________________
૨૦૨
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
(૮) વUT,
વૃ - વીંટવું ધાતુ ઉપરથી પરમાત્માનું સર્વને આવરીને (વીંટીને) રહેતું સર્વજ્ઞ, અંતર્યામી સ્વરૂપ છે. એ આ વિશ્વનો “સુક્ષત્ર' સારા બળવાળો રાજા છે, “સમ્રાટ' છે. પ્રાણીમાત્ર એના નિયમથી બંધાયેલા છે. એ હજારો આંખોથી આખા જગતને જુએ છે. વરુણ પાપીને પાશમાં બાંધે છે, શિક્ષા કરે છે. - પણ જે પાપ માટે પશ્ચાત્તાપ કરે છે તેના ઉપર દયા લાવી એના પાપને ક્ષમા કરે છે. વરુણ નદીઓને પોતાના નિયમાનુસાર વહેવડાવે છે અને એ જળનો પણ રાજા છે.
આ પરમાત્માનું શક્તિમંત સ્વરૂપ છે, “શુક્ર', “શતક્રતુ', “શચિપતિ વગેરે નામોથી પણ તે ઓળખાય છે. એ હાથમાં વજ ધારણ કરે છે અને વૃત્ર આદિ વગેરે દૈત્ય દાનવોને મારી જગતને અંધકાર, અનાવૃષ્ટિ અને દુઃખમાંથી મુક્ત કરે છે. આકાશ અને પૃથ્વી – બંનેમાં એની શક્તિ પ્રતીત થાય છે. આકાશમાં વજ (વીજળી) વડે મેઘને ફાડી એ વૃષ્ટિ કરાવે છે. પૃથ્વી અને આકાશ એનો કમરપટો થવાને પણ પૂરતાં નથી – એવી એની વિશાળતા છે. (૧૦) વિષ્ણુ - (વિમ્ પ્રવેશવું ધાતુ ઉપરથી)
પરમાત્માનું વિશ્વના અંતરમાં પ્રવેશેલું સર્વવ્યાપક સ્વરૂપ. ત્રણ પગલાંથી એણે આખું વિશ્વ ભરી નાખ્યું છે. એનાં બે પગલાં તે પૃથ્વી અને અંતરિક્ષ છે, ત્રીજું પગલું એની પાર છે. એનાં ત્રણ પગલાં ઉજ્જવલ, આનંદ અને મધુરતાથી ભરેલાં છે, એના પરમ પદમાં મધુરતાનાં ઝરણાં છે. (૧૧) સવિતા – (ટૂ – ઉત્પન્ન કરવું ઉપરથી)
પ્રેરક, ઉત્પાદક – એવી પરમાત્માની તેજોમય શક્તિનું રૂપ છે. ગાયત્રીનો મહામંત્ર એ બુદ્ધિના પ્રેરક પરમાત્માના “વરેણ્ય' તેજનું ધ્યાન કરી માનવની બુદ્ધિને તે પ્રેરે એવી પ્રાર્થના છે. એ સવિતા દેવ પોતાની કુશળ આંગળીઓથી આ જગતને સર્જે છે. (૧૨) સૂર્ય – સૂર્ય
દેવોનું અદ્ભુત મુખ ઊગ્યું છે – મિત્ર, વરુણ અને અગ્નિનું જે નેત્ર છે, એ સૂર્ય દ્ય, પૃથ્વી અને અંતરિક્ષ ભરી નાખ્યાં છે. - સૂર્ય ચર અને અચર (જંગમ અને સ્થાવર) નો આત્મા છે. (૧૩) પૂણા,
સૂર્ય રૂપી પોષક દેવ (પૂષ - પોષવું ધાતુ ઉપરથી) એ પરમાત્માનું પોષક સ્વરૂપ છે. તે સર્વ સૃષ્ટિનો નિયંતા અને પાલક છે એ સૃષ્ટિને દોરનાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org