________________
૨૨૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ દર્શન અને ચિંતન
સંસારરૂપી વનમાં રહીને પવિત્ર જીવન ગાળવું હોય તો ગાળી શકે તે માટે એમણે બાંધેલા આ રહેઠાણ યાને “આશ્રમ’ છે.
આ બંને અર્થમાંથી જેઓ ચાર આશ્રમ એક પછી એક આવશ્યક માને છે તેમના માટે આનંદશંકર પહેલો સ્વીકારવાનું સૂચન કરે છે. જ્યારે ચારમાંથી કોઈપણ આશ્રમ પૂરેપૂરો ઉત્તમ રીતે સેવવાથી કાર્ય સિદ્ધ થાય છે એમ માનનારાઓને તેઓ બીજો અર્થ સ્વીકારવાનું સૂચન કરે છે. (ધર્મવિચાર-૨, પૃ. ૧૦૭) (૧) બ્રહ્મચર્યાશ્રમ :
અત્યંત સાદાઈ અને પવિત્રતાથી ગુરુને ઘેર રહી વિદ્યા ભણવી એ બ્રહ્મચર્યાશ્રમનો ધર્મ છે. બ્રહ્મ' એવું જે વેદની વિશાળ અને પવિત્ર વિદ્યાનું નામ છે એનું જ્ઞાન મેળવવું અને એના નિયમો આચરવા એટલે “બ્રહ્મચર્ય” એવો બ્રહ્મચર્યનો વિશાળ અર્થ આનંદશંકર કરે છે. (૨) ગૃહસ્થાશ્રમ :
વિદ્યા ભણી ઘેર આવ્યા પછી ઘર માંડીને રહેનારે કેવી રીતે રહેવું એ “ગૃહસ્થાશ્રમના નિયમોમાં બતાવેલું છે. ગૃહસ્થાશ્રમ એ આહાર, નિદ્રા અને મૈથુન માટે જ નથી પણ સંસારની વચમાં રહીને સંસારનાં સુખ ભોગવવાં, કર્તવ્ય કરવાં, સદા ઉપકાર કરી, પરમાત્માના સાંનિધ્યમાં રહીને જીવન ગાળવાનું છે એ માટે છે. (૩) વાનપ્રસ્થાશ્રમ :
સંસારના પ્રવૃત્તિમય જીવનમાંથી નીકળી વનમાં જઈ પરમાત્માનું ચિંતન કરવું અને શાંત નિવૃત્તિમય જીવન ગાળવા માટે વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. પરમાત્માના સ્વરૂપ સંબંધી ગ્રંથોનું અધ્યયન, સંયમી જીવન, અતિથિનો સત્કાર, પ્રાણીમાત્રમાં અનુકંપા વગેરેને આનંદશંકર વાનપ્રસ્થાશ્રમના મુખ્ય ધર્મ ગણાવે છે. (૪) સંન્યાસાશ્રમ :
વાનપ્રસ્થાશ્રમમાં હજી દુનિયા સાથે કેટલોક સંબંધ રહે છે. વાનપ્રસ્થ પછી સંન્યાસાશ્રમમાં સઘળાં સાંસારિક કર્મોનો અને સંબંધોનો ત્યાગ કરવામાં આવે છે. સંન્યાસાશ્રમીના જીવનને અનુસરી તેને સંન્યાસી, ભિક્ષુ, પરિવ્રાટ, પરિવ્રાજક, યતિ તેમજ હંસ તેમજ પરમહંસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ વાનપ્રસ્થ અને સંન્યાસના આશ્રમ જુદા જુદા નહિ હોય એમ આનંદશંકર માને છે. આ સંદર્ભમાં તેઓ કહે છે કે,
પહેલાં ગૃહસ્થાશ્રમમાંથી નિવૃત્ત થઈ પરમાત્મ ચિંતનમાં જીવન ગાળવું એનો એક જ આશ્રમ હશે પણ એ આશ્રમ સેવનારા જનોમાં કેટલાક પૂર્વાશ્રમ (ગૃહસ્થાશ્રમ)નાં કર્મો તરફ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org