________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૨૧
જોવા મળે છે. તેમજ એક રાજય બીજા રાજય ઉપર હલ્લો કરી એક બીજાનું પડાવી લેવાનો પ્રયત્ન કરે છે. જનસમાજના આ આંતર અને બાહ્ય દુશ્મનોને નુકસાન કરતા અટકાવવા માટે તથા પ્રજાને સુખ અને કલ્યાણને માર્ગે ચઢાવવા માટે રાજયની આવશ્યકતા છે. આ આવશ્યકતામાંથી જ આનંદશંકર યુદ્ધ, દંડ અને પ્રજાપાલનનો
ક્ષત્રિયનો ધંધો ઉત્પન્ન થયેલો માને છે. (૩) ઉપરોક્ત બંને કાર્યો દ્રવ્ય વિના થઈ શકતાં નથી. પ્રજાના રક્ષણ માટે અને દુશ્મનો
સાથે લડવા માટે તેમજ આખા જનસમાજના સામાન્ય સુખ માટે દ્રવ્યની જરૂર પડે છે. આ દ્રવ્ય ઉત્પન્ન કરનાર વર્ગ તે વૈશ્ય કહેવાયા. વૈશ્યો ખેતી વગેરે ધંધો કરીને
લોકહિતનાં કાર્યો કરી જનસમાજના સુખમાં વધારો કરવાનું કામ કરે છે. (૪) ખેતી, વેપાર ધંધામાં કોઈ બુદ્ધિ વાપરે તો કોઈ શારીરિક શ્રમ (મજૂરી) પણ કરે. આ
શારીરિક શ્રમ કરનાર વર્ગ તે શૂદ્ર.
આ પ્રમાણે આનંદશંકર જનસમાજમાં સ્વાભાવિક નિયમને અનુસરી ચાર વર્ણની ઉત્પત્તિ બતાવે છે. જો કે આ ચારે વર્ણની ઉત્પત્તિ એક પછી એક થયેલી છે એમ આનંદશંકર કહેવા માગતા નથી. આપણા શરીરના અવયવોની માફક તે એકી વખતે ઉત્પન્ન થઈને વિકસે છે એમ તેઓ માને છે. સમગ્ર સમાજના હિત માટે આ દરેકની આવશ્યકતાને આનંદશંકર સ્વીકારે છે. આમાંનો કોઈપણ વર્ણ બાકીના વર્ણ વગર ટકી શકતો નથી અને પોતાનું કાર્ય કરી શકતો નથી.
ઋગ્યેદસંહિતાના કાળમાં સ્વાભાવિક રીતે જનસમાજમાં આ વર્ષો પડી ગયેલા હશે એમ એ ગ્રંથના પુરુષસૂક્તને જોવાથી સ્પષ્ટ થાય છે. પુરુષસૂક્તમાં બતાવ્યું છે કે ચાર વર્ણ જે જનસમાજમાં જોવામાં આવે છે તે એક મહાપુરુષ (ચેતન જનસમાજ)નાં જ અવયવો છે. સૌ મળી એક શરીર બને છે. બ્રાહ્મણ એનું મુખ છે, ક્ષત્રિય તે બાહુ, વૈશ્ય તે ઊરુ અને શુદ્ર તે પગ છે. (ઋગ્વદ-૧૦, ૯, ૧૨).
ઉપરોકત સૂક્તમાં અલંકારિક વાણીમાં તે તે વર્ણના કાર્યનો નિર્દેશ કરેલો છે. તેનો અયોગ્ય અર્થ કરી કેટલાક વર્ણવ્યવસ્થાનું વર્તમાન જડસ્વરૂપ વેદવિહિત છે એવું પ્રમાણ પ્રાપ્ત કરે છે. પરંતુ આ સૂક્તનો સાચો અર્થ જોતાં, તેમાંથી વર્તમાન વર્ણ વ્યવસ્થાને સમર્થન મળતું નથી એમ આનંદશંકરનું પ્રતિપાદન છે. કોઈપણ વર્ણને ઉચ્ચ કે નીચ માની બીજા વર્ણનો તિરસ્કાર કરવાનો એનો ઉપદેશ નથી. આખું શરીર જેમ પગ ઉપર ઊભું રહે છે તેમ આખો જનસમાજ શૂદ્ર ઉપર ટકી રહ્યો છે એમ અર્થ કરીએ તો પણ ચાલે. વસ્તુતઃ સર્વ અવયવને એકબીજાની જરૂર છે તેમાં મુખ વડે મનુષ્ય પોતાના વિચારની શબ્દ દ્વારા એકબીજાને આપ-લે કરે છે. અને વિચાર તો મનુષ્યની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org