________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
ગ્રંથો રહ્યા. જતે દહાડે તે તે સ્મૃતિકારોના મત વિશાળ પ્રદેશમાં માન્ય થયા અને એ સર્વ પ્રમાણ તરીકે મનાવવામાં હિંદુ જનસમાજની વિસ્તરતી જતી એકતા મદદે આવી.’(ધર્મવિચાર ૨પૃ.૭૪)
૨૨૦
આ રીતે હિંદુ સમાજની ઉત્તરોત્તર વિસ્તરતી જતી ધર્મભાવના સર્વ સ્મૃતિઓને પ્રમાણ તરીકે માનવાના કારણરૂપ છે. આ સર્વ સ્મૃતિઓમાં મનુ, યાજ્ઞવલ્ક્ય અને પરાશરની સ્મૃતિઓ સૌથી વધારે પ્રખ્યાત છે. સ્મૃતિમાં વર્ણ અને આશ્રમના ધર્મ વર્ણવેલા છે. તેમાં આનંદશંકર હિંદુધર્મનાં સઘળાં તત્ત્વોને સમાયેલા જુએ છે.
ચાર વર્ણો :
ચાર વર્ણ અને ચાર આશ્રમના ધર્મોને આનંદશંકર ધર્મસૂત્રોનો મુખ્ય વિષય માને છે. તેમાં જે વિવિધ વર્ણોના ધર્મ છે તેને જનસમાજના વ્યવહારમાંથી આનંદશંકર સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થયેલાં કર્મો રૂપે માને છે. આ કર્મોને વ્યવસ્થિત કરીને તેને ધર્મો તરીકે શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કરી આપ્યા છે.
‘વર્ણ’ એટલે રંગ, ધંધાનો રંગ એવો વર્ણ શબ્દનો અર્થ કરી આનંદશંકર ધંધાના રંગ પ્રમાણે જનસમાજના ચાર વર્ણ પડેલા છે એમ સિદ્ધ કરે છે. તેઓ નોંધે છે :
“દરેક જનસમાજ જેમ જેમ જંગલી દશામાંથી નીકળી સુધરેલી દશામાં આવતો જાય, તેમ તેમ એના ધંધાઓના પ્રકારમાં વધારો થતો જાય એ સ્વાભાવિક છે પણ એ ધંધાઓનો વિકાસ કેવી રીતે થાય તથા એ પરસ્પર સંબંધમાં આવી જનસમાજમાં સુખ અને કલ્યાણમાં કેવી રીતે વૃદ્ધિ કરે એ વિચારીને, એને ઘટતા નિયમો બાંધવા એ બુદ્ધિમંત અને અનુભવી શાસ્ત્રકારોનું કામ છે. પ્રાચીન કાળમાં હિંદુજનસમાજમાં ઉત્પન્ન થયેલા બધા ધંધાના મુખ્ય ચાર વર્ગ પાડી, હિંદુ શાસ્ત્રકારોએ એના ચાર વર્ણ ઠરાવ્યા છે : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર” (ધર્મવિચાર - ૨, પૃ. ૯૨)
ધંધાઓની વિવિધતાને આધારે હિંદુ શાસ્ત્રકારોએ કરેલી આ યોજનાને આનંદશંકર વિશાળ અર્થમાં સર્વદેશના અને સર્વકાળના જનસમાજને લાગુ પડે તેવી યોજના માને છે. ધંધાના રંગ પ્રમાણે જનસમાજમાં ચાર વર્ણ શી રીતે પડ્યા તે અંગેનું નિરૂપણ આનંદશંકરે આપ્યું છે.
(૧) વિદ્યા ભણવી અને ભણાવવી, ધર્મ પાળવો અને ઉપદેશવો એ બ્રાહ્મણનો ધંધો થયો. જો કે જનસમાજ એની મેળે જ સત્ય અને ધર્મને માર્ગે ચાલી શકતો હોય ત્યાં આનંદશંકર બ્રાહ્મણ કે અન્ય વર્ણની જરૂરિયાત સ્વીકારતા નથી.
(૨) દુનિયા હંમેશાં ધર્મને માર્ગે ચાલી શકતી નથી. જનસમાજમાં અનેક અધર્મના આચારો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org