________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૧૯
આપણે ત્યાં પ્રાચીન કાળમાં વેદ ભણાવાતા તથા ગાયત્રીનો ઉપદેશ થતો. ઉપરોક્ત વર્ણવેલા કેટલાક નિષેધ સાથે આ વિધિ પ્રચલિત હતો. તે પછીના કાળમાં વિવાહ એ જ સ્ત્રીઓને માટે ઉપનયન છે એવો મત બંધાયો છે.
ઉપર જણાવેલ “બ્રહ્મવાદિની' નો પ્રકાર જૈન અને બૌદ્ધ સાધ્વી અને ભિક્ષુણીના અનુકરણમાંથી ઉત્પન્ન થયો હશે એમ કેટલાક માને છે. તેને આનંદશંકર સ્વીકાર્ય ગણતા નથી, કારણકે તેમના મતે “બ્રહ્મવાદિનીઓ' ગૌતમ અને મહાવીર ભગવાનના સમય પૂર્વે પણ હતી એ વિવિધ પ્રમાણો દ્વારા સિદ્ધ કરી શકાય એમ છે. તેઓ કહે છે :
પૂર્વોક્ત સ્મૃતિઓ (હારિત મુનિ અને મનુના ઉતારા) માં સ્પષ્ટ કહેલું છે કે “પૂરાકલ્પ' - માં અર્થાત્ જૂના કાળમાં એ પ્રમાણે થતું. તેથી બૌદ્ધ અને જૈન ધર્મના ઉદ્દભવ પછીનો એ સમય છે એમ કહી શકાશે નહિ. બલ્બ, ઉત્તર કાળમાં જે છૂટથી યાવજ્જીવ પરિવ્રાજિકા રહેવાનાં માઠાં પરિણામ આવ્યાં એની પાછળના હિંદુ, લોકમત ઉપર પ્રબળ અસર થઈ અને પ્રાચીન રિવાજમાં પરિવર્તન થયું.” (ધર્મવિચાર -૧, પૃ. ૫૩૫)
આમ, ઐતિહાસિક દૃષ્ટિએ વિચાર કરી આનંદશંકર પૂર્વોક્ત સ્મૃતિવાકયોની અંદર પડેલા ઈતિહાસને યથાર્થ રીતે પ્રગટ કરી આપે છે. ધર્મસૂત્ર:
ધર્મસૂત્રોમાં મુખ્યત્વે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે વર્ષોના ધર્મોનું તથા વિવિધ આશ્રમોના ધર્મોનું તેમજ લૌકિક વ્યવહાર તથા કાયદાઓને લગતી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે. “ધર્મસૂત્રોનું બીજું નામ “સામયાચારિક સૂત્રો છે. ઋષિઓના ‘સમય’ - અર્થાત એકમત વા સિદ્ધાંતથી જે આચારો નક્કી થયેલા છે તે “સમયાચાર' અને એ સંબંધી સૂત્રો તે “સામાચારિક સૂત્રો'. ગૃહ્યકર્મો તે પ્રત્યેકે પોતપોતાના ગૃહમાં કરવાના કર્મો છે, પણ ધર્મસૂત્રોમાં આખા જનસમાજના પરસ્પર વ્યવહારનું નિરૂપણ છે. તેથી પણ એનું સામયાચારિક નામ અન્વર્થ (સમ + { સંગમન ઉપરથી) છે.” (ધર્મવિચાર ૨- પૃ.૭૪)
ધર્મસૂત્રોમાંથી આગળ જતાં અનુણુભ ગ્લોકબદ્ધ વિશાળ સ્મૃતિઓ રચાઈ છે. સૂત્રો અને મૃતિઓ વચ્ચે ભેદ દર્શાવતાં કેટલાક પાશ્ચાત્ય વિદ્વાનો કહે છે કે સૂત્રો તે મૂળ તે તે શાખાના ગ્રંથો હતા અને સ્મૃતિઓ સર્વ શાખા માટે રચાઈ છે. પણ આ મતને આનંદશંકર માન્ય રાખતા નથી. પ્રસ્તુત વિષય અંગે પોતાનો મત વ્યક્ત કરતાં આનંદશંકર કહે છે :
“ખરું જોતાં તે શાખાના ગ્રંથો કહેવાય છે તેના મૂળ કર્તાઓએ તો એ ગ્રંથો સર્વજન સમાજ માટે કરેલા, પરંતુ વંશજો અને અનુયાયીઓમાં જ એ માન્ય થયા. તેથી તે તે શાખાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org