________________
આનંદશંકરના ચિંતનનો સંદર્ભ
ગુજરાતમાં નર્મદાશંકર (ઈ.સ.૧૮૩૩ થી ૧૮૮૬)થી શરૂ થયેલું સંસ્કૃતિચિંતન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં તેની પૂર્ણતાને પામે છે. અંગ્રેજી કેળવણીથી પ્રભાવિત થઈ આપણા દેશમાં જે જનઆંદોલનો ચાલ્યાં તેની અસર ગુજરાતમાં પણ વ્યાપકપણે થઈ સુધારાવાદીઓ અને પુનરુત્થાનવાદી વિચારધારાઓના પ્રમુખ પ્રચારકો ગુજરાતમાં પણ તે અરસામાં થઈ ગયા. ગુજરાતમાં પૂર્વનર્મદ, કરસનદાસ, ભોળાનાથ, મહિપતરામ, રમણભાઈ, નરસિંહરાવ અને મણિશંકર ભટ્ટ 'કાન્ત) એ બધા પંડિતયુગના ચિંતકો ઉપર પશ્ચિમના વિચારની ઘણી અસર જોઈ શકાય છે. આ બધા ચિંતકો ગુજરાતમાં સુધારાવાદીઓ કહેવાયા. પરંતુ શ્રી રા.વિ. પાઠક લખે છે તેમ સુધારાવાદીઓનું આખું આંદોલન એક રીતે પરદેશ અને પરસંસ્કૃતિના અનુકરણ સમાન હતું. બ્રહ્મોસમાજ અને પ્રાર્થનાસમાજ આ રીતે પરસંસ્કૃતિના અનુકરણ સમાન હોઈ વ્યાપક સ્વીકાર પામી શક્યા નહીં. તેના પ્રતિ આંદોલનમાં આપણે ત્યાં ધર્મમાનસને અનુકૂળ રીતે સમાજ સુધારાની એક નવી પ્રણાલિકા શરૂ થઈ. ગુજરાતમાં આ પંરપરાના પ્રમુખ પ્રતિનિધિઓ ગોવર્ધનરામ, મણિલાલ અને આનંદશંકર છે. પંડિતયુગના આ બધા ચિંતકો ગુજરાતમાં પુનરુત્થાનવાદીઓ કહેવાયા. આ વર્ગ હિંદુધર્મમાં પ્રવેશેલા વહેમોનો નાશ ઈચ્છતો હતો. નીતિરીતિમાં ધીમે ધીમે સુધારો થાય એમ ઈચ્છતો હતો પણ તેને હિંદુ સંસ્કૃતિનો પરાભવ નહોતો જોઈતો, પુનરુત્થાન જોઈતું હતું. (અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, પૃ.૧૦૨)
સુધારાવાદીઓ અને પુનરુત્થાનવાદીઓ સમક્ષ ખરો પ્રશ્ન એ હતો કે ઘટપટમાં રાચતી જડ ફિલસૂફીને જીવંત કેમ રાખવી ? અર્થાત્ તર્કબાજી મટાડી સાચી સમજણ રૂપે એને શી રીતે વિસ્તારવી? બીજો પણ પ્રશ્ન એને મળતો જ હતો કે વિચાર સંગતિમાંથી નિષ્પન્ન થતો ધર્મ અર્વાચીન જીવનની જરૂરિયાતોને સુસંગત કે અવિરુદ્ધ કેમ કરવો? “દેશે તરવું હોય તો તેનો ધર્મ અને તેની ફિલસૂફી જીવન અભિમુખ ન હોય તો જીવન અભિમુખ કરવાં પડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org