________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૩૭
મહાભારતના પ્રધાન રસ લેખમાં આનંદશંકર વિવિધ સંદર્ભો આપી મહાભારતનો પ્રધાનરસ કરુણરસ છે એમ સિદ્ધ કરે છે. મહાભારતમાં યુદ્ધની કથા છે તેથી તેનો મુખ્ય રસ વીરરસ’ છે એમ સાદી રીતે માનીએ તો પણ એ વીરરસ સાથે ભવ્ય કરુણરસ ભળેલો છે એમ આનંદશંકર માને છે. મામા: ના સ્નેહપાશમાં પડેલો ધૃતરાષ્ટ્ર પ્રત્યેક પ્રસંગે “દ્વિમેવ પરં મળે' ‘રિણમેવ પર મળે' એવો જે નિર્બળતાનો ઉદ્ગાર કાઢે છે તેને આનંદશંકર ધૃતરાષ્ટ્રના જીવનની Tragedy - કરુણકથા ગણાવે છે.
ભીખ અને દ્રોણ “મર્થસ્ય પુરુષો સારો સર્વાર્થો ન વસ્યવત્ - અર્થાત “માણસ પૈસાનો ગુલામ છે, પૈસો કોઈનો ગુલામ નથી” એવો જે ઉગાર કરે છે તેમાં આનંદશંકર ભીખ અને દ્રોણના જીવનની કરુણતા જુએ છે.
દુર્યોધનમાં રહેલા દુર્ગુણો આખા કુળના ક્ષયનું કારણ બને છે. દુર્યોધનની ‘કુલાંગાર' તરીકેની ભૂમિકા તેના જીવનની કરુણતા છે.
સ્વર્ગારોહણ પર્વ પહેલા મહાભારત સમાપ્ત થઈ જાય છે અને તે પર્વ તે પાછળનો ઉમેરો છે એમ માનીએ તો મહાભારતની કરુણતા સ્પષ્ટ જ છે. પણ એ પર્વને મહાભારતનું ઉચિત અંતિમ અંગ માનીએ તો પણ એ પર્વ કથાની કરુણતા ઘટાડતું નથી બલ્ક વધારે છે.
આમ, કરુણરસ વડે જીવનની અસારતાનું સૂચન કરી નિર્વેદ (વૈરાગ્ય) ઉપજાવી, શાંતરસ (જેનો સ્થાયીભાવ નિર્વેદ છે) પ્રકટ કરે છે. યુધિષ્ઠિરનું અસત્યકથન:
મહાભારતમાં યુધિષ્ઠિરનું અસત્યકથન એ પ્રસંગ વિષે ઘણો મતભેદ છે. તેથી મહાભારતના ઉપદેશ રહસ્યના સંદર્ભમાં આનંદશંકર એનો વિચાર કરે છે. તેમાં આનંદશંકરની એક ઉત્તમ ભાષ્યકાર તરીકેની પ્રતિભા પ્રગટ થતી જોવા મળે છે. ધર્મરાજ યુધિષ્ઠિરનું અસત્યકથન એમના જીવનમાં દૂષણરૂપ મનાય છે જે યોગ્ય જ છે. પણ આ અંગેનો સૂક્ષ્મવિચાર ન કરવાને કારણે ધર્મરાજ અને મહાભારતકારને કંઈક અન્યાય થતો હોય તેમ આનંદશંકરને લાગે છે. સામાન્ય વાચક કે શ્રોતા આ પ્રસંગ ઉપરથી યુધિષ્ઠિરનાં નવ્વાણું સત્ય જોવાને બદલે સોનું અસત્ય જ ધ્યાનમાં લે છે. મહાભારતકારને જગતના ઊંડા સત્યનું વિશાળ જ્ઞાન હતું અને તેથી ખરા કવિને શોભે તેમ એ સત્યને પૂર્ણ સ્વરૂપમાં દર્શાવવા એમણે પ્રયત્ન કર્યો છે. મહાભારતકારના કવિકર્મને સમજાવતાં આનંદશંકર કહે છે : “જગતનાં સત્યો સાદાં નથી, ઘણાં ગૂંચવણભરેલાં છે. એ ગૂંચો ઉકેલવાનું કામ કવિનું નથી, પણ એના ઉપર પ્રકાશ નાખી એનું સ્વરૂપ જેવું હોય તેવું વાચક આગળ મૂકવાનું કામ તો એનું છે જ.” (ધર્મવિચાર-૧, પૃ. ૧૬૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org