________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૨૦૫
આટલાં બધાં દેવોનાં નામ આવે છે તો બધા મળી દેવ ત્રણ જ છે એમ કેમ માની શકાય ? આનો નૈક્ત પક્ષ તરફથી યાસ્ક આપેલો ઉત્તર સ્પષ્ટ કરી આપતાં આનંદશંકર કહે છે : “દેવો એવા મહાભાગ છે કે એ એક હોઈને પણ એનાં અનેક નામો હોય છે....જેમ કર્મભેદે કરી એકજ વ્યક્તિ કેટલાક યજ્ઞોમાં હોતા, અધ્વર્યુ, બ્રહ્મા અને ઉદ્ગાતા થાય છે અને એ નામે વ્યવહારાય છે, તેમ એક જ દેવ તે તે કર્મોએ કરી તદનુસાર જુદે જુદે નામે બોલાય છે, પણ આ અસંખ્ય દેવોને ત્રણ દેવમાં સમાવી દેવાનું જે ઉદાહરણ છે એ વસ્તુતઃ તેઓને એક દેવમાં સમાવી દેવાને પણ સમર્થ છે. તેથી એ વિચારશ્રેણીમાં આગળ વધતાં એક સિદ્ધાંત એ દેવોના ‘ભેદભેદ નો એટલે કે એકાએકતાનો નીકળે છે. અર્થાત જેમ ત્રણ સ્થાન (પૃથ્વી, અંતરિક્ષ અને ઘુ) પરસ્પર સંબંધ હોઈને એક છે એમ એના ત્રણ દેવો ત્રણે હોઈને પણ એક છે.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૯૨) આ ભેદભેદ અથવા એકાનેકતાનો સિદ્ધાંત એટલે ભેદ અને અભેદ અથવા એક અને અનેક એમ નહિ, પણ ભેદમાં અભેદ, એકમાં અનેક એમ સમજવાનું છે. તેને વધુ શુદ્ધરૂપે સમજાવતાં આનંદશંકર કહે છે :
ભાસમાન ભેદમાં વાસ્તવિક અભેદ, ભાસમાન અનેકતામાં વાસ્તવિક એકતા.” (ધર્મવિચાર-૧, પૃ. ૨૯૨-૨૯૩)
આપણા ઋષિઓની પરમાત્મા દર્શનની આ વિશિષ્ટતાને ધ્યાનમાં રાખીએ તો જ વેદધર્મનું ખરું સ્વરૂપ, વિશ્વના પદાર્થોની અનેકતામાં પરમાત્માની એકતાનું દર્શન અને એ પદાર્થોનું પવિત્રીકરણ વગેરે સમજી શકાય છે એમ આનંદશંકર માને છે. પોતાના આ મતના સમર્થનમાં આનંદશંકર કેટલાક આધાર તારવી બતાવે છે. તેને નીચે પ્રમાણે ક્રમબદ્ધ કરી શકાય છે : (૧) વેદના ત્રણ દેવોનાં નામ સ્પષ્ટ રીતે માત્ર વિશેષણ છે, અથવા ઘાત્વર્થથી તેમની
વિશેષણતા ફલિત થાય છે. જેમ કે પોષણ કરનાર તે પૂષા', શક્તિ વડે ઉત્પન્ન કરે તે “સવિતા', વિશ્વમાં પ્રવેશે તે વિષ્ણુ, પ્રાણીઓ પ્રતિ મિત્રભાવે વર્તે તે મિત્ર વગેરે.
અદિતિ શબ્દ પહેલો છે અને એમાંથી “આદિત્ય' શબ્દ ફલિત થયો છે. તે અનેક દેવને લગાડવામાં આવે છે. એ બતાવે છે કે એકતામાંથી અનેકતાનો જન્મ છે, અનેકતામાંથી એકતા ઉપજાવાતી નથી. મૂળનો એક દેવનો સિદ્ધાંત ઋગ્વદના ઉત્તરભાગમાં સ્પષ્ટરૂપ ધારણ કરે છે અને ત્યાં પુરુષ, હિરણ્યગર્ભ, ત્વષ્ટા, ધાતા એવે નામે સૃષ્ટિના આત્મા અને બીજરૂપી અને કર્તારૂપી એક પરમાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ઋવેદ સિવાયની અન્ય સંહિતાઓમાં પણ એક દેવવાદ જોવા મળે છે. તે એ સ્પષ્ટ કરે છે કે એક દેવવાદ કેટલો લોકપ્રિય અને સર્વસંમત હતો.
(૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org