________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૪૩
અધિક ગણવામાં આવે છે. એનું તાત્પર્ય પરમાત્માની માયા યા અવિદ્યા શક્તિનું અદ્ભુત બળ બતાવવાનું હોય છે. અહીં આવેલા “શક્તિ' શબ્દનો અર્થ આનંદશંકર સાંખ્યના પ્રકૃતિ અને પુરુષ ઉભયને પોતામાં સમાવતી એવી પરમાત્માની ચૈતન્ય શક્તિ એવો કરે છે.
વૈદિક યજ્ઞ અને તાંત્રિક કર્મ વચ્ચે આનંદશંકર કેટલુક સામ્ય જુએ છે. તેમના મતે તાંત્રિક કર્મ વૈદિક કર્મનું કેટલુંક રૂપાંતર છે. જેમ વૈદિક યજ્ઞમાં અનેક જનો એકઠા થઈ યજ્ઞ કરતા, તેમ તંત્રમાં પણ ‘ચક્ર' યાને મંડળી બાંધી ગુપ્ત રીતે ક્રિયાઓ કરવામાં આવતી. વૈદિક યજ્ઞમાં યજમાન સાથે યજમાન પત્ની ભાગ લેતી, તેમ તાંત્રિક કાર્યમાં પણ સ્ત્રી ભાગ લેતી. વૈદિક યજ્ઞમાં યજમાનનું પ્રજાપતિ સાથે ઐક્ય સમજવામાં આવે છે તેમ આ તંત્ર કર્મમાં ભાગ લેનાર પુરુષ તે શિવ અને સ્ત્રી તે શક્તિ એમ માનવામાં આવે છે. આમ, વિવિધ ઉદાહરણો આપી આનંદશંકર વૈદિક યજ્ઞ અને તંત્ર કર્મ વચ્ચે સામ્ય બતાવવાનો પ્રયાસ કરે છે. જો કે તંત્રમાં કેટલાક દુષ્ટ આચારોનો પ્રભાવ જોવા મળે છે તેના ખુલાસામાં આનંદશંકર કહે છે:
શિવ અને શક્તિના યોગથી સમસ્ત સૃષ્ટિ ઉદ્ભવે છે એ સત્ય અનુભવવાના યત્નમાંથી તાંત્રિક ક્રિયામાં દુષ્ટ આચારોને ઘણું ઉત્તેજન મળતું. વળી, કામાદિક માનસિક વૃત્તિઓ ઉપર જય મેળવવો – અને તે એટલે સુધી કે એ વૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને ઉખલ કરનાર બધી સામગ્રી બલ્ક ક્રિયા હોવા છતાં, પણ એ વૃત્તિઓ વશ રહે એવી સ્થિતિ પ્રાપ્ત કરવી એ યત્નમાંથી ભ્રાંતિએ કરી પૂર્વોક્ત દુષ્ટ આચારોનો ઉદ્ભવ છે.” (ધર્મવિચાર-૨, પૃ. ૧૭૭)
તંત્રશાસ્ત્રમાં ગુરુ, દીક્ષા અને મંત્રની ખાસ આવશ્યકતા બતાવવામાં આવી છે. બ્રહ્મભાવ, ધ્યાનભાવ, જપસ્તુતિ અને પૂજા એવા ક્રમવાર એકબીજાથી ઊતરતા તંત્રોક્ત ઉપાસનાના ચાર પ્રકાર છે. તંત્રમાં સાધકોનું મંડળ જેને “ચક્ર કહે છે – એમાં પ્રવિષ્ટ થયેલા જનો પૂરતો તંત્રમાર્ગમાં વર્ણભેદ નથી પણ એની બહાર વર્ણભેદ સ્વીકારાય છે એમ આનંદશંકર નો છે. તાંત્રિક આચારના “દક્ષિણ’ અને ‘વામ' એવા બે પ્રકાર છે. દક્ષિણમાર્ગ તે પ્રવૃત્તિમાર્ગ અને વામમાર્ગ તે નિવૃત્તિમાર્ગ એવો આ બે માર્ગોનો શાસ્ત્રીય ભેદ છે. સાધારણ રીતે વામમાર્ગનો અર્થ તાંત્રિક ઉપાસનામાં દાખલ થઈ ગયેલા “પંચમકાર' (મસ્ય, મદિરા, માંસ, મુદ્રા અને મૈથુન) સેવનરૂપી દુષ્ટ આચારો એવો થાય છે. અને તેથી ઊલટો શુદ્ધિમાર્ગ તે ‘દક્ષિણમાર્ગ' કહેવાય છે.
આમ, વેદમાંથી વિસ્તાર પામીને વેદ પછીના કાળમાં, હિંદુસ્તાનમાં જે ધાર્મિક જીવન બંધાયું તેનું છેલ્લામાં છેલ્લું રૂપ આનંદશંકર પુરાણ અને તંત્રમાંથી તારવે છે. ત્રિમૂર્તિ પંચાયતન:
ભક્તિરસના આલંબન રૂપ પરમાત્માને પુરાણોમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org