________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૨૫ * વશિષ્ઠ ધર્મશાસ્ત્ર અનુસાર સત્ય, અક્રોધ, દાન, અહિંસા અને પ્રજોત્પત્તિ આટલા સર્વ
વર્ણના ધર્મ છે. યાજ્ઞવલ્કય સ્મૃતિ અનુસાર અહિંસા, સત્ય, અસ્તેય (ચોરી ન કરવી), પવિત્રતા, ઈન્દ્રિયનિગ્રહ, દાન, દમ, દયા, ક્ષમા – એ સર્વ વર્ણોના ધર્મનાં સાધનો છે. યાજ્ઞવક્ય સ્મૃતિ અનુસાર અહિંસા, સત્યવચન, બ્રહ્મચર્ય, અકલ્કતા (નિષ્કપટપણું) અને અસ્તેય એ પાંચ “યમ” કહેવાય છે. અક્રોધ, ગુરુસેવા, શૌચ (પવિત્રતા) લઘુભોજન અને અપ્રમાદ એ પાંચ ‘નિયમ' કહેવાય છે. પાતંજલ યોગસૂત્રમાં અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - તે યમ. શૌર્ય,
સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન તે નિયમ. * ઈયા (પ્રભુભજન), અધ્યયન, દાન, તપ, સત્ય, સંતોષ, ક્ષમા, દયા એ ધર્મનો
આઠ પ્રકારનો માર્ગ છે. ચાર આશ્રમ :
હિંદુ જનસમાજમાં વ્યક્તિગત તેમજ સામૂહિક વ્યવહારોમાં માર્ગદર્શન માટે સ્કૃતિકાળમાં જે શાસ્ત્રો રચાયાં છે તેને આધારે આનંદશંકર તે સમયની ધર્મવ્યવસ્થાને પ્રગટ કરી આપવાનો પ્રયત્ન કરે છે. વર્ણવ્યવસ્થાની જેમ એમણે આશ્રમવ્યવસ્થાનું પણ વિવરણ કર્યું છે. તેમાં આનંદશંકરની ધર્મવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા વચ્ચે મેળ સાધતી સમન્વય દષ્ટિ જોવા મળે છે.
આપણા પ્રાચીન ઋષિઓએ મનુષ્ય જીવનને ચાર અવસ્થાઓમાં વહેંચ્યું છે. આ વિભાજન આશ્રમવ્યવસ્થાને નામે ઓળખવામાં આવે છે. દરેક મનુષ્ય પોતાના જીવનમાં પોતાનું હિત પૂરેપૂરું સાધી શકે એ હેતુથી ઋષિઓએ ચાર આશ્રમની વ્યવસ્થા રજૂ કરી છે : (૧) બ્રહ્મચર્યાશ્રમ (૨) ગૃહસ્થાશ્રમ (૩) વાનપ્રસ્થાશ્રમ (૪) સંન્યાસાશ્રમ
ગૃહસ્થાશ્રમ બાદ કરતાં બાકીના આશ્રમ શાસ્ત્રકારોએ વિશેષ કરીને પોતાની જ જ્ઞાનદષ્ટિથી ઉપજાવ્યા છે. આ જ્ઞાનદષ્ટિમાં મનુષ્ય પોતાનું કલ્યાણ પૂરેપૂરું કેવી રીતે સાધી શકે તેની ઉત્તમ યોજના રહેલી છે એમ આનંદશંકર માને છે. “આશ્રમ” એટલે વિસામો એમ અર્થ કરી આનંદશંકર તેનું તાત્પર્ય બે રીતે પ્રગટ કરે છે : (૧) વટેમાર્ગ જેમ વાટમાં વિસામો લેતો લેતો ગંતવ્યવસ્થાને પહોંચે, તેમ આ ચાર આશ્રમોને
એક પછી એક સેવીને મનુષ્ય પોતાને ગંતવ્ય સ્થાને પરમપદે વા મોક્ષે – પહોંચે છે. (૨) ઋષિઓ જેમ વનમાં આશ્રમ' રહેઠાણ બાંધીને રહેતા, તેમ સાધારણ મનુષ્ય આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org