________________
૨૨૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ઉત્તમ બક્ષિસ છે તેટલા પૂરતો જ બ્રાહ્મણ વર્ણને શ્રેષ્ઠ કહેવામાં અર્થ રહેલો છે એમ આનંદશંકરનો નિર્ણય છે. શાસ્ત્રની પરિભાષામાં પોતાના આ વિચારને મૂકતાં આનંદશંકર કહે છે :
અમુક વાક્ય “અનુવાદ' છે કે “વિધિ એ જોવું અને વિધિ હોય તે જ ઉપદેશ એમ સમજવું. “અનુવાદ' એટલે અન્ય પ્રમાણથી જે સિદ્ધ હોય તેનું જ પાછળથી કથન કરવું, અને વિધિ તે નવો ઉપદેશ. શાસ્ત્રનું પ્રામાણ્ય અનુવાદમાં નહિ, પણ માત્ર વિધિમાં જ મનાય છે. પ્રકૃતિ થકી જ, જનસમાજમાં જે વિભાગ પડે છે તેનો પુરુષસૂક્તમાં અનુવાદ છે. એ વિભાગનો પરસ્પર સંબંધ સમજી એક ચેતન જનસમાજના જ સર્વ અવયવો છે એમ સમજવું તે એ સૂક્તમાં રહેલો ઉપદેશ-વિધિ છે.” (ધર્મવિચાર-૨, પૃ.૯૩)
અનુવાદ અને વિધિનો ઉપરોક્ત ભેદ ન સમજવાથી પુરુષસૂક્તનું તાત્પર્ય સમજવામાં ભૂલ થાય છે જેને આનંદશંકર પ્રગટ કરી આપે છે. આ ઉપરાંત સમગ્ર પુરુષસૂક્તનો પ્રતિપાદ્ય વિષય એક અખંડ મહાપુરુષ છે તે જોતાં પણ આનંદશંકરે તારવેલું તાત્પર્ય યથાર્થ છે એમ લાગે છે.
બ્રાહ્મણ, ઉપનિષદ, મહાભારત વગેરેમાં અસંખ્ય દાખલા એવા છે કે જેમાં વર્ણ કરતાં ગુણને જ વિશેષ મહત્ત્વ આપવામાં આવતું. આમ, આપણી પ્રાચીન વ્યવસ્થામાં જ્યાં સુધી, જન્મ પ્રમાણે વર્ણ પડ્યા છતાં ગુણને પ્રાધાન્ય અપાતું ત્યાં સુધી સમાજવ્યવસ્થામાં સુસંવાદિતા જળવાયેલી જોવા મળે છે. પણ કાળે કરીને પ્રજામાંથી વિદ્યાનો લોપ થતાં વર્ણવ્યવસ્થામાં જડતા દાખલ થઈ એમ આનંદશંકર માને છે. વળી, વૈશ્યોનાં અનેક મહાજનો બંધાવાથી, રાજકીય અસ્થિરતાઓને કારણે લોકોનું સ્થળાંતર થવાથી તેમજ તેમના સારા-ખોટા રિવાજોના ભેદથી, તેમજ પરસ્પરના ઝઘડાઓ વગેરે અનેક કારણોથી ચાર વર્ણોની જગ્યાએ આપણે ત્યાં ધીમે ધીમે અનેક જ્ઞાતિઓ પડી ગયેલી જોવા મળે છે. જો કે મૂળ હિંદુશાસ્ત્રોને અનુસરી આનંદશંકર જનસમાજના મુખ્ય ચાર વર્ણો જ માને છે. તે પણ ગુણ અને કર્મ પ્રમાણે જ એક મહાપુરુષ (જનસમાજ)ના જ અંગો તરીકે સ્વીકારે છે. આપણા દેશમાં આ વિવિધ વર્ગો કેમ ઉદ્ભવ્યા એ અંગે પાશ્ચાત્ય વિદ્વાનોમાં ભિન્ન ભિન્ન મતો છે. (૧) એક મત એવો છે કે ‘વર્ણ' શબ્દનો મૂળ અર્થ રંગ હોઈ પ્રથમ એ શબ્દ “આર્ય અને
‘દાસ’ (‘દસ્ય' અનાર્ય) એ બે જાતિવાચક હતો, હિંદમાં પ્રવેશેલા આર્યોની ચામડીનો રંગ મૂળ વતનીઓની ચામડીના રંગથી એટલો બધો ભિન્ન હતો કે તેઓ વચ્ચે લગ્ન વ્યવહાર અનિષ્ટ ગણાય એ સ્વાભાવિક છે. એ કારણથી લગ્નના પ્રતિબંધ રૂપ વર્ણનું જે મુખ્ય લક્ષણ તે અસ્તિત્વમાં આવ્યું. આમ, આ મત પ્રમાણે વર્ણનું બંધારણ મૂળ લોહી (જન્મ-જાતિ) ના ભેદ ઉપર રચાયેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org