________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
અને આ સમાન ઈષ્ટ ધ્યેય સિદ્ધ કરવામાં આપણા વિચારકોએ શક્તિ અનુસાર કર્તવ્ય કર્યું છે.” (અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, પૃ. ૧૨૩)
પંડિતયુગનો જીવનવિચાર આ રીતે ધમકેન્દ્રી રહ્યો છે. ધર્મકેન્દ્રી એ અર્થમાં કે પંડિત યુગને જીવનસુધારણાની ગુરુચાવી ધર્મશ્રદ્ધામાં હોવાનું જણાયું અને તેથી ધર્મનિર્ણયની આવશ્યકતા એણે સૌથી પહેલી અનુભવી. પંડિતયુગની ધર્મચર્ચાનો એક મુખ્ય દોર અદ્વૈત વેદાંતની પ્રતિષ્ઠા અને તેના પ્રતિકારનો છે. વેદાંતમત વિષે એ સમયમાં વ્યાપક આક્ષેપ હતો કે વેદાંતમાં આત્માને અલિપ્ત ગણવામાં આવે છે, અને એમાં પાપી પણ પોતાના પાપનો બચાવ કરી શકે છે. એટલે કે વેદાંતમતમાંથી નૈતિક આચરણની પ્રેરણા મળતી નથી. આવા આક્ષેપોને અનુસરી ગુજરાતમાં રમણભાઈ, નરસિંહરાવ અને કાંતે વેદાંતનો પ્રબળ વિરોધ કર્યો. “વેદાંતનો તિરસ્કાર એ રમણભાઈ, નરસિંહરાવ અને કાંતને જોડતો એક સમાન અંકોડો છે.” (અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, પૃ.૯૧)
સુધારક યુગમાં પાશ્ચાત્ય અને ભારતીય સંસ્કારોનો જે સંઘાત થયો તે પંડિત યુગમાં તીવ્ર સંઘર્ષની કોટિએ પહોંચે છે. એક વ્યાપક દૃષ્ટિબિંદુ એવું હતું કે પાશ્ચાત્ય સંસ્કૃતિ ઐહિક અને ભૌતિક સુખવાદી ને સ્વાર્થલક્ષી છે, ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિક અને કલ્યાણલક્ષી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના ભૈતિકવાદની વિનાશકતાની નોંધ લઈ મણિલાલે તેની ઉગ્ર આલોચના કરી છે. આમ છતાં ખરી વસ્તુસ્થિતિ એ હતી કે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવના ઘણા વિધેયાત્મક અંશો હતા. તેની અવગણના કે અસ્વીકાર ન જ થઈ શકે. અંગ્રેજી રાજ્યમાં પરરાજયના ઘણા દોષો છે એમ જાણવા છતાં સામાન્ય રીતે પંડિત યુગના સાક્ષરો એના સમર્થક રહ્યા છે. એમાં ઈશ્વરીય સંકેત જોયો છે. અને અંગ્રેજી રાજ્ય સામેના ગાંધીયુગના આંદોલન સાથે એ ભાગ્યે જ સંમત થઈ શક્યા છે. આનંદશંકર પણ યુરોપીય સંસ્કૃતિની ઐહિકતાના ટીકાકાર છે, પણ એ સંસ્કૃતિ ને એની કેળવણી જેવી સંસ્થાઓથી થયેલા લાભનો એ સ્વીકાર કરે છે. એટલું જ નહિ, આગળ જતાં પોતાના જીવનવિચારમાં એ પાશ્ચાત્ય સંસ્કૃતિએ પ્રેરેલી ઘણી મૂલ્ય વિભાવનાઓનો વિશાળ દૃષ્ટિએ સમાસ કરતા જાય છે. રાષ્ટ્રીયતાનો ખ્યાલ એ અંગ્રેજી સંસ્કૃતિની દેણ હતી આ સંદર્ભમાં આનંદશંકર સાચો જ સવાલ કરે છે કે બ્રિટિશ રાજયના આગમન પહેલાં દેશનું ભવિષ્ય” એ વિચાર પણ કોઈને સૂઝતો હતો ? (વ્યાપન, પૃ.૧૪)
અંગ્રેજી કેળવણીને પરિણામે આપણા સર્વ વિચારકો નવી દષ્ટિએ વિચારતા થયા. તેમનામાં ભારતીય જીવન પ્રત્યે ચિકિત્સાત્મક વલણ જોવા મળે છે. પરિણામે મણિલાલ સિવાયના લગભગ બધા પંડિત યુગના ચિંતકોએ ભારતીય સંસ્કૃતિમાં કેટલાક અનિષ્ટ અંશો હોવાનું કે કેટલાક અંશો અપ્રસ્તુત બની ગયા હોવાનું સ્વીકાર્યું છે. આનંદશંકરે ઐતિહાસિક પદ્ધતિએ ઘણા સંસ્કારોનું સ્વારસ્ય પ્રગટ કર્યું પણ એ સાથે જ વર્તમાન જીવનમાં એની સાર્થક્તા રહેતી નથી કે ઘણી મર્યાદિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org