________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૧૫
ગૃહ્યસૂત્રના મુખ્ય પાંચ વિષયો આનંદશંકર ગણાવે છે : (૧) પાકયજ્ઞ (૨) વર્ષમાં જુદે જુદે વખતે કરવાના ઋતુઓના યજ્ઞ (૩) શ્રાદ્ધ (૪) પંચમહાયજ્ઞ (૫) સંસ્કાર પાકયજ્ઞ :
પાક્યજ્ઞમાં ઘરમાં અન રાંધીને અગ્નિ દ્વારા પરમાત્માને આહુતિ આપવાની ક્રિયા છે. ટીકાકારો “ એટલે અલ્પ, નાના અથવા તો પ્રશસ્ત યજ્ઞ એવો અર્થ કરે છે. તો કેટલાક પક્ષ' એટલે રાંધવું એવો અર્થ કરે છે. આનંદશંકર આ બીજા અર્થને વધારે સ્વાભાવિક ગણાવે છે. (૨) ઋતુઓના યજ્ઞ :
વર્ષના જુદા જુદા વખતે કરવાના ઋતુઓના યજ્ઞ - જે જાતે જ ધાર્મિક ઉત્સવ હતા અને તેમાંથી જ જતે દહાડે હિંદુઓના વિવિધ ઉત્સવો અને તહેવારો ઉત્પન્ન થયેલા છે એમ આનંદશંકર માને છે. (૩) શ્રાદ્ધ :
શ્રાદ્ધ ગત પિતૃઓનું સ્મરણ કરી એમના પ્રત્યે ભક્તિ જાગતી રાખવાની ક્રિયા છે. શ્રાદ્ધ ક્રિયાનું તાત્પર્ય સમજાવતાં આનંદશંકર કહે છે : (૧) “શ્રાદ્ધ જે શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય છે - પર જીવન છે અને આપણાં વહાલાં
સગાંસંબંધીઓ દેખાતાં બંધ થયાં એટલે લુપ્ત થઈ જતાં નથી પણ પર જીવનમાં
રહે છે એવી જે શ્રદ્ધામાંથી ઉત્પન્ન થાય છે - એ શ્રદ્ધા જ એનું ખરું તત્ત્વ છે.” (૨) શ્રાદ્ધની ક્રિયા આનંદ આનંદથી જ ભરપૂર છે ? જીવ મૃત્યુ પામ્યો એટલે કુટુંબથી
વિખૂટો પડી ગયો છે એવી શોકની સમજણ જ એમાં નથી. એ જીવ હંમેશાં પાછળનાંની સાથે, એમની વચમાં જ વસે છે. કુટુંબના સુખ-દુઃખના પ્રસંગોમાં એ ભાગ લે છે. છતાં એ એક ભૂતપ્રેત તરીકે નહીં પણ દેવરૂપે – એવી શ્રદ્ધા છે.” (ધર્મવિચાર -૧, પૃ.૫૯૮)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org