________________
અન્નપ્રાશન
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૧૭ ક્રિયાઓ રૂપે સ્વીકારે છે. સંસ્કારોની સંખ્યા બાર, સોળ, ચાલીસ એમ જુદી જુદી માનવામાં આવે છે. આનંદશંકર બાર સંસ્કારોને મુખ્ય ગણાવે છે : (૧) ગર્ભાધાન : ગર્ભાવસ્થાના સમયમાં માતાનો સંસ્કાર. (૨) પુંસવન : ગર્ભાવસ્થાના સમયમાં માતાનો સંસ્કાર. (૩) સીમન્તોન્નયન : ગર્ભાવસ્થાના સમયમાં માતાનો સંસ્કાર. આ સંસ્કાર અંગે માતાના
કેશમાં સેંથો પાડવાની ક્રિયા કરવામાં આવે છે-એ ઉપરથી નામ પડ્યું
છે. આ સંસ્કાર પહેલીવારના ગર્ભ વખતે જ કરવામાં આવે છે. જાતકર્મ : જન્મ સમયે બાળકને કરવાનો સંસ્કાર. (૫) નામકરણ : નામ પાડવું તે. દશમે દિવસે માતા નાહી ઊઠે ત્યારે, પિતા-માતાએ
પુત્રનું નામ પાડવું. (૬) નિષ્ક્રમણ : બહાર નીકળવું, ચોથે મહિને બાળકને બહાર કાઢી સૂર્યદર્શન કરાવવું.
: અન્ન ભોજન, છટ્ટ મહિને બાળકને મધ, ઘી અને ભાત એકઠાં કરી
ખવડાવવાં. (૮) ચીડ : ત્રીજે વર્ષે (ગુચ્છા રાખીને) વાળ ઉતરાવવા. (૯) ગોદાન : સોળમે વર્ષે દાઢી-ગુચ્છા સહિત બધા વાળ લેવડાવવા. (૧૦) ઉપનયન : યજ્ઞોપવિત આપવું અને બાળકને ગુરુને ત્યાં ભણવા મોકલવો. (૧૧) સમાવર્તન : વિદ્યા ભણી ઘેર આવવું (૧૧) વિવાહ : પરણવું.
“ઉપનયન” ( ૩૫ + ની ઉપરથી) ગુરુ પાસે લઈ જવું યા ગુરુએ વિદ્યાર્થીને પોતાની પાસે લેવો એવો અર્થ કરવામાં આવે છે. તેને આનંદશંકર વધારે યોગ્ય ગણે છે. આ સંસ્કારથી મનુષ્યમાં જ્ઞાન અને ચારિત્ર્યનો પાયો નંખાય છે. તેથી જ તેને દ્વિજત્વનો સંસ્કાર કહે છે. “દ્વિજ એટલે બીજીવાર જન્મેલો : પહેલીવાર માતાને પેટે જન્મેલો તે, બીજી વાર આ સંસ્કારથી વ્યક્તિ ખરો મનુષ્ય જન્મ ધારણ કરે છે.
ઉપનયન સંસ્કાર પામી ગુરુને ત્યાં બ્રહ્મચર્યના ઉગ્ર નિયમો પાળી ઘરસંસાર માંડવો એના વિધિને “અગ્નિપરિગ્રહ' કહે છે. ઘરમાં પવિત્ર અગ્નિરૂપે પરમાત્મા વાસ કરે છે એમ સમજી પતિ-પત્નીને એકઠાં કરી ગૃહસ્થાશ્રમ ચલાવવો અને એના ધર્મ પાળવા એ પ્રમાણેનું અગ્નિપરિગ્રહ સંસ્કારનું તાત્પર્ય આનંદશંકર પ્રકટ કરી આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org