________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૨૯
ચાર પુરુષાર્થ
વર્ણવ્યવસ્થા, આશ્રમવ્યવસ્થા અને પુરુષાર્થવ્યવસ્થા એ ત્રણેને આનંદશંકર આપણા પ્રાચીન ઋષિમુનિઓનો જીવનના ઉદ્દેશ સંબંધી મહત્ત્વનો આવિષ્કાર ગણાવે છે. આપણી પ્રાચીન વર્ણવ્યવસ્થામાં પછીથી જે જડતા આવેલી છે તેને કારણે કેટલાક તેને આદરથી જોતા નથી. જો કે તેમાં આવેલી શૈથિલ્યની સ્થિતિ માટે આનંદશંકર પ્રાચીન ઋષિમુનિઓની આર્ષદષ્ટિને દોષિત ગણતા નથી. વર્ણવ્યવસ્થા એ મનુષ્ય શક્તિની નૈસર્ગિક વિવિધતાને સફળ રીતે વ્યવસ્થિત કરવાનો યત્ન માત્ર હતો. વિશ્વના બીજા કેટલાક ચિંતકોએ (પ્લેટો, એરિસ્ટોટલ) પણ આવી વર્ણવ્યવસ્થાની કલ્પનાઓ કરી છે. પરંતુ આની સરખામણીએ પુરુષાર્થવ્યવસ્થા અને આશ્રમવ્યવસ્થાને આનંદશંકર આપણા ઋષિમુનિઓની આગવી બુદ્ધિ પ્રતિભામાંથી જન્મેલી માને છે. વિશ્વના બીજા કોઈ ચિંતનમાં આવી વ્યવસ્થા વિચારવામાં આવી નથી. આપણા ઋષિમુનિઓનું પુરુષાર્થ અંગેનું ચિંતન ઘણું અદ્વિતીય છે. આપણા પ્રાચીન ઋષિમુનિઓએ ચાર પુરુષાર્થો નક્કી કર્યા છે :
(૧) ધર્મ (૨) અર્થ (૩) કામ (૪) મોક્ષ
મનુષ્યની વિવિધ પ્રવૃત્તિઓ તપાસીને હિંદુ ધર્મશાસ્ત્રકારોએ એમાંથી ચાર ઉદેશો શોધી કાઢ્યા છે, જેને પુરુષાર્થ કહેવાય છે. “પુરુષાર્થ એટલે પુરુષે અર્થાત્ મનુષ્ય પ્રાપ્ત કરવાની વસ્તુઓ. પહેલાં ધર્મ અને મોક્ષને એકઠા ગણી ત્રણ જ પુરુષાર્થ ગણાવવામાં આવતા. તેનું કારણ આપતાં આનંદશંકર કહે છે કે, જનસમાજનો મોટો ભાગ ગૃહસ્થાશ્રમીઓનો હોય છે અને તેથી તેના મુખ્ય પુરુષાર્થ ધર્મ, અર્થ અને કામ એ ત્રણેને અનુસરીને તેને “ત્રિવર્ગ” કહેવામાં આવતા.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને આનંદશંકર એકબીજાથી છૂટા પાડી સમજવાનો ઈન્કાર કરે છે. તે ચારેયનો પરસ્પર સંબંધ સ્પષ્ટ કરી તે સર્વની યોગ્ય સંઘટના કરવા પર તેઓ વિશેષ ભાર મૂકે છે. “આપણો ધર્મ'માં “પુરુષાર્થ નામના લેખમાં આનંદશંકરે ચારે પુરુષાર્થોનો સમન્વયાત્મક વિચાર કર્યો છે. (૧) ધર્મ
ધર્મ એટલે શાસ્ત્રની અમુક કાર્ય કરવાની આજ્ઞા, આનંદશંકર ધર્મને પરમ પ્રયોજન ગણાવે છે. કારણકે, તે પ્રધાન ઉદ્દેશ હોઈ જીવનમાં અગ્રસ્થાને છે. પરંતુ એ ઉદ્દેશ પણ “અર્થ એટલે કે દ્રવ્ય અને કર્મ એટલે કે સુખ બંનેના યોગ્ય સંપાદન વિના સિદ્ધ થવો શકય નથી. આજ રીતે “ધર્મ-શબ્દના અર્થમાં નીતિ અને નીતિનું અધિષ્ઠાન (સાંકડા અર્થમાં) ધર્મ યાને ઈશ્વરનિષ્ઠા એ બંનેનો સમાવેશ થાય છે. તેથી જેમ સામાન્ય રીતે ‘અર્થ અને કામથી વિહીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org