે.” (ધર્મવિચાર-૧, પૃ.૩૮૨) શંકરાચાર્ય :
સંસ્કૃતકાળના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં સમગ્ર હિંદુધર્મનું ફરી અવલોકન કરી એની પુનઃવ્યવસ્થા કરનાર કેટલાક આચાર્યો થયા. તેમણે પ્રાચીન ગ્રંથોમાંથી થોડાક મુખ્ય ગ્રંથો - જેવા કે ઉપનિષદ, ભગવદ્ગીતા, વેદાંતસૂત્ર ઉપર ભાષ્યો અથવા સિદ્ધાંતગ્રંથો લખ્યા છે. તેમાં આ આચાર્યોનું પ્રમુખ કાર્ય ખરો સનાતન હિંદુધર્મ શો છે એ લોકોને સમજાવવાનું અને તે અનુસારની સંસ્થાઓ બાંધવાનું હતું.
આપણી આચાર્ય પરંપરામાં સૌથી મહત્ત્વના આચાર્ય શંકરાચાર્ય હતા. શંકરાચાર્યે આખા હિંદુસ્તાનમાં ફરી પ્રાચીન ઉપનિષદોનો અદ્વૈતવાદ અને જ્ઞાનવાદ પ્રવર્તાવ્યો અને એના રક્ષણ માટે હિંદુસ્તાનને ચાર ખૂણે મઠો સ્થાપી તે ઉપર પોતાના ચાર મુખ્ય શિષ્યોની યોજના કરી. આનંદશંકરે શંકરાચાર્યના “કેવલાદ્વૈત' સિદ્ધાંત પર ગહન ચિંતન કરી તેને તત્ત્વવિચારમાં સર્વોચ્ચ સ્થાને પ્રમાણિત કર્યો છે. હિંદુધર્મ અને તત્ત્વજ્ઞાનના ઈતિહાસમાં શંકરાચાર્યના ચિંતન અને કાર્યનું સ્થાન આનંદશંકરે યથાર્થ રીતે પ્રગટ કરી આપ્યું છે.
શંકરાચાર્યે કરેલું ધાર્મિક વહેમો અને ક્રિયાકાંડોનું ખંડન, તેમજ, તેમના ચિંતનમાં પડેલા સંતધર્મનાં બીજ. એ બે ને આનંદશંકર હિંદુસ્તાન ઉપર શંકરાચાર્યના બે મોટા ઉપકાર ગણાવે છે. (ધર્મવિચાર-૨, પૃ.૧૯૮) (૧) ધાર્મિક વહેમોનું ખંડન :
“શંકરાચાર્યના સમયમાં હિંદુસ્તાનમાં અસંખ્ય નાના મોટા દેવોની વિવિધ જાતની પૂજા, એને લગતા અસંખ્ય ધાર્મિક વહેમો અને શક્તિપૂજા, કામપૂજા વગેરેને નામે કેટલીક વાર દુરાચાર પણ પ્રવર્તતા હતા - તેનું શંકરાચાર્યે ખંડન કર્યું છે. આ ખંડનને અંગે એમણે બતાવ્યું છે કે શિવ અને વિષ્ણુ એક જ પરમાત્માના આનંદ અને વ્યાપકતા સૂચવનાર માત્ર
જુદાં જુદાં નામો છે અને દેવી તે એ પરમાત્માની જગત્માતા- માયાશક્તિ છે.” (૨) સંતધર્મનું બીજ :
શંકરાચાર્ય જીવમાત્રનું પરમાત્મામાં અદ્વૈત સાધીને આગળ ઉપર થનારા જ્ઞાનપ્રધાન સંતધર્મ (ઉદા.કબીર વગેરેનો ઉપદેશ)નું બીજ રોપ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org