________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૨૭
ઢળતાં, તો કેટલાક સંસારત્યાગમાં એટલા બધા વધી જતા કે એક સ્થળે રહેવું કે પત્નીસહવર્તમાન રહેવું એ પણ એમને પસંદ નહોતું : આ કારણથી એક જ આશ્રમમાં બે છેડાના વર્ગો થયા અને તે સ્વતંત્ર આશ્રમ પડ્યા : એક વનમાં વાસ કરવાનો - તે વાનપ્રસ્થાશ્રમ ને સર્વ કર્મ ત્યજી વિચર્યા કરવાનો તે સંન્યાસાશ્રમ” (ધર્મવિચાર - ૨પૃ. ૧૦૯)
આમ, પ્રાચીનકાળમાં આપણા દેશમાં વાનપ્રસ્થ અને સંન્યાસ જુદા જુદા નહીં હોય એમ આનંદશંકર સિદ્ધ કરે છે. જો કે પાછળના ઋતિકારો પૈકી કેટલાકે કલિમાં વાનપ્રસ્થાશ્રમની સ્પષ્ટ નિષેધ કર્યો છે તેનું કારણ સમજાવતાં આનંદશંકર કહે છે :
“પ્રાચીન યુગમાં બે આશ્રમનો એક આશ્રમમાં જ સમાવેશ થતો હતો અને પાછળના કાળમાં દેશની રાજકીય, આર્થિક અને ધાર્મિક અંધાધૂંધીને લીધે કેવળ વનમાં રહીને શાંતિથી જીવનનિર્વાહ કરવો કઠિન થઈ પડ્યો હશે. તેથી પત્નીસહવર્તમાન વન સેવવું અશક્ય જણાયું હશે અને તેથી કલિમાં વાનપ્રસ્થાશ્રમનો નિષેધ કરેલો એમ લાગે છે.” (ધર્મવિચાર-૧, પૃ.૩૮)
આમ, કલિમાં વાનપ્રસ્થાશ્રમના નિષેધનું કારણ આનંદશંકર આપણા દેશની તે વખતની ઐતિહાસિક પરિસ્થિતિના સંદર્ભમાં સ્પષ્ટ કરી આપે છે.
પૂર્વે સ્ત્રીઓ પણ બ્રહ્મવાદિની થતી અર્થાત્ બ્રહ્મચર્યમાં સમસ્ત જીવન ગાળતી તથા પુરુષ - સંન્યાસીઓની પેઠે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરતી, પણ પછીના સમયમાં તેમને માટે માત્ર ગૃહસ્થાશ્રમનું જ વિધાન કરવામાં આવ્યું છે. અર્થાત્ પ્રાચીન કાળમાં સંન્યાસાશ્રમમાં સ્ત્રીપુરુષનો ભેદ નહોતો. પૂર્વે સ્ત્રીઓ અને પુરુષો ઊભયને, સર્વ પ્રકારના ભેદની પાર જઈ, એક આત્મારૂપે રહેવાની છૂટ હતી. “જીવનમુક્તિવિવેક' નામના ગ્રંથમાં વિદ્યારણ્ય મુનિ જણાવે છે કે, સંસાર ત્યાગનો સ્ત્રીઓને પણ અધિકાર છે. આ ઉપરાંત ઉપનિષદકાળમાં મૈત્રેયી, ગાર્ગી, સુલભા વગેરેનાં દૃષ્ટાંતોથી સ્ત્રીઓમાં સંન્યાસનું સમર્થન મળે છે. પરંતુ પછીન કાળમાં આપણે ત્યાં સ્ત્રીઓને સંન્યાસાશ્રમનો નિષેધ કરવામાં આવ્યો છે. તેનું કારણ પણ આનંદશંકર તે પછીના વખતની આપણા દેશની ઐતિહાસિક અને ધાર્મિક સ્થિતિમાં રહેલું જુએ છે. કાળ જતાં જે કારણોએ વાનપ્રસ્થાશ્રમને ઉચ્છિન્ન કર્યો એ જ કારણો સ્ત્રીઓના સંસાર ત્યાગમાં પ્રતિબંધક થયાં. સંન્યાસાશ્રમમાં સ્ત્રી-પુરુષોનો સ્વતંત્ર અને સરલ સહવાસ એક કઠિન નિયમરૂપ - અસિધારવ્રત રૂપ થવા માંડ્યો હશે. આખરે અવિદ્યાનું પ્રાબલ્ય થતાં એમાંથી વ્રતભંગ અને અનાચાર ઉદ્ભવવા માંડેલા, એટલે શાસ્ત્રકારોએ યુગધર્મ વિચારી સ્ત્રી -પુરુષના પ્રકૃતિજન્ય ભેદને માન આપ્યું. આપણા શાસ્ત્રકારોએ કરેલી આ વ્યવસ્થાને આનંદશંકર આવકારદાયક ગણાવે છે. બૌદ્ધ શાસ્ત્રકારોએ સ્ત્રીઓ અને પુરુષો માટે જુદા જુદા વિહાર મઠનું વિધાન કર્યું, છતાં અનાચાર નષ્ટ ન થયો. તેની સરખામણીએ બ્રાહ્મણશાસ્ત્રકારોએ યુગધર્મનો વિચાર કરી, પ્રકૃતિજન્ય ભેદોને માન્યતા આપી સ્ત્રીઓના સંસાર ત્યાગને નિયંત્રિત કરી તેને સ્થાને સ્ત્રીઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org