________________
૨૪૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
કારણરૂપ માનવામાં આવે છે. પરમાત્માની આ ત્રણ ક્રિયાઓને લઈને પરમાત્મા (૧) બ્રહ્મા (૨) વિષ્ણુ અને (૩) શિવ એમ ત્રિમૂર્તિ સ્વરૂપ કલ્પવામાં આવ્યો છે. પરમાત્માની સઘળી લીલા આ ત્રણ ક્રિયાઓમાં આવી જાય છે. આ ત્રિમૂર્તિના ત્રણ દેવ હિંદુધર્મમાં સર્વદેવોમાં મુખ્ય ગણાય છે. વેદના અમુક મુખ્ય દેવોની ભાવનામાંથી આ ત્રિમૂર્તિ ઉત્પન્ન થઈ છે એમ આનંદશંકર માને છે. આ ત્રણ દેવોમાંથી બ્રહ્માની ઉપાસના હાલ હિંદુધર્મમાં ચાલતી નથી, શિવ અને વિષ્ણુની ઉપાસના જોવા મળે છે. તેમાંથી શૈવ અને વૈષ્ણવ એવા હિંદુધર્મના બે મુખ્ય પંથ છે. પંચાયતન:
સ્માર્ત હિંદુઓ શિવ, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ અને અંબિકા (માતા) એ પાંચ દેવની પૂજા કરે છે તેને પંચાયતન કહેવામાં આવે છે. તેને પંચાયતન કહેવાનું કારણ સ્પષ્ટ કરતાં આનંદશંકર કહે છે : “પંચદેવના આયતન કહેતાં રહેઠાણ, સ્થાન વા મૂર્તિ એની પૂજા કરે છે. દેવ એક જ છે, પણ તે પાંચ રહેઠાણમાં પ્રકટ થઈ પાંચ જુદાં જુદાં નામ પામે છે. તેથી તે પંચદેવ ન કહેવાતાં ‘પંચ આયતન” કહેવાય છે.” (ધર્મવિચાર-૨, પૃ. ૧૮૪). મૂર્તિપૂજા :
- પ્રાર્થનાસમાજ અને બીજા સુધારકો તરફથી મૂર્તિપૂજા અંગે એવો આક્ષેપ કરવામાં આવે છે કે હિંદુઓ મૂર્તિને જ પરમાત્મા રૂપ માને છે. તેની સામે “મૂર્તિપૂજા' એ નામના એમના લેખમાં આનંદશંકર હિંદુઓ મૂર્તિને જ પરમાત્મા માને છે એ કહેવું સત્ય છે ? એ પ્રશ્નની વિચારણા કરે છે. તેમાંથી એમના મૂર્તિપૂજા અંગેના વિચારો જાણવા મળે છે. હિંદુઓ માત્ર મૂર્તિને જ પૂજતા નથી પણ પરત્વને મૂર્તિમાં પ્રત્યક્ષ થતું જુએ છે. કેટલાક ઐતિહાસિક કારણોને લીધે મહમદ, જિસસ વગેરે એ મૂર્તિપૂજાને એક પાપ સાથે જોડી તેનું ખંડન કરેલું છે. ઐતિહાસિક કારણોથી ઉદ્ભવેલા આ મૂર્તિપૂજાના ખંડનને સૈકાલિક સત્યરૂપે સ્થાપવું એ આનંદશંકર ભૂલભરેલું ગણાવે છે. મૂર્તિપૂજા સામાન્ય જનમંડળ માટે જ નહિ પણ તત્ત્વજ્ઞાનીઓને પણ સ્વાભાવિક છે એમ આનંદશંકર માને છે. કારણકે મૂર્તિપૂજાનું કારણ ધાર્મિકતાની ન્યૂનતા નથી પણ ધાર્મિકતાની અધિકતામાં રહેલું છે. આપણા અર્વાચીન સુધારકો જે દષ્ટિએ મૂર્તિપૂજાનું ખંડન કરે છે તેની સામે આનંદશંકર કહે છે :
“મૂર્તિપૂજા એ ખરી ધાર્મિકતાનો ઉદ્દગાર છે, પરતત્ત્વને પ્રત્યક્ષ કરી જોવા, સેવવા અને આલિંગવાનો યત્ન છે.જૂના યહૂદી ધર્મના વખતમાં અને તે પહેલાં ઘણી વખત, બેબિલોનિયા વગેરે પ્રદેશમાં ધાર્મિક વૃત્તિ બહુ નિકૃષ્ટ દશામાં ઊતરી પડી હતી અને તે વખતે મૂર્તિપૂજાએ બહુ અયોગ્ય સ્વરૂપો ધારણ કર્યા હતાં, એ કારણથી કેટલાક જૂના યહૂદીઓ અને ક્રાઈસ્ટ વગેરે નવીન યહૂદીઓએ મૂર્તિપૂજા ઉપર પ્રહાર કર્યો, પણ એટલા ઉપરથી, મૂર્તિપૂજાની ઐતિહાસિક સદોષતાને સૈકાલિક સદોષતા રૂપે માની લઈ, અને પરમેશ્વર સચરાચર વ્યાપી રહેલો છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org