________________
આનંદશંકરના ચિંતનનો સંદર્ભ
થઈ જાય છે એમ પણ એમણે સૂચન કર્યું છે. એમણે સાચા બ્રાહ્મણજીવનનો મહિમા કરવા સાથે વર્તમાન સમયમાં એ વર્ણની થયેલી અવનતિની પણ ખાસ ચર્ચા કરી છે.
પશ્ચિમના પ્રભાવ હેઠળ જે સામાજિક સુધારાનો પ્રવાહ ચાલ્યો એનો એક મુદ્દો હતો વર્ણવ્યવસ્થા અને જ્ઞાતિબંધનના ત્યાગનો. મણિલાલ ચાતુર્વર્યના સમર્થક રહ્યા છે. એમાં અસ્પૃશ્યતાનું પણ સમર્થન આવી જાય. પરંતુ મણિલાલના જીવનકાળમાં અસ્પૃશ્યતાનો પ્રશ્ન આગળ આવ્યો નહોતો. આનંદશંકરને આ પ્રશ્નનો મુકાબલો કરવાનો આવ્યો. એમણે અસ્પૃશ્યતા અંગેના શાસ્ત્રોક્ત આધારો ચકાસી આપ્યા અને એમાં અસ્પૃશ્યતાનું સમર્થન નથી એવું તાત્પર્ય કાઢ્યું.
પંડિત યુગ દરમ્યાન પૂર્વ અને પશ્ચિમના આ મૂલ્ય સંઘર્ષમાં કોઈપણ એક પક્ષે રહેવું જો કે અયોગ્ય હતું. પ્રાચીનમાર્ગી, પરંપરાવાદી વિચારો નવા વિચારો સામે અપ્રસ્તુત ઠરતા હતા. તો વળી કેવળ પરદેશી જણાતી નવી વિચારણાનો પણ સંપૂર્ણ સ્વીકાર શક્ય નહોતો. આ સંજોગોમાં સાચો માર્ગ “સંસ્કારસમન્વય”નો હતો. આનંદશંકરમાં આ સમન્વય દષ્ટિનું પ્રવર્તન જોવા મળે છે. આ રીતે પંડિત યુગમાં આનંદશંકરને એક સમન્વયકારી વિચારક તરીકે પ્રમાણી શકાય છે. આમ છતાં આનંદશંકરના સમગ્ર સર્જન કાર્યનો ઝોક જોતાં, તેમને પુનરુત્થાનવાદી પરંપરામાં જ મૂકી શકાય. આખરે તો આનંદશંકરે પણ મણિલાલની વિચારધારાને જ પુરસ્કારી છે. મણિલાલનો પક્ષ કરતાં આનંદશંકરે કહ્યું છે કે “મણિલાલને સુધારાના વિરોધી ગણવામાં આવ્યા તે ઘણું ખોટું થયું છે. (વ્યાપન, પૃ.૨૫) તાત્પર્ય કે મણિલાલ સુધારાના વિરોધી ન હતા એમ આનંદશંકરનો મત છે. પુનરુત્થાનવાદી વિચારધારાનું મૂલ્યાંકન કરતાં શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી નોંધે છે કે, “લોક અને દેશની વ્યક્તિ અને આખા મંડલની પ્રકૃતિ અને ઐતિહાસિક ભાવના ઉપર સંપૂર્ણ લક્ષ જેવું પુનરુત્થાનવાદીઓમાં જોવા મળે છે તેવું “સુધારાવાળાઓમાં નથી. મણિલાલ, ગોવર્ધનરામ, આનંદશંકર, બ.ક.ઠાકોર આદિની વિચારણાનું આ વિશિષ્ટ લક્ષણ છે”. (અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, પૃ.૧૩૪) શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની આ વાત ઘણી સાચી જણાય છે. તેમ છતાં અહીં એ પણ નોંધવું જોઈએ કે આખા મંડલની પ્રકૃતિ અને ઐતિહાસિક ભાવના તરફ ક્યાં કેટલું લક્ષ આપવું એ વિષે આ સાક્ષરોમાં વિવિધ મતભેદો પણ હતા.
દેખીતું છે કે કોઈપણ યુગના જીવનદર્શનને-તેના આચારવિચારના ધોરણોને અલગ રૂપમાં, નિરપેક્ષપણે ન સમજી શકાય. આગળ પાછળની અવસ્થિતિના સંદર્ભમાં જ, તેમની સાથે તુલના કરીને જ તે સમજી શકાય.” (ભારતીય સંસ્કાર પરંપરા અને આપણો વર્તમાન, પૃ.૩) એ ન્યાયે આનંદશંકરના પંડિત યુગમાંના સ્થાનને તપાસતાં તેમનાં ચિંતનને નર્મદ, ગોવર્ધનરામ, મણિલાલ, નરસિંહરાવ, રમણભાઈ વગેરેના ચિંતન સંદર્ભે જ મૂલવવું પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org