________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨ ૨૩
(૨) બીજો મત એવો છે કે, હિંદ તેમજ યુરોપમાં ગયેલા સર્વ આર્યો લગ્ન સંબંધી બે જાતનો
પ્રતિબંધ પાળતા - એક તો એ કે પોતાના કુટુંબ (ગોત્ર)માં ન પરણવું અને બીજો પરાયાં કુટુંબમાં અમુક મંડળ (જ્ઞાતિ)ની અંદર જ પરણવું. આ બંને નિયમ પાળવામાં સગપણના લોહી (જજ)નો વિચાર ઉપસ્થિત રહે છે અને લોહી શુદ્ધ રાખવાના હેતુથી લગ્નના પ્રતિબંધ-વર્ણનું મુખ્ય તત્ત્વ - ઉદ્ભવે છે.
ઉપરોક્ત બંને મતની સમીક્ષા કરતાં આનંદશંકર કહે છે કે વર્ણના ભેદ અંગે જે લગ્ન સંબંધી પ્રતિબંધ જોવામાં આવે છે તેનો ખુલાસો આ બંને મતથી થાય છે. પણ આર્યોની અંદર માંહમાંહે વર્ણના ભેદ કેમ પડ્યા એનો ખુલાસો પહેલા મતથી થતો નથી અને તે ભેદ અમુક જ ચાર ધંધાને અનુસરતા કેમ થયા તેનો ખુલાસો આ બીજો મત આપી શકતો નથી. આમ, આ બંને મતને આનંદશંકર અસ્વીકાર્ય ગણે છે. આ ઉપરાંત હિંદના આર્યો પૂર્વ તરફ ગંગા જમનાના પ્રદેશમાં વિસ્તર્યા ત્યાર પછી વર્ણ વિભાગ બંધાયા એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે. એની સામે બીજો એક મત એવો છે કે ઋગ્યેદસંહિતાના કાળ પૂર્વે જ “બ્રહ્મ', ક્ષત્ર અને વિશ” એવા ભેદ પડી ચૂક્યા હતા. આનંદશંકર “ગુણકર્મવિભાગને જ ચાતુર્વર્યના મૂળ કારણ રૂપે સ્વીકારે છે. પછીથી એ ગુણકર્મ વિભાગમાં જન્મનું તત્ત્વ ઉમેરાયું અને વંશપરંપરાગત વર્ણ યાને જાતિઓ બંધાઈ છે. આમ, વર્ણવ્યવસ્થા અંગે પાછળના સમયમાં જે ધંધા, વિવાહ અને ભોજનના જે અભેદ્ય પ્રતિબંધો જોવામાં આવે છે તે ધીમે ધીમે ઉત્પન્ન થઈ પ્રચલિત થયેલા છે. એ પ્રતિબંધો મૂળ, વૃત્તિવિભાગ અને લોહી (જન્મ)ની વિશુદ્ધિ જાળવવાનો યત્ન એ બે તત્ત્વોમાંથી ઉદ્ભવેલા છે એમ આનંદશંકર માને છે.
આપણે ઉપર જોયું કે ગુણકર્મ વિભાગને જ આનંદશંકર ચાતુર્વર્યનું મૂળ કારણ ગણે છે. એટલે કે વર્ણવ્યવસ્થા કર્મથી જ હોવી જોઈએ જન્મથી નહિ એમ તેઓ માને છે. આ સંદર્ભમાં “વર્ણવ્યવસ્થા જન્મથી કે કર્મથી? એ નામના પોતાના એક લેખમાં આનંદશંકર આ પ્રશ્નની વિશેષ ચર્ચા કરે છે. તેમાં વર્ણવ્યવસ્થા સર્વથા અનિષ્ટ છે એમ આનંદશંકર કહેતા નથી. તેનું વર્તમાન જડ સ્વરૂપ જ તેમને અમાન્ય છે. આપણી પ્રાચીન સમાજવ્યવસ્થામાં વર્ણની વ્યવસ્થાનાં ઘણાં હકારાત્મક પાસાં રહેલાં છે, જેને આનંદશંકર દર્શાવી આપે છે. આ અંગે તેઓ કહે છે :
“અન્ય પ્રજાઓને જોઈએ તેવું ન પ્રતીત થયેલું એવું શાસ્ત્રીય સત્ય પ્રાચીન હિંદુસ્તાનને જડ્યું હતું. - જે સત્ય વર્તમાન હિંદુસ્તાન વાસ્તવિક રીતે જોતાં ખોઈ બેઠું છે. હિંદુઓની વર્ણવ્યવસ્થા જાતિભેદથી યોજાયેલ છે. એમાં સ્વતઃ કંઈ જ અનિષ્ટ નથી, પણ અર્થયુક્ત જાતિભેદ એ જ લાભકારક છે. અર્થહીન જાતિભેદથી કંઈ જ ફાયદો નથી, ઊલટી હાનિ છે.” (ધર્મવિચાર-૧.પૃ. ૩૮૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org