________________
૨૩૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
મહાભારતનો ઉપદેશ:
શ્રી મહાભારતનું ઉપદેશ રહસ્ય' એવા લેખમાં આનંદશંકર મહાભારતનો મુખ્ય ઉપદેશ તારવે છે. વિદ્વાનો મહાભારતને અમૂલ્ય રત્નોની ખાણ કે આખ્યાનોરૂપી વૃક્ષોથી ભરેલું જંગલ કે ઉપદેશ રત્નોનું સંગ્રહસ્થાન છે તેમ કહે છે. તેમાં પરમ ગંભીર ઉપદેશ પણ સમાયેલો છે, જેને આનંદશંકર ફુટ કરી આપે છે. (૧) યત્ર: Mાતતો ધર્મ યતો ધર્મસ્તતો ગય: ! “જ્યાં કૃષ્ણ ત્યાં ધર્મ, જ્યાં ધર્મ ત્યાં જય'
- આ શ્લોકને આનંદશંકર મહાભારતમાંથી નીકળતો સામાન્ય ઉપદેશ ગણે છે. તેઓ કહે છે : “સંસારમાં પરમાત્માનો અવતાર છે એમ સમજી, પરમાત્માને ઓળખી એની સહાયતા પામવી અને એના સારથીપણાથી ચાલતા આ જીવનરૂપી રથમાં આરૂઢ થઈ આસુરી સંપત સામે લડવું, એ ધર્મ – અને જ્યાં આ પ્રકારનો ધર્મ ત્યાં જ જય” (ધર્મવિચાર-૧, પૃ.૪૪૨) મહાભારતના આ ઉપદેશમાંથી આનંદશંકર અવતાર ભક્તિનું રહસ્ય પ્રગટ કરી આપે છે. પરમાત્માનો અવતાર તે પરમાત્માનું પોતાનું જ આ જગતના અનુગ્રહાર્થે થતું પ્રાકટ્ય છે. એ જગતમાં જેમ પ્રગટ થાય છે તેમ આપણા સર્વના અંતરમાં નિફટ પણ રહેલો છે. એ પ્રાકટ્ય “અસતમાંથી “સતમાં જવા ‘તમ' માંથી “જ્યોતિમાં જવા, જીવાત્માને તેમજ જગત બંનેને આવશ્યક છે એમ આનંદશંકર માને છે. આ પ્રાકટ્ય ધર્મગ્લાનિના સમયમાં વિશેષ દૃષ્ટિગોચર થાય છે. ધૃતરાષ્ટ્રના પાત્ર દ્વારા મહાભારતકારે સૂચવેલા બોધને આનંદશંકર મહાભારતનો બીજો મુખ્ય ઉપદેશ કહે છે. ધૃતરાષ્ટ્ર યોજેલી આત્મવંચના પતનનો માર્ગ છે.
વિટ્ટમેવ પરં મળે પૌરુષે વાર્થનર્થમ” અર્થાત- નસીબ એ જ મોટી વાત છે, પુરુષાર્થ નકામો છે. - આવા તાત્પર્યવાળા શબ્દો મહાભારતકારે ધૃતરાષ્ટ્રના મોઢે વારંવાર બોલાવ્યા છે. તેનાથી તે ધૃતરાષ્ટ્રની નિર્બળતા છતી કરે છે. આમાંથી વર્તમાન કાળે આપણી પ્રજાએ બહુબોધ લેવાનો છે એમ આનંદશંકર કહે છે. તેઓ નોંધે છે :
“આપણી વર્તમાન દુર્દશા માટે વિશુદ્ધ પુરુષાર્થને અવગણી, ભાગ્યનો દોષ કાઢવો એ અંધ ધૃતરાષ્ટ્રની રીતિ છે, પ્રતિપક્ષીમાં છળ આદિ દોષની મિથ્થા સંભાવના ન કરતાં તથા ભાગ્યનો દોષ ન કાઢતાં, મનુષ્ય પોતાની જવાબદારી સ્વીકારી અને (યતો ધર્મસ્તતો ગય:) એ સમજણથી પ્રજાના અસ્તોદય જોવા એ દિવ્ય નેત્ર પામેલા સંજયની દૃષ્ટિ છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૪૪૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org