________________
૨૫૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આ રીતે આનંદશંકરે રામાનુજાચાર્યના સમગ્ર કાર્યને હિંદુસ્તાનનાં ધાર્મિક જીવનમાં પ્રમાણવાનો સુંદર પ્રયાસ કર્યો છે. નિંબાર્કચાર્યઃ
ભાષ્યકાળના આચાર્યોમાં રામાનુજાચાર્ય પછી નિબાર્ક નામે આચાર્ય થયા છે. તેમનો સંપ્રદાય “સનકસંપ્રદાય” છે. રામાનુજનો “શ્રીસંપ્રદાય' અને નિંબાર્કનો “સનકસંપ્રદાય બંનેને આનંદશંકર વૈષ્ણવભાગવત સંપ્રદાય તરીકે ઓળખાવે છે. બંને વચ્ચે ભેદ દર્શાવતાં આનંદશંકર કહે છે :
રામાનુજાચાર્યની ભક્તિના અર્થમાં જ્ઞાનનો અંશ ભળેલો છે તેને બદલે નિબાર્કાચાર્યની ભક્તિ રસરૂપ વિશેષ છે.”(....) “રામાનુજાચાર્ય જેમ “કેવલ અંત માનતા નથી તેમ નિંબાર્કાચાર્ય પણે માનતા નથી, પણ રામાનુજ “વિશિષ્ટ અતિમાને છે. એટલે કે ચિત્ અને અચિતુથી વિશિષ્ટ જે એક જ તત્ત્વ છે તે તત્ત્વની સાથે એ વિશેષણોને અભેદ છે એમ માને છે, તેને સ્થાને નિંબાર્કાચાર્યનું એમ કહેવું છે કે ચિત્ અને અચિત્ એ બ્રહ્મથી ભિન્ન છે તેમજ અભિન્ન પણ છે. આ રીતે એકનો સિદ્ધાંત જેમ વિશિષ્ટાદ્વૈત નામે ઓળખાય છે તેમ બીજાનો ‘વૈતાદ્વૈત' નામે જાણીતો છે.” (ધર્મવિચાર ર-પૃ.૨૧૩). મધ્વાચાર્યઃ
ભાષ્યકાળમાં ત્રીજા મોટા આચાર્ય મધ્વાચાર્ય છે. તેઓ મધ્વ, પૂર્ણપ્રજ્ઞ અને આનંદતીર્થ એ ત્રણ નામે પ્રખ્યાત થયા છે. તેમણે વૈષ્ણવસંપ્રદાય અને વૈત સિદ્ધાંતનો ઉપદેશ કર્યો છે. તેઓએ શૈવસંપ્રદાય, માયાવાદ વગેરેનું ખંડન કર્યું. કેવલાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત બંનેને મધ્વાચાર્ય અગ્રાહ્ય ગણે છે. ઉભયનો ત્યાગ કરી તેમણે જીવ, જડ અને પરમાત્માના ભેદભાવનું પ્રતિપાદન કર્યું, મધ્વાચાર્યના વૈતવાદના મુખ્ય સિદ્ધાંતો આનંદશંકર નીચે પ્રમાણે તારવી આપે છે : (ધર્મવિચાર-૨, પૃ. ૨૧૫-૧૬) (૧) સ્વતંત્ર અને પરતંત્ર એવાં બે તત્ત્વો છે – તેમાં સ્વતંત્ર તે પરમાત્મા વિષ્ણુ અને પરતંત્રને
તે અન્ય સર્વ બ્રહ્માદિક દેવો, સામાન્ય જીવો તથા જડ પદાર્થો. (૨) નીચેનાં પાંચ પદાર્થોમાં સનાતન અને પારમાર્થિક ભેદ છે :
(૧) ઈશ્વર અને જીવ વચ્ચે (૨) ઈશ્વર અને જડ વચ્ચે (૩) જીવ અને જડ વચ્ચે (૪) જીવ અને જીવ વચ્ચે (૫) જડ અને જડ વચ્ચે
મૃત્યોઃ + મૃત્યુમનોતિ સ રૂ નાના રૂવ પશ્યતિ' ( કઠોપનિષદ, ૪-૧૦) અર્થાતુ, વાસ્તવિક રીતે જે નાના (ભદવાળું) છે તેને નાના જેવું એટલે કે ફક્ત ભેદની છાયાવાળું જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org