________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૧૧
(૭) એ નેતિ’, ‘નેતિ', અર્થાત “એમ નહિ ‘એમ નહિ એવા શબ્દોથી જ કથાય
છે, છતાં એ નિષેધરૂપ, - શૂન્ય - ખાલી નથી, એ અનંત સતરૂપ, અનંત ચિત્તરૂપ, અનંત આનંદરૂપ તત્ત્વ છે. એ પરમાત્માનો સાક્ષાત્કાર (પ્રત્યક્ષ અનુભવ) - મન, ઈન્દ્રિયો વગેરે વશ કરીને, સદાચારથી ચાલીને, એનો અનુગ્રહ પ્રાપ્ત કરીને એનું યર્થાથ (સત્ય) જ્ઞાન મેળવીને
થઈ શકે છે. (૯) તે માટે ઉપનિષદ વગેરે એના જ્ઞાન સંબંધી ગ્રંથનું શ્રવણ કરવું, શ્રવણ કરીને તે ઉપર
મનન કરવું અને છેવટનો નિર્ણય બાંધીને ધ્યાન કરવું. (૧૦) જે આ જ્ઞાન પ્રાપ્ત કરીને જાય તે “બ્રાહ્મણ' અને પ્રાપ્ત કર્યા વગર જાય તે “કૃપણ' (દયા
ખાવા જેવો) સમજવો. (૧૧) મનુષ્યની કર્મ પ્રમાણે ગતિ થાય છે : પુણ્યકર્મથી એ પુણ્યશાળી થાય છે, અને
પાપકર્મથી પાપરૂપ થાય છે. સપુરુષ માટે પણ મરણ પછી બે માર્ગ છે – જેમાંનો એક ચંદ્રલોકમાં અને બીજો બ્રહ્મલોકમાં જાય છે – તેમાંનો પહેલો માર્ગ તે ધૂમમાર્ગ કહેવાય છે, કારણકે તે યજ્ઞયાગનો માર્ગ છે અને બીજો માર્ગ “અચિમાર્ગ' યાને પ્રકાશનો માર્ગ કહેવાય છે, કારણકે તે જ્ઞાનનો માર્ગ છે. જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે તેને માટે મરણ નથી, એને જન્મજન્માંતરનો ફેરો નથી.
(૨) સંસ્કૃત યુગની ધર્મભાવના શ્રુતિ-સ્મૃતિઃ
ભારતીય પરંપરામાં “ધર્મ' શબ્દ કોઈ સંપ્રદાય વિશેષનો ઘાતક નથી પણ જીવનની આચારસંહિતા રૂપે છે. જે મનુષ્યને તેના લક્ષ્ય સુધી પહોંચવા માટે યોગ્ય બનાવે છે. (ધર્મશાસ્ત્ર I તિરસ - પ્રથમ વંડ પૃ.૧૦૨) આ દૃષ્ટિકોણને આધારે હિંદુશાસ્ત્રના બે વિભાગો છે : “શ્રુતિ' અને “મૃતિ'. સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ એટલા વૈદિકકાળના ગ્રંથો તે “શ્રુતિ” ગણાય છે. વેદ પછી વેદના જ્ઞાનને વધારે સુલભ, સુશ્લિષ્ટ અને બુદ્ધિગમ્ય બને એવું કરવા માટે જે ગ્રંથો રચાયા તે મૃતિગ્રંથો કહેવાય છે. એ સર્વ સ્વતંત્ર ગ્રંથો નથી, પણ પ્રાચીન વૈદિકજ્ઞાનના સ્મરણમાંથી ઉત્પન્ન થયા છે અને તેથી એ સર્વ “સ્મૃતિ' ને નામે ઓળખાય છે. સ્કૃતિકાળને આનંદશંકર સંસ્કૃત યુગ તરીકે ઓળખાવે છે. કારણકે તેની ભાષા સંસ્કૃત છે. ઈ.સ. પૂર્વે ૧૦૦૦-૮૦૦ થી ઈ.સ. ૧૦૦૦ સુધીના સમયને આનંદશંકર સંસ્કૃતયુગમાં જ વર્ગીકૃત કરે છે. તે સમય દરમ્યાન હિંદુસ્તાનનું ધાર્મિક જીવન કેવું હતું તે અંગે સર્વગ્રાહી દૃષ્ટિથી આનંદશંકરે અવલોકન કર્યું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org