________________
૨૧૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
“મૃતિ' એ શ્રુતિના સ્મરણરૂપ છે. એ સિદ્ધાંત હિંદુશાસ્ત્રમાં એવી દઢતાથી મનાય છે કે જે સ્મૃતિવચનનો આધાર અત્યારે શ્રુતિમાં ન મળતો હોય તે પણ વસ્તુતઃ કોઈ શ્રુતિ પર જ રચાયેલ છે પણ શ્રુતિઓની કેટલીક શાખાઓ લુપ્ત થતાં અત્યારે એ શ્રુતિ ઉપલબ્ધ થતી નથી એમ કલ્પના કરવામાં આવે છે. આમ છતાં જે સ્મૃતિનું વચન શ્રુતિની સ્પષ્ટ વિરુદ્ધ હોય તેને તો અપ્રમાણ જ ગણવામાં આવે છે. પરંતુ આ કલ્પનાથી કંઈક જુદી રીતની કલ્પના આ વિષય અંગે આનંદશંકર કરે છે. તે મુજબ, સ્મૃતિઓમાં કેટલાક એવા આચારવિચારનો ઉલ્લેખ જોવામાં આવે છે કે જેનો શ્રુતિમાં દૂર દૂરનો આધાર પણ મળતો નથી અને અત્યારે ઉપલબ્ધ હૃતિઓની જુદી જુદી શાખાઓના ગ્રંથો સરખાવવાથી એ સ્પષ્ટ થાય છે કે આ બધી કૃતિઓના પ્રતિપાદ્ય વિષયમાં ઘણે ભાગે એકતા જોવા મળે છે, તેથી એવું અનુમાન કરવું યોગ્ય નથી કે લુપ્ત થયેલી શાખાઓમાં ઉપર કહ્યા તેવા આચારવિચાર હશે. તેવી જ રીતે તે આચારવિચાર સ્મૃતિકાળમાં પહેલાવહેલા જ ઉત્પન્ન થયા એમ કહેવું એ પણ વાજબી નથી કારણકે એના ઉપર પ્રાચીનતાની સ્પષ્ટ છાપ જોવા મળે છે. આ બંને મતોને ધ્યાનમાં લઈ વધારે સંભવિત ખુલાસો આપતાં આનંદશંકર કહે છે : “શ્રુતિમાં જે આચારવિચારનો સંગ્રહ થયો છે તે ઉપરાંત બીજા ઘણા આચારવિચારો પૂર્વકાળમાં હતા, જે વંશપરંપરા સંપ્રદાયથી ઋતિકારોને જણાયેલા હોઈ, સ્કૃતિમાં સ્મરણરૂપે દાખલ થયા છે.” (ધર્મવિચાર ૨, પૃ. ૬૫)
પોતાના આ મતની પુષ્ટિ માટે આનંદશંકરે આધારો આપ્યા છે. જેમ કે, શ્રૌતયજ્ઞોના વિધિ શ્રુતિમાંથી મળે છે પણ તે ઉપરાંત બીજા ઘણા આચારવિચારો તે વખતે પ્રચલિત હતા, જે સ્મૃતિઓમાં પહેલા વહેલા નોંધાયા. તેથી જ તે “મૃતિયજ્ઞ”, “સ્માર્તસંસ્કાર', “સ્માર્તવિધિ', વગેરે નામોથી પ્રસિદ્ધ થયા છે. વારસા વગેરે ઘણી બાબતોના કુલાચાર અને દેશાચાર લોકોમાં પરંપરાગત રીતે ચાલ્યા આવતા હતા કે, જેને ગ્રંથાકારે મૂકવાની જે તે સમયમાં કોઈ આવશ્યકતા ન જણાયેલી, પરંતુ આર્યલોકોની જેમ જેમ હિંદુસ્તાનમાં અસર વધતી થઈ અને વિવિધ પ્રાંતો એકતા પામતા ગયા, તેમ તેમ એ સાંપ્રદાયિક રિવાજોને ગ્રંથાકારે મૂકવાની જરૂર પડી હશે, પરંતુ આ રિવાજો શ્રુતિમાંથી પ્રાપ્ત થયેલા નહિ, પણ સ્મરણમાંથી પ્રાપ્ત થયેલા છે. તેથી તે “મૃતિ' ગ્રંથો તરીકે ઓળખાયા છે. “મૃતિ' એ નામની પ્રથમ આ રીતે શરૂઆત થઈ હશે એમ આનંદશંકર માને છે. પછીના સમયમાં શ્રુતિમાં ન હોય અને રૂઢિમાં પણ ન હોય એવા નવા આચારવિચારો ઉત્પન્ન થતા ગયા તે પણ આનંદશંકરના કહેવા અનુસાર સ્મૃતિઓમાં દાખલ થતા ચાલ્યા છે. જો કે કુલાચાર અને દેશાચારના પણ ઋષિઓ હશે અને એમની પણ કેટલીક કૃતિઓ હશે, જે ઉપલબ્ધ કૃતિસંગ્રહમાં દાખલ થઈ નથી. એટલા પૂરતું છેવટે આનંદશંકર ધ્રુતિનો આધાર કલ્પવાનું પણ સમર્થન કરે છે. આમ, શ્રુતિના સંગ્રહિત આચાર વિચારો સિવાય પણ બીજા તે કાળના આચાર વિચારો સ્મૃતિમાં સ્મરણરૂપે દાખલ થઈ ગયા હોવાની સંભાવના અંગેનો આનંદશંકરનો મત યથાર્થ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org