________________
૨૧૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
સ્ત્રીઓમાં ઉપનયન સંસ્કાર ઃ
ઉપનયન વિધિ જે અત્યારે પુરુષોને જ કરવામાં આવે છે તે આપણે ત્યાં ઘણા પ્રાચીન કાળમાં સ્ત્રીઓને પણ કરવામાં આવતી. એના અંગે આનંદશંકર હારિતમુનિ અને મનુમાંથી સમર્થન પ્રાપ્ત કરે છે. પ્રાચીન કાળમાં હારિતમુનિએ બે પ્રકારની સ્ત્રીઓની વાત કરી છે : (૧) બ્રહ્મવાદિની (૨) સઘોવધૂ
ઉપરોક્ત બેમાં બ્રહ્મવાદિનીઓને ઉપનયન, અગ્નિગ્ધન, વેદાધ્યયન અને પોતાના ઘરમાં ભિક્ષાચર્યાનો વિધિ કહેવામાં આવ્યો છે. જ્યારે સઘોવધૂનો વિવાહ આવી પડતાં જેમ તેમ ઉપનયન માત્ર કરી વિવાહ કરવો એવો વિધિ સૂચવવામાં આવ્યો છે. ઉપરોક્ત વર્ણનના આધારે આપણા દેશમાં સ્ત્રીઓની કેળવણી અને વિવાહની ઉંમર વિષે આનંદશંકર કેટલીક સ્પષ્ટતા કરે છે. ઉપરોક્ત પ્રકારોમાં ‘સદ્યો’, પદમાં ‘વધૂ’ આગળ ‘ઘો', વિશેષણ લગાડ્યું છે જેને આનંદશંકર બહુ સૂચક ગણાવે છે, કારણકે એથી જણાઈ આવે છે કે તે વખતે કન્યાના માત્ર બે જ વર્ગ ન હતા. જેઓ સમસ્ત જીવન બ્રહ્મચારિણી થઈને રહે તે અને જેઓ સઘ - તરત વિવાહ કરી ગૃહસ્થાશ્રમમાં જોડાઈ જાય તે. આ પ્રકારોના વર્ણનમાંથી જ જણાય છે કે આ સિવાય એક ત્રીજો વર્ગ પણ એવો હતો કે જે ‘સઘ’ નહિ પણ કેટલાક કાળ પછી એટલે કે વિદ્યાગ્રહણ કર્યા પછી વિવાહ કરે. આમ ન માનીએ તો ‘સદ્યો’ વિશેષણ નકામું થઈ જાય છે. આમ આપણે ત્યાં પ્રાચીન કાળમાં પણ સ્ત્રીઓમાં ઉપનયન અને વિદ્યાભ્યાસનો વિધિ જોવામાં આવે છે એમ આનંદશંકર સિદ્ધ કરે છે.
મનુએ નોંધ્યું છે કે, પૂર્વકાળમાં કુમારિકાઓને ‘મૌજીબંધન’, (ઉપનયનનો અંગભૂત વિધિ) વેદનું અધ્યાપન તથા સાવિત્રી (ગાયત્રી) મંત્રનો વિધિ હતો. એમાં અધ્યાપન પિતા, પિતૃવ્ય અથવા ભાઈ કરે, પારકો નહિ અને ભિક્ષા માગવાની તે કન્યાએ પોતાના ઘરમાં જ, અત્રે દંડ અને જટા ધારણ ન કરવાં એ પ્રમાણે હતું.
મનુના આ ઉતારામાં સ્ત્રીઓને ઉપનયન અંગે કેટલાક નિષેધ કરવામાં આવ્યા છે. તેને આનંદશંકર લૌકિક ડહાપણ અને સાવચેતીના ભાગરૂપે ગણે છે. તેમના મતે કન્યાએ અત્રે દંડ, જટા ધારણ ન કરવાં એમ સૂચવ્યું છે તેનું કારણ એ છે કે સ્ત્રીઓના જીવનની ભાવના પુરુષ કરતાં ભિન્ન - સૌંદર્યની છે. પૂર્વોક્ત વેષ કદરૂપો લાગવાથી સ્મૃતિકારોએ એનો સ્ત્રીઓને માટે નિષેધ કરેલો છે. ઘરમાં જ ભિક્ષા માગવાનું કારણ સ્ત્રીઓના ગૌરવને ધ્યાનમાં લેતાં અને તે સાથે પુરુષોની દુષ્ટતાના કારણથી એમને અપમાનનો કે ચારિત્ર્યભંગનો પ્રસંગ ન આવે તે માટે બહાર ભિક્ષાએ જવાનો નિષેધ કરવાની જરૂર પડી. તેમજ ઘરમાં જ પિતા વગેરે પાસે અધ્યયન કરવાના સૂચનનું કારણ પણ આ જ છે. પરંતુ આ સાથે એ પણ સિદ્ધ થાય છે કે સ્ત્રીઓને પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org