________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
(૧૪) અશ્વિનૌ
,
એ બે દેવનું જોડકું છે. એમનાં બીજા નામ વસ્ત્રો’ અને ‘નાસત્યૌ ’ છે. ‘ વસ્ત્રો’ એટલે આશ્ચર્યકારક, ‘નાસત્યો' અસત્ય નહિ એવા એટલે કે સત્ય સ્વરૂપ વા સત્યનિષ્ઠ. ગોથિક ભાષામાં ‘નર્’ બચાવવું - ધાતુ છે એની મદદથી ‘નામૌ’ એટલે દુઃખમાંથી બચાવનાર એવો અર્થ કેટલાક અર્વાચીન વિદ્વાનો કરે છે. તેને આનંદશંકર સ્વીકારે છે. આ દેવ સાથે પરોપકારનાં અસંખ્ય કાર્યોનો ઉલ્લેખ છે તેથી તેને દેવોના વૈદ્ય' પણ કહેવામાં આવે છે. (૧૫) યમ (યમ્ - ધાતુ ઉપરથી )
=
પરમાત્માનું નિયામક સ્વરૂપ. યમને, વિવસ્વાન કહેતાં સૂર્યનો અને કેટલીક વાર ગંધર્વનો પુત્ર કહેવામાં આવે છે. એ આદ્ય મનુષ્ય છે. તેને આનંદશંકર પશ્ચિમી પ્રજાના ‘આદમ’ સાથે સરખાવે છે. એની બહેનનું નામ યમી છે. યમે પરજીવનનો માર્ગ સૌથી પહેલો શોધી કાઢ્યો છે. તેથી એ પિતૃલોકનો દેવ બન્યો છે. યમદેવના વૈદિક નિરૂપણ અંગે આનંદશંકર નોંધે છે : “વેદનો યમદેવ વિકરાળતા કે ભંયકરતાની મૂર્તિ નથી, પણ સૂર્ય જેવો તેજસ્વી છે. વરુણની માફક એને પણ ‘રાજા' શબ્દ વારંવાર લગાડવામાં આવે છે.” (ધર્મવિચાર -૨, પૃ. ૨૯)
(૧૬) હ્ર દ્ર- (૪ ર્ -રોવું, શબ્દ કરવો ધાતુ ઉપરથી, અથવા કેટલાક યુરોપિયન વિદ્વાનો પ્રમાણે લાલ હોવું, પ્રકાશવું અર્થના ધાતુ ઉપરથી) વિશ્વમાં ઘોર શબ્દ કરતું પરમાત્માનું સ્વરૂપ. એ પ્રચંડ વાયુરૂપે દર્શન દે છે. વાયુરૂપે એ સુગંધી અને પુષ્ટિવર્ધક પણ છે. ભડભડ શબ્દ કરતો અગ્નિ પણ એનું જ રૂપ છે. એ અગ્નિની જ્વાળા તે દેવીઓ, અને ધૂમ એ એની જટા, તોફાની પવન અને એની સાથેની વીજળી-કાટકાને લઈને, એ વિનાશનો દેવ છે. પણ અગ્નિ એ જેમ આર્યોનો મંગળમય દેવ છે, તેમ અગ્નિરૂપે રુદ્ર પણ શિવ અર્થાત્ કલ્યાણકારી દેવ છે. એ જ ગિરિ અને અરણ્યનો દેવ છે તથા ‘ભેષજ' કહેતાં ઔષધ વડે રોગ હરે છે. (ધર્મવિચાર -૨, પૃ.૩૦)
(૧૭) પર્નચ
એ વૃષ્ટિનો દેવ છે. આ વૃષ્ટિથી સકળ જીવન અને પૃથ્વી તૃપ્ત થાય છે.
(૧૮) ૩ષા
૨૦૩
Jain Education International
*
ઉષઃકાળની મનોહર મૂર્તિ. એના ઋગ્વેદસંહિતામાં ઘણાં સુંદર વર્ણનો છે. તેમાં ઉષાને ‘પુરાણી દેવી’, ‘યુવતિ પુરંધિ' (સર્વનું ધારણ પોષણ કરતી એવી મુખ્ય ગૃહિણી), મિત્ર અને વરુણની મહામાયા, આકાશની દુહિતા અને ભુવનની રાણી વગેરે વિશેષણો લગાડવામાં આવ્યાં છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org