________________
૨૧૬
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
(૪) પંચમહાયજ્ઞ :
પંચમહાયજ્ઞમાં ગૃહસ્થને ટૂંકમાં એના સર્વધર્મનું નિત્ય સ્મરણ કરાવવામાં આવે છે. (૧) દેવયજ્ઞ : આ વિશ્વમાં પ્રકાશતી પરમાત્માની વિવિધ વિભૂતિરૂપ દેવોનું યજન કરવું. (૨) ભૂતયજ્ઞ : મનુષ્ય સિવાયનાં પ્રાણી ઉપર દયાભાવ રાખીને એમનું પોષણ કરવું. (૩) પિતૃયજ્ઞ સ્વર્ગસ્થ થયેલા માતાપિતાને સંભારીને એમના પ્રત્યે પોતાના હૃદયની ભક્તિ
જાગતી રાખવી તથા પૂર્વજોમાં મૂર્તિમંત થયેલો કુલધર્મ - કુલની ઉચ્ચ ભાવના –
પાળવાની પોતાની ફરજનું નિત્ય સ્મરણ કરવું. (૪) બ્રહ્મયજ્ઞ: પ્રતિદિન વિદ્યાભ્યાસ કરવો અને એ વડે બુદ્ધિને પ્રદીપ્ત કરવી. સ્વાધ્યાય
(પોતાને ભણવાનો વેદ વગેરે વિદ્યા) ભણે છે તે “બ્રહ્મયજ્ઞ'. (૫) મનુષ્યયજ્ઞ : મનુષ્યો ઉપર પ્રેમ રાખી એમનો આદરપૂર્વક સત્કાર કરવો.
આ પાંચ પ્રકારના મહાયજ્ઞોમાં વ્યક્ત થતાં કર્તવ્યો નિત્ય કરવાં, તથા એ જ પરમાત્માનું ઉત્તમ યજન છે એમ એમાં ધર્મબુદ્ધિ રાખવી, એવો દરેક ગૃહસ્થને હિંદુધર્મશાસ્ત્રોનો આદેશ છે. અશ્વમેધાદિક કરતાં પણ આ કર્તવ્યો અધિક છે એમ બતાવવા માટે જ એને “મહાયજ્ઞ'નું માનવંતુ નામ આપવામાં આવ્યું છે. આ પંચમહાયજ્ઞને આનંદશંકર હિંદુવેદધર્મના પાંચ સ્તંભરૂપ ગણાવે છે. (૫) સંસ્કાર :
સંસ્કારો તે જીવનને ગર્ભથી મરણ પર્યત પવિત્ર કરનાર ધાર્મિક ક્રિયાઓ છે. પંચમહાયજ્ઞ ઉપરાંત ગૃહ્યસૂત્રનો બીજો મુખ્ય વિષય આનંદશંકરના મતે “સંસ્કાર” છે. “સંસ્કાર શબ્દ પ્રાચીન વૈદિક સાહિત્યમાં મળતો નથી. તેના વિવિધ અર્થો કરવામાં આવ્યા છે. “સંસ્કાર (સ + $ ઉપરથી) એટલે સારું કરવાની ક્રિયા એવો અર્થ સ્પષ્ટ કરી આનંદશંકર હિંદુધર્મમાં તેનું સ્થાન અને મહત્ત્વ સમજાવતાં કહે છે :
“મનુષ્યના પ્રકૃતિ સિદ્ધ પ્રાકૃત – પશુપંખીના જેવા જીવનને સુધારીને સારું સંસ્કારી કરવા માટે હિંદુધર્મશાસ્ત્ર કેટલીક ક્રિયાઓ યોજી છે. એને “સંસ્કાર' કહે છે. બાળક માતાના ગર્ભમાં મુકાય ત્યાંથી માંડીને સંસ્કારનો આરંભ થાય છે, અને તે મરણપર્યત પહોંચે છે. એનો ઉદેશ મનુષ્યને એના જીવનની પવિત્રતા સમજાવી તથા એ પવિત્રતાનું સદા સ્મરણ રખાવવું એ છે.” (ધર્મવિચાર-૨, પૃ.૮૨)
આ રીતે સંસ્કારોને આનંદશંકર મનુષ્યને વધુ ઉચ્ચ જીવન જીવતો કરનાર ધાર્મિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org