________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૦૯
સંહિતા અને બ્રાહ્મણમાં ગર્ભિત રૂપે રહેલું તત્ત્વજ્ઞાન આરણ્યક અને ઉપનિષદમાં પ્રત્યક્ષ જોવા મળે છે. આનંદશંકર કહે છે સંહિતા અને બ્રાહ્મણભાગમાં છૂપાયેલું “તત્ત્વજ્ઞાન આરણ્યકમાં ચાલવા માંડી ઉપનિષદમાં પરાકાષ્ઠાએ પહોંચે છે.” (ધર્મવિચાર – ૨, પૃ. ૫૦)
આરણ્યકને આનંદશંકર બ્રાહ્મણ અને ઉપનિષદ વચ્ચેની કડીરૂપ માને છે. સામાન્ય સંસારવ્યવહાર છોડી અરણ્યમાં જઈ ધર્મપરાયણ જીવન ગાળનાર - અને ધર્મ અંગે, પરમાત્માના સ્વરૂપ વિશે ચિંતન કરનાર ઋષિઓના રચેલા આ ગ્રંથો છે. એ ગ્રંથોમાં અને એ ઋષિઓના જીવનમાં હજી યજ્ઞ સ્થાન ભોગવે છે, પણ તે સાથે જ તેમાં તત્ત્વચિંતનની પણ શરૂઆત થયેલી જોઈ શકાય છે. આ તત્ત્વચિંતન ઉપનિષદોમાં પરિપૂર્ણ થાય છે. સંહિતામાં ઋષિઓ દ્વારા થતી સાંસારિક સુખની માગણીઓને સ્થાને ઉપનિષદોમાં અમૃતત્વની પ્રાપ્તિની અભિલાષા જોવા મળે છે. આમ, સંહિતાથી માંડી ઉપનિષદ સુધીનો એક વૈચારિક અને ધાર્મિક વિકાસક્રમ આપણે ત્યાં રહેલો છે. તેઓ કહે છે : “સંહિતાથી માંડી ઉપનિષદ સુધીમાં જ સર્વ પ્રકારના મનુષ્યોની ધર્મજિજ્ઞાસાને સંતોષ આપે એવું ધાર્મિક સાહિત્ય પ્રકટ થયેલું જોવા મળે છે.”
“ઉપનિષદ' - શબ્દના વિવિધ રીતે અર્થ કરવામાં આવે છે. શંકરાચાર્ય આદિ પ્રાચીન ટીકાકારો સત્ ધાતુના ગતિ અને હિંસા (નાશ) એ બે અર્થ ઉપરથી પરમાત્માને પહોંચાડનાર વા અજ્ઞાનનો નાશ કરનાર એમ ઉપનિષદ શબ્દના બે અર્થ કરે છે. મેક્સમૂલર “૩પ' એટલે પાસે અને ‘નિ + સ’ એટલે બેસવું - એ ઉપરથી ગુરુ પાસે જઈને બેસીને, પ્રાપ્ત કરવાની વિદ્યા એવો એક સાદો અર્થ સૂચવે છે. આની સામે આનંદશંકર એ વાંધો ઉઠાવે છે કે એ વખતે બધી વિદ્યા ગુરુ પાસે ભણાતી હતી આ એકલી જ નહિ. તેથી હાથમાં સમિધ લઈ ખાસ શ્રૌત્રિય
અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે બ્રહ્મવિદ્યા ભણવા જવાનો ઉપનિષદમાં વિધિ છે. ઓલ્ડનબર્ગ નિ - + એ મારી સાથે એકાWક હોઈ, ઉપનિષદનો ‘ઉપાસના' અર્થ કરે છે. ડોઈસન ઉપનિષદ શબ્દ વેદમાં જે જે જુદે જુદે સ્થળે વપરાયો છે તે એકઠા કરી એ ઉપરથી એનો અર્થ રહસ્ય એવો કરે છે. આ વિવિધ મતોને સાંકળીને ઉપનિષદનો સર્વગ્રાહ્ય અર્થ કરતાં આનંદશંકર કહે છે: “ખરું જોતાં, આ સર્વ અર્થો ઉપનિષદ શબ્દમાં ભળેલા છે. અજ્ઞાનનો નાશ કરી પરમાત્માને પહોંચાડનારી વિદ્યા - જે ગુરુ પાસે જઈને બેસીને પૂર્ણ જિજ્ઞાસાથી અને વૃત્તિઓ વશ કરીને પ્રાપ્ત કરવાની છે. જેમાં પરમાત્માની ખરી ઉપાસના બતાવેલી છે અને તેમાં વેદનું ખરું રહસ્ય રહેલું છે તે – “ઉપનિષદ” (ધર્મવિચાર – ૨, પૃ. ૫૧)
ઉપનિષદોની સંખ્યા વિશે ઘણા મતભેદો જોવા મળે છે. મૂળ ઉપનિષદની સંખ્યામાં જતે દહાડે ઘણો વધારો થઈ ગયેલો જોવા મળે છે. નવાં કેટલાંક ઉપનિષદ જે ઘણે ભાગે અથર્વવેદ સાથે જોડાયેલાં છે તેને જૂનાં ઉપનિષદોથી આનંદશંકરના મતે સહેલાઈથી અલગ પાડી શકાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org