________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
આમ, વેદમાં પરમાત્માની એકતાનું પ્રતિપાદન સંપ્રદાય સિદ્ધ જ છે એમ આનંદશંકરના ઉપરોક્ત વિવરણ પરથી સમજી શકાય છે.
સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદની સંહિતાનો ધર્મ :
સામવેદની સંહિતા ગાન માટે હોઈ એમાં લગભગ બધી ઋસંહિતાની જ ઋચાઓ છે. તેથી તેમાં આનંદશંકરના મતે ધર્મ સંબંધી કશું જ નવું જાણવાનું મળતું નથી. આમ, ઋગ્વેદસંહિતા અને સામવેદની સંહિતાના ધર્મમાં કોઈ તફાવત જોવા મળતો નથી. યજુઃસંહિતામાં પણ ઘણે સ્થળે સંહિતાની ઋચાઓનો યજ્ઞમાં ક્યાં ઉપયોગ કરવો એ જ બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘રુદ્ર’ - દેવ તરીકે યજુ: સંહિતામાં વિશેષ આગળ પડતા થયા છે. યજુઃસંહિતામાં આનંદશંકરના મતે એક અગત્યનો કહી શકાય એવો ફેરફાર એ થયો છે કે, ઋસંહિતામાં યજ્ઞ જે સાદા રૂપમાં હતો તે યજુઃસંહિતામાં પુષ્કળ વિસ્તાર પામ્યો છે. તેની સમાજજીવન પર વિધાયક અને નિષેધક બંને અસર થયેલી જોવા મળે છે.
૨૦૬
નકારાત્મક અસર એ કે, યજુઃસંહિતામાં અતિશય યજ્ઞના વિસ્તારથી ધર્મનું સાદું સ્વરૂપ, તેની સહજતા અને સરળતા નાશ પામે છે. અને હકારાત્મક અસર એ કે, યજ્ઞભાવનાનો વિસ્તાર થવાથી યજ્ઞમાં આખો જનસમાજ જોડાય છે. યજ્ઞમાં ધર્મનાં ગૂઢ સત્યો સમાયેલાં છે એવી સમજણ ઉદય પામે છે અને દેવતાઓના સ્વરૂપ વિષે તથા પરમાત્માની એકતા વિષે નવાં ચિંતનો થતાં સંભળાય છે.
સામવેદ અને યજુર્વેદની સંહિતા કરતાં અથર્વવેદની ધર્મભાવના આનંદશંકરના મતાનુસાર આપણને કેટલુંક નવું જાણવાનું આપે છે. ઋસંહિતાની કેટલીક ધાર્મિક અને સાંસારિક ભાવનાઓ અથર્વસંહિતાના સમય સુધીમાં સમાજ જીવનમાં સારી એવી પ્રચલિત થઈ હતી તે અથર્વસંહિતાથી સમજાય છે.
અન્ય વેદથી અથર્વસંહિતાના ધર્મનાં કેટલાંક વિશેષ લક્ષણો આનંદશંકર નીચે મુજબ તારવી બતાવે છે : (ધર્મવિચાર-૨, પૃ.૩૫)
(૧) સુંદર ઘરસંસારની અને રાષ્ટ્રીય જીવનની ભાવનાઓ
(૨)
પરમાત્માની એકતાના અને નૈતિક જીવનની મહત્તાના વિચારો
(૩) રાગદ્વેષથી ભરપૂર મનુષ્ય જીવનનાં ચિત્રો અને એ વૃત્તિઓના ઉદ્ગારરૂપ જાદુમંત્રના બાલિશ પ્રયોગો વગેરે વિવિધરંગી વિષયો અથર્વવેદની સંહિતામાં એકત્ર થયેલા જોઈ શકાય છે.
અથર્વસંહિતામાં જોવા મળતો મંત્રરૂપી વહેમી અને મેલો ધર્મ આર્યોના ઉજ્જવલ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org