________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ દર્શન અને ચિંતન
અંગ્રેજી કેળવણીને લીધે પશ્ચિમી સંસ્કૃતિના સંપર્કમાં આવેલા આપણા યુવાનોની ગુજરાતમાં નર્મદે નેતાગીરી લીધી હતી. યુવાનવયે નર્મદ હિંદુધર્મ સામે પડકાર કર્યો, પણ નર્મદનો આ જુસ્સો લાંબો સમય ક્યો નહિ. ઉત્તરાવસ્થામાં નર્મદ સનાતની બને છે. નર્મદના અધૂરા રહેલા કાર્યને મણિલાલ સંભાળે છે. ધર્મ, નીતિ અથવા સુધારાના તત્ત્વ વિષેનો નિર્ણય કર્યા વિના મારી જિંદગી સુખમાં કે નિશ્ચિત માર્ગે જવાની નથી એમ મણિલાલનો દઢ આગ્રહ હતો. વેદાંતના સર્વાત્મવાદના સિદ્ધાંતમાં મણિલાલની શ્રદ્ધા દેઢ થઈ હતી. ધર્મ સંબંધી નિશ્ચય વિના નીતિની રચના ન થઈ શકે. ધર્મવિહીન નીતિ કૃત્રિમ છે કે મનુષ્યને માત્ર ઉપયોગી યંત્ર બનાવે છે એવો મણિલાલનો નિર્ણય હતો. આનંદશંકર મણિલાલના આ નીતિ સિદ્ધાંતનો સાર કરતાં લખે છે : “ધર્મ એ મનુષ્યના આત્માનું ઊંડું રહસ્ય છે અને એના ઉપર એની સર્વ પ્રવૃત્તિનો આધાર છે. ધર્મ સારો તો પ્રવૃત્તિ સારી, એટલે પ્રવૃત્તિ સિદ્ધ કરવા માટે અને તે દ્વારા જનમંડળમાં ગૃહ-રાજય વગેરે સર્વ અંગોને આરોગ્ય અને બળ અર્પવા માટે ધર્મની પરિશુદ્ધિ કરવાની જરૂર છે. આ પરિશુદ્ધિનું મુખ્ય સાધન પ્રાચીન આર્યાવર્તમાં પ્રવર્તતી અદ્વૈતની ભાવના છે, આ અદ્વૈતભાવના જે “વેદાંત' નામે ઓળખાય છે, તે કેવળ શુષ્ક તર્કજાળ' રૂપ ન રહેતાં પ્રેમ (Love) અને કર્તવ્ય (Duty) ના મનોહર સ્તંભ ઉપર રચાયેલી ઈમારત છે” (સાહિત્યવિચાર, પૃ. ૨૦૧) આજ સંદર્ભમાં મણિલાલના ચિંતનનો ઉદ્દેશ સમજાવતાં આનંદશંકર લખે છે : “તેમના સર્વ ચિંતનનો ઉદ્દેશ એક છે-અભેદાનુભવ. ધર્મમાં, નીતિમાં, ગૃહમાં, કાવ્યમાં અભેદાનુભવને અનુકૂળ તે સારું, પ્રતિકૂળ તે ખોટું.” (સાહિત્યવિચાર, પૃ.૪૯૮) આ અભેદાનુભવની દષ્ટિએ મણિલાલે આપણા સઘળા પ્રશ્નોને સૌ પ્રથમ દાર્શનિક દૃષ્ટિથી તપાસ્યા છે. આપણા ધર્મમાનસને અનુકૂળ હોય તે રીતે કામ કરવાની એક નવી પ્રણાલિકા અનુસાર જે કંઈ પ્રશ્નો ઊભા થયા એનું ચિંતનાત્મક, મનનાત્મક કે દાર્શનિક રૂપ આપણે મણિલાલમાં જોઈએ છીએ. (ધર્મવિચાર-૨, પૃ.૪૦૫)
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવે મણિલાલનું આ કાર્ય યથાર્થ રીતે આગળ ચલાવ્યું છે. પંડિત અને વિચારક તરીકે આનંદશંકરને મણિલાલના અનુજ ગણવામાં આવે છે. ગોવર્ધનરામના દર્શનનું પ્રેરક તત્ત્વ કલા હતું. મણિલાલમાં વેદાંત હતું તો આનંદશંકરના ચિંતનમાં એ તત્ત્વ કેળવણીનું હતું. પંડિતયુગમાં ગોવર્ધનરામનું ચિંતન પ્રધાનરૂપે સર્જનાત્મક સાહિત્યમાં અવતર્યું છે, તો મણિલાલે અદ્વૈતનો પક્ષપાત કર્યો. ગોવર્ધનરામ અને મણિલાલનો હેતુ સમાન હોવા છતાં વિચારવાહન ભિન્ન હોવાથી ગોવર્ધનરામનું સ્થાન અલગ રહે છે. તેથી આનંદશંકરને મણિલાલના ઉત્તરાધિકારી ગણી શકાય. (દાર્શનિક પ્રવાહો, પૃ.૨૧૦)
જો કે નર્મદે મણિલાલને સોંપ્યું હતું તેમ, મણિલાલે પોતાનું અધૂરું રહેલું કાર્ય આનંદશંકરને અથવા અન્ય કોઈ સમાનધર્માને પ્રત્યક્ષ સોંપ્યાનું જાણવા મળ્યું નથી. તેમ છતાં એટલું તો ચોક્કસ છે કે પોતાના “જયેષ્ઠ વિદ્યાબંધુ' કહીને આનંદશંકરે મણિલાલની નીતિને સુદર્શન'માં લેખો લખીને અનુમોદી હતી. મણિલાલના મૃત્યુ બાદ “સુદર્શન'નું તંત્રીપદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org