________________
૨૦૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ ઃ દર્શન અને ચિંતન
(૧૯) બ્રહ્મળતિ
‘“બ્રહ્ય” કહેતાં પ્રભુ પ્રત્યેની વાણી, સ્તુતિ, યજ્ઞ, ધર્મનું દૈવી તત્ત્વ, એનો અધિષ્ઠાતા દેવ - તે બ્રહ્મણસ્પતિ, બૃહસ્પતિ. આ તત્ત્વ સમસ્ત વિશ્વમાં વ્યાપેલું છે, એ વડે વિશ્વ વૃદ્ધિ પામે છે, એ વિઘ્નોને હરે છે, રાક્ષસોનો નાશ કરે છે, સ્તોતાઓને સુમાર્ગે ચલાવે છે અને દેવોનું દૈવત્વ પણ એને લીધે છે. એ ધાર્મિકતાનો અધિષ્ઠાતા દેવ, તેથી દેવોનો આચાર્ય, ગુરુ અને એ મંત્રગણ (સમૂહ) નો પતિ તેથી ‘ગણપતિ’. આ દેવની ભાવનામાં જ પુરાણકાળમાં દરેક મંગળકાર્ય વખતે ગણપતિનું આહ્વાન અને સ્મરણ કરવાની વિધિનું કારણ રહેલું છે, એમ આનંદશંકર માને છે.
(૨૦) સોમ
આ એક જાતની ઔષધિ (વનસ્પતિ) છે. ઋષિઓ એને પૂજતા અને રાજા એવું વિશેષણ લગાડતા. પ્રાચીન ઈરાનની ભાષામાં સોમને માટે ‘હઓમ-હોમ’ શબ્દ છે. તેના અર્થને આધારે આનંદશંકર નોંધે છે કે “આર્યોની બંને શાખાઓમાં સોમ એ માત્ર વેલો નહિ પણ કોઈ દિવ્ય ગેબી અમૃતત્ત્વનું તત્ત્વ મનાય છે.” (ધર્મવિચાર -૨, પૃ.૩૨) (૨૧) રૂ|-ભારતી-સરસ્વતી
આ ઋગ્વેદની દેવીઓ છે. ઉષા, પૃથિવી, ઈળા, ભારતી, સરસ્વતી અને વાદેવી ઋગ્વેદસંહિતાની મુખ્ય દેવીઓ છે. તેમાં ઈળા પ્રશસ્યતાની દેવી છે, ભારતી – પ્રકાશની દેવી છે, સરસ્વતી જ્ઞાનની અને વાદેવી પરમાત્મ જ્ઞાનની દેવી છે.
વેદના દેવોનું ઉપરોક્ત નિરૂપણ એ વાત સ્પષ્ટ કરે છે કે તેમનો સ્થૂળ અર્થ અને સૂક્ષ્મ અર્થ છે. આ સૂક્ષ્મ અર્થ દેવોના વ્યાપક સ્વરૂપનો ઘોતક છે. આનંદશંકર એને જ પ્રધાન કે મુખ્ય માની વેદ ધર્મની વ્યાપકતા કે સર્વાશ્લેષિતાને દર્શાવે છે..
દેવ સંખ્યા :
ઋગ્વેદસંહિતાની દેવતાઓનું સ્વરૂપ સ્પષ્ટ કરી અંતમાં આનંદશંકર ń સત્ વિપ્રા વહુધા વત્તિ । એ સૂક્તને અનુસરી આ સર્વ દેવતાઓની ભાવનાઓની પાછળ એક જ તત્ત્વ જુદે જુદે રૂપે વ્યક્ત થાય છે એમ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. વેદોમાં દેવોનાં અનેક નામ આવે છે. એમાં નૈરુક્તો (શબ્દના ધાત્વર્થ ઉપરથી અર્થનું નિર્વચન કરનાર વર્ગ ) એ પ્રકૃતિનાં દશ્યોના અને તેથી દેવોના - સ્થાનભેદે કરીને છેવટે ત્રણ મુખ્ય દેવ ગણાવ્યા છે. નિરુક્તકાર યાસ્ક સ્થાનવિભાગને લઈને દેવતાઓની ત્રણ શ્રેણી ગણાવે છે : (૧) પૃથ્વીવાસી દેવતાઓ (૨) અતંરિક્ષવાસી દેવતાઓ (૩) ઘુલોકવાસી દેવતાઓ. યાસ્ક એ પ્રશ્ન ચર્ચે છે કે વેદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org