________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
જ્ઞાની ધર્મમાં કેમ દેખાય છે ? એવો પ્રશ્ન સ્વાભાવિકપણે જ અહીં ઉપસ્થિત થાય છે. આના ખુલાસામાં બે મત છે. એક મત એવો છે કે આર્યોના અનાર્યો સાથેના સંબંધથી આ મેલો ધર્મ ઉત્પન્ન થયો છે. બીજો મત એવો છે કે, આર્યોના જ વહેમી વર્ગની આ માન્યતા છે. ઉપરોક્ત બે મતમાંથી પહેલા બીજા મતની સમીક્ષા કરતાં આનંદશંકર કહે છે કે જો આ બીજો મત સાચો હોય તો ઋગ્વેદ સંહિતાના સમયમાં એવો વહેમી વર્ગ કેમ ન હતો એ પ્રશ્ન ઊભો થાય છે. જ્યારે પહેલા મતની સમીક્ષા કરતાં આનંદશંકર એવો પ્રશ્ન ઉઠાવે છે કે, જો અથર્વસંહિતા એ કેવળ અનાર્યોનો જ વેદ હોય તો તેમાં અનાર્ય દેવતાઓનો જ ઉલ્લેખ મળવો જોઈએ, પણ એમ જોવા મળતું નથી. ઉપરોક્ત બંને મતની સમીક્ષા કરી વિશેષ સંભવ મત વ્યક્ત કરતાં આનંદશંકર કહે છે : “અનાર્યોના આર્યોની સાથે એક જનમંડળમાં સમાવેશ થયા પછી અને
આર્યોની દેવતાઓ સ્વીકારાયા પછી, અનાર્યોની ધાર્મિક વૃત્તિના ઉદ્ગાર રૂપ આ મંત્રો ઉત્પન્ન થયા હશે.” (ધર્મવિચાર-૨, પૃ.૩૬)
બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદની ધર્મભાવના :
સંહિતા પછી વેદના ગ્રંથોનો એક મોટો ભાગ, તે ‘બ્રાહ્મણ' નામે ઓળખાય છે. ‘બ્રહ્મન્’ કહેતાં જે ધર્મનું તત્ત્વ, તેનો સ્થૂળ આકાર તે યજ્ઞની ક્રિયાઓ, અને એ ક્રિયાઓનું રહસ્ય જે ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે તે ‘બ્રાહ્મણ'. એ મુજબ બ્રાહ્મણ ગ્રંથોનો અર્થ આનંદશંકર તારવી બતાવે છે.
૨૦૭
ઋગ્વેદસંહિતામાં રહેલું યજ્ઞનું સાદું રૂપ યજુર્વેદમાં વિસ્તાર પામતું દેખાય છે. તેથી યજ્ઞના સામાન્ય અને વિશેષ સ્વરૂપ સંબંધી અનેક પ્રશ્નો થવા લાગ્યા. “એના ઉત્તર આ બ્રાહ્મણગ્રંથોમાં અપાવા માંડ્યા. અર્થાત્ ‘બ્રાહ્મણ' એ સંહિતાના ધર્મ ઉપર-સંહિતા ઉ૫૨ નહિ, પણ એના ધર્મ ઉપર- એક જાતની ટીકા (પ્રવચન) છે. આ ટીકા અંગે, ગ્રંથોમાં શબ્દની વ્યુત્પત્તિઓ, રસિક આખ્યાયિકાઓ અને યજ્ઞના રહસ્ય સંબંધી જે - જે વિચારો અપાયેલા છે તે (૧) સંહિતાના ધર્મ ઉપર કેટલુંક અજવાળું નાખે છે, તથા (૨) આ નવીન સમયના ઋષિઓનો ધર્મ અને લોકસ્થિતિ સમજવામાં ઉપયોગી થાય છે; એટલું જ નહિ, પણ (૩) સંહિતાના પહેલાં પણ આર્યલોકની વ્યવહારિક અને ધાર્મિક સ્થિતિ કેવી હશે એ વિષે કેટલીક જાણવાજોગ માહિતી પૂરી પાડે છે. પાછળના સમયમાં આપણે મહાભારત, પુરાણ વગેરેમાં જે કથાઓ સાંભળીએ છીએ. તેમાંની કેટલીકનો પ્રથમ ઉલ્લેખ વા બીજ આ બ્રાહ્મણગ્રંથોમાં જોવામાં આવે છે”. (ધર્મવિચાર -૨, પૃ.૪૩)
‘બ્રાહ્મણ’ માં કહેલા ‘શ્રોતયજ્ઞો’ના બે પ્રકાર છે :
(૧) હવિર્યજ્ઞ (૨) સોમયાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org