________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૩૧
જેમ ધર્મરહિત કામ હાનિકારક છે તેમ “અર્થ રહિત કામને પણ આનંદશંકર હાનિકારક ગણાવે છે. “અર્થ” અને “કામ” નો સમન્વય કરતાં તેઓ કહે છે :
જીવનમાં “કામ” યાને સુખ પ્રાપ્ત કરવું હોય તો “અર્થ'ના યોગક્ષેમના એટલે કે પૈસો બચાવવાના અને કમાવવાના માર્ગો યોજો, કરકસર કરો, કારણકે કરકસર એ મોટો અને આવશ્યક ગુણ છે, પણ દ્રવ્યોત્પાદન ઉપર મુખ્ય લક્ષ રાખવું, કારણકે દ્રવ્યોત્પાદન એ વધારે મોટો અને તેજસ્વી ગુણ છે.” (ધર્મવિચાર ૧- પૃ.૪૮).
જેમ “અર્થ વિના નીતિ અશક્ય છે તેમ “કામ”(વ્યવહારિક સુખની ઈચ્છા) વિના પણ નીતિ અશક્ય છે. આપણા ઋષિમુનિઓની આ અંગેની સૂક્ષ્મ દૃષ્ટિને સમજાવતાં આનંદશંકર કહે છે :
નીતિ કેવળ વ્યવહારિક સુખ અર્થે જ છે – પછી તે વ્યક્તિનું હો કે જનસમાજનું હો - એવી અધમ ઐહિકતા આપણા પૂર્વજોએ નીતિના પ્રયોજક હેતુમાં જો કે સ્વીકારી નથી. છતાં તેઓનું સામાન્ય મનુષ્ય સ્વભાવનું જ્ઞાન એટલું ઊંડું હતું કે સુખની ઈચ્છા મનુષ્યનો કેવો પ્રવર્તક હેતુ છે તે તેઓ ભૂલ્યા નહોતા. જનસંસ્કૃતિમાં સુખની ઈચ્છા કેવી પ્રબળ શક્તિ નીવડી છે એ ધ્યાનમાં રાખવાથી “કર્મ'નો પુરુષાર્થરૂપે સ્વીકાર યોગ્ય જણાશે.” (ધર્મવિચાર-૧, પૃ.૪૪-૪૫).
આ રીતે, આનંદશંકરે મનુષ્ય જીવનના ત્રણ ઉદ્દેશ રૂપે ધર્મ - અર્થ અને કામનો સુભગ સમન્વય કર્યો છે. જો કે અર્થ અને કામ એ પુરુષાર્થ તો વધતે ઓછે અંશે પ્રાણી માત્રમાં છે, પરંતુ મનુષ્યત્વ તો ધર્મમાં જ રહેલું છે. અને તેથી આનંદશંકર ધર્મને સર્વ પુરુષાર્થમાં અગ્રસ્થાને મૂકે છે. “ધર્મ એ ઉત્તરાવસ્થામાં નવો આરંભવાનો પુરુષાર્થ નથી એનું સેવન પૂર્વાવસ્થામાં જ થવું જોઈએ. એ થયું હશે તો જ ઉત્તરાવસ્થા ખાલી ખાલી અને કાર્યશૂન્ય નહિ લાગે.” (ધર્મવિચાર-૧, પૃ.૪૯) (૩) મોક્ષ
મોક્ષ એટલે બંધનમાંથી છૂટવું તે. અજ્ઞાન, દુ:ખ, પાપ એ સંસારનાં બંધન છે અને એમાંથી છૂટવું તે મોક્ષ, મોક્ષ સર્વ પુરુષાર્થોમાં શ્રેષ્ઠ છે. જેમ જેમ વિચાર વિકસતો ગયો તેમ મોક્ષના સ્વરૂપ પ્રમાણે એના પાંચ ભેદ કહ્યા છે :
(૧) સાલોક્ય : પરમાત્માના લોકને પામવું. (૨) સારૂપ્ય : એના જેવા રૂપના થવું. (૩) સાર્ય : એની સમાન શક્તિ વા ગુણવાળા થવું. (૪) સાયુજ્ય : એની જોડે મળી જવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org