________________
૨૧૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ઉપનિષદના વિષય પ્રમાણે વિભાગ કરી આનંદશંકર તેને ચાર ભાગમાં વહેંચે છે :
(૧) જ્ઞાનપ્રધાન ઉપનિષદ (૨) યોગની ક્રિયાઓ બતાવનાર ઉપનિષદ (૩) વૈરાગ્ય (સંન્યાસ) પ્રધાન ઉપનિષદ
(૪) ભક્તિપ્રધાન ઉપનિષદ પ્રા. ડોઈસન કાલિકક્રમ પ્રમાણે ઉપનિષદના ચાર વર્ગ પાડે છે. તે આનંદશંકર માન્ય રાખે છે : (૧) પ્રાચીન ગદ્ય – બૃહદારણ્યક અને છાંદોગ્ય, તૈત્તિરિય, ઐતરેય, કૌષીતકિ અને કેન. (૨) પદ્ય ઉપનિષદ - કઠ, ઈશાવાસ્ય, શ્વેતાશ્વેતર, મૂંડક અને મહાનારાયણ
પાછળનાં ગદ્ય – પ્રશ્ન, મૈત્રાયણીય અને માંડૂક્ય ઉપનિષદ (૪) પાછળનાં અર્થવ ઉપનિષદ - ગર્ભ, પ્રાણાગ્નિહોત્ર, ક્ષુરિકા, નાદબિન્દુ-બ્રહ્મબિન્દુ,
અમૃતબિંદુ, કૈવલ્ય, સંન્યાસ, પરમહંસજાબાલ, અથર્વશિરસ, કાલાગ્નિદ્ર, નારાયણ, નૃસિંહતાપનીય, રામતાપનીય વગેરે.
આ સર્વ ઉપનિષદોમાં સૌથી પ્રાચીન ઉપનિષદ જ્ઞાનને લગતા છે. તેનો ટૂંકમાં સાર આનંદશંકર નીચે પ્રમાણે તારવી આપે છે : (ધર્મવિચાર - ૨, પૃ. પર-પ૩) (૧) જીવ એ પંચમહાભૂતના બનેલા જડપદાર્થોથી ભિન્ન છે. (૨) એ જડ પદાર્થો - સજીવ અને નિર્જીવ - પરમાત્મામાંથી ઉત્પન્ન થયા છે, પરમાત્મા થકી
ટકી રહ્યા છે અને અંતે પરમાત્મામાં ભળે છે. (૩) પરમાત્મા પિંડમાં અને બ્રહ્માંડમાં વસેલો છે - જગતનો અને જીવનો અંતર્યામી છે. (૪) જીવાત્મા અને પરમાત્માનો સંબંધ બહુ ગાઢ અને નિકટ છે. એક અજ્ઞ છે, બીજો સર્વજ્ઞ
છે એ ખરું, પણ વસ્તુતઃ વિચાર કરતાં બંને એક જ તત્ત્વ છે. જીવ પરમાત્મામાંથી જ
નીકળ્યો છે, એનો સખા છે, એનું જ સ્વરૂપ છે, એ પોતે જ છે. (૫) એ પરમાત્માને ઉપનિષદ, બ્રહ્મ’, ‘પુરુષ', “આત્મા', એવા શબ્દોથી વ્યવહારે છે.
કારણકે, એ વૃદ્ધિ, વિશાળતા અને યજનનું તત્ત્વ છે, સર્વત્ર શાંતિથી વસેલું સભરભર્યું
તત્ત્વ છે, પોતાપણાનું તત્ત્વ છે. (૬) એ મન, વાણી અને ઈન્દ્રિયોથી પર છે. જે કહે છે કે મેં એને જાણ્યું છે કે એને
જાણતો નથી, છતાં એ નથી એમ જે કહે છે તે પોતે જ નથી થાય છે.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org