________________
૨૩૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
આ કવિકર્મને અનુસરી આનંદશંકર મહાભારતકારે ધર્મરાજયના અસત્યકથનની યોજના શા માટે કરી તેનું તાત્પર્ય સમજાવે છે. તે નીચે પ્રમાણે છે : (૧) આ પ્રસંગથી એક સત્ય એ પ્રકટ થાય છે કે કર્તવ્યના નિર્ણય સહેલા નથી. કર્તવ્યની
પસંદગી હંમેશાં સારા અને ખોટા વચ્ચે જ કરવાની નથી. કેટલીકવાર સગુણ વચ્ચે પણ વિરોધ આવી પડે છે. એક તરફ સત્ય બોલવાની ફરજ, બીજી તરફ પોતાને વિશ્વાસથી વળગેલા બંધુઓ, સ્વજનો, મિત્રોનો જીવ બચાવવાની ફરજ. આ બે પરસ્પર વિરોધી ફરજો વચ્ચે નિર્ણય સહેલો નથી. જો યુધિષ્ઠિરે પોતાની સેનાનો સંહાર થવા દઈ પોતાનું સત્ય સાચવ્યું હોત તો એમાં “Selfishness of virtue' અથવા તો 'Spiritual Pride' પ્રગટ થયું હોત એમ આનંદશંકર માને છે. મહાભારતકારે અહીં નીતિના આચરણની એક Psychological બાજુને લક્ષમાં રાખી છે. કર્તવ્યોના અનુષ્ઠાનમાં બુદ્ધિ અને લાગણી વચ્ચે વિરોધ આવે છે ત્યારે ઘણું કરીને લાગણીને જ અનુસરવામાં આવે છે. અહી યુધિષ્ઠિર પણ સત્યના ભોગે લાગણીને
માન આપે છે. (૩) જો કે આ પ્રસંગે હૃદયની ઉચ્ચ લાગણીઓની સાથે સાથે વિજયની સ્વાર્થી અભિલાષા
પણ યુધિષ્ઠિરના મનમાં ભળેલી હતી અને તેથી ઉચ્ચ લાગણીને બહાને આ અસત્ય કથનનો બચાવ કરવાનો મહાભારતકારે યત્ન કર્યો નથી. જો કે યુધિષ્ઠિરનું મૂળ પ્રેરકબળ તો દયાની લાગણીનું જ હતું, પણ આ પ્રસંગે ઘણીવાર બને છે તેમ મિશ્ર
બળથી છેવટનું પગલું ભરાયું. (૪) સંસારની અદભુત ઘટનામાં પ્રભુએ ધર્મ વડે અધર્મનો પરાભવ થાય એવી યોજનાની
સાથે સાથે અધર્મ વડે અધર્મનો પરાભવ થાય એવી પણ યોજના વિચારી છે. આ વિચિત્ર ઘટનાને પ્રભુના નિર્દોષ સ્વરૂપ સાથે શી રીતે ઘટાવવી એનો ખુલાસો આનંદશંકર ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રનો ગણે છે. કવિને માથે એની જવાબદારી નથી. કવિનું કામ તો પોતાની પ્રતિભાના બળે જગતનું અભુતપણું પ્રગટ કરવાનું જ છે. “આ જગતના વ્યવહારમાં મનુષ્ય જે લાલચો અનુભવે છે એ ઈશ્વરે જ સર્જેલી છે. એ લાલચોના વિષયો ઈશ્વરે જ સજર્યા છે, એટલું જ નહિ પણ એ વિષયો મનુષ્યના મન ઉપર અસર કરે એવું વિષયનું સ્વરૂપ અને મનુષ્યના મનનું બંધારણ ઘડ્યું છે એ પણ ઈશ્વરની જ કૃતિ છે.” (ધર્મવિચાર-૧, પૃ.૧૬૨) આમ સદોષ જગત રચીને પણ
પરમાત્મા નિર્દોષ જ રહે છે. (૫) મહાભારતકાર કર્તવ્યની મુશ્કેલી, લાલચનું સ્વરૂપ તથા એમાં પરમાત્માની અદ્ભુત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org