________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
ખરી ઈશ્વરનિષ્ઠા અશક્ય છે, તેમ ‘અર્થ’ અને ‘કામ’ વિના નીતિને પણ આનંદશંકર અશક્ય ગણાવે છે.
(૨) અર્થ
‘અર્થ’ એટલે દ્રવ્ય, પૈસો, જે દુનિયાના સુખનું એક સાધન છે અને જેને મેળવવા મનુષ્યો પુષ્કળ પ્રવૃત્તિ કર્યા કરે છે. ‘અર્થ’ ને ‘ધર્મ’ અને ‘કામ’ થી વિખૂટો પાડતાં શાં પરિણામ આવે છે એ પણ આનંદશંકર વિચારે છે. ‘અર્થ’ ને ધર્મ અને કામથી છૂટો પાડતાં માણસ અર્થનો દાસ બનીને સોનાના ઉકરડા વધારે એ આનંદશંકરને મન મનુષ્ય જન્મનો હેતુ નથી. ધર્મ અને કામવિહોણું ધન જગતને માટે અનિષ્ટકારી છે. સાંપ્રત સમયમાં સામાન્ય પ્રજામાં ધનની તૃષ્ણા વધતી હોય એમ લાગે છે તેને આનંદશંકર અનર્થકારી ગણે છે. તેથી જ ધર્મરૂપી અમૃત મૂળમાં રેડાતું રહેશે તો જ ધનની વેલ પણ ફાલશે અને એનાં ફળ મનુષ્ય ખાઈ શકે એવાં થશે. આમ, ધર્મસહિત અર્થને જ આનંદશંકર સેવવા યોગ્ય ગણે છે. ‘અર્થ’ નો ધર્મ સાથે સંબંધ જેમ જરૂરનો છે તેમ ‘કામ’ સાથે પણ જરૂરનો છે. કારણકે ‘અર્થ’ સાથે કામની ઈચ્છા - સુખની ઈચ્છા જોડાતી નથી તો કંજૂસપણું ઉત્પન્ન થાય છે. વળી, જનસમાજ સમગ્રને લઈને વિચાર કરતાં આનંદશંકર કહે છે : “સુખની ઈચ્છા વિના જનસમાજ ધનિક થતો નથી, કારણકે સુખની ઇચ્છા એ ધનના સંવિભાગમાં તેમજ ઉત્પાદનમાં પ્રબળ હેતુ છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૪૬) (૩) કામ
૨૩૦
‘કામ’ એટલે ઈચ્છા, સુખની ઈચ્છા, વિષય સુખની ઈચ્છા અથવા તો કામનાનો અર્થાત્ ઈચ્છાનો વિષય. મનુષ્યની સર્વ કામનાનો વિષય તે સુખનો ઉપભોગ છે. મનુષ્ય ધર્મ આચરે છે એમાં પણ પરલોક ઉપરાંત આ લોકમાં પણ સુખી થવાની ઈચ્છા સ્પષ્ટપણે રહેલી છે. જો કે અહીં આનંદશંકર ઉડાઉપણાને કે એશઆરામના જીવનનું પ્રતિપાદન કરતા નથી. તેઓ ‘કામ’નો ધર્મ અને અર્થ સાથે સમન્વય કરી આપે છે. ‘કામ’ એટલે સુખની ઈચ્છા સાથે હંમેશાં ‘ધર્મ' અને ‘અર્થ' જોડવા. ધર્મથી વિયુક્ત સુખની ઈચ્છાને આનંદશંકર પુરુષાર્થ માનવાનો સદંતર નિષેધ કરે છે. કારણકે એવી સુખની ઈચ્છા વ્યક્તિના જીવનમાં પ્રવર્તક હોતી નથી. એટલું જ નહિ પણ ધર્મને વાસ્તે ઘણા મનુષ્યોએ પ્રાણ સુધ્ધાં આપ્યા છે. ધર્મનું શૈથિલ્ય અને સુખની લાલસાને આનંદશંકર દરેક પ્રજાની પડતીના ઐતિહાસિક કારણ તરીકે સ્વીકારે છે. તો, બીજી બાજુ એનાથી તદ્દન ઊલટી સ્થિતિ જંગલી પ્રજામાં હોવાનું જણાવે છે. માટે તેઓ સુખની લાલસાને યોગ્ય અંશમાં અનુમોદે છે. જો કે અંતિમ દૃષ્ટિએ તેઓ ધર્મને જ સર્વોચ્ચ ગણાવે છે. તેઓ કહે છે : “ધર્મ અને સુખ એ બે સ્થિતિ વચ્ચે પસંદગી કરવાની હોય તો ધર્મ રહીને સુખ નાશ પામે એ સારું, પણ સુખ રહીને ધર્મ જાય એ ખોટું.” (ધર્મવિચાર-૧ પૃ.૪૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org