________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
અદિતિ શબ્દનું સ્વરૂપ જોતાં જ એ શબ્દ અને એની ભાવના આદિત્યના પહેલાંની જણાઈ આવે છે, અને ઋગ્વેદસંહિતાના સર્વ ભાગમાં - જૂનામાં જૂના ભાગમાં પણ એ મળે છે.’ (૨) દ્યો: અને પૃથિવી-દ્યૌ-દીપતું તેજોમય આકાશ, અને પૃથિવી વિશાળ, વિસ્તરેલી પૃથ્વી : જગતના પિતા અને માતા છે. મોટે ભાગે એ બે નામ સાથે જ આવે છે. તો ક્યારેક એવું પણ બને છે કે “હે પિતા ઘૌ ! માતા પૃથ્વી” ! એમ અલગ પણ જોવા મળે છે. (3) त्वष्टा (ત્ત્વક્ષ્ તલ્ ધાતુ ઉપરથી) ઘડનાર.
-
સર્વના અંતરમાં રહેલો, વિશ્વરૂપ વિરાજનાર ‘વિરાટ’
(૭) અગ્નિ
આ ચરાચર વિશ્વનો ઘડનાર. ત્વષ્ટા નું તાત્પર્ય સમજાવતાં આનંદશંકર કહે છે કે, આ સઘળું વિશ્વ, આ વિશ્વમાં પ્રકટ થતી શક્તિ, અને મનુષ્યની ધાર્મિક વૃત્તિ - સર્વનો બનાવનાર જે કુશળ પરમાત્મા છે તે ‘ત્વા’. એને ‘વિશ્વરૂપ' એવું પણ વિશેષણ લગાડવામાં આવે છે. (૪) વિશ્વમાં - વિશ્વનો કર્તા, પરમાત્મા
(૫) હિરન્થર્મ અને પ્રજ્ઞાતિ
ઉત્પન્ન થયેલી વસ્તુમાત્રનો, પતિ-ધણી, પાલન કરનાર - પરમાત્મા તે ‘પ્રજાપતિ’. એ જ જગતનું સુવર્ણ તેજોમય બીજ, હિરણ્યમય અંડ, હિરણ્યગર્ભ.- એ આત્મદાયી છે. અમૃત અને મૃત્યુ એની છાયા છે. એ સત્ય ધર્મનો દેવ છે અને સર્વવ્યાપી છે.
(૬) પુરુષ
Jain Education International
=
-
For Personal & Private Use Only
૨૦૧
આત્મા પરમાત્મા.
એ મનુષ્યને પરમાત્મા સાથે જોડનાર, દિવ્યશક્તિ છે. એ સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર મનુષ્યને ઘેર - આવી વસેલો ‘અતિથિ’ તથા દેવોનો સંદેશ વહના ‘દૂત' છે. ઋષિઓ એને ‘હોતા’, ‘પુરોહિત’, ‘ઋષિ’, ‘કવિ’, વગેરે વિશેષણો લગાડે છે. સર્વ દેવોમાં મનુષ્યની નિકટમાં નિકટ વસતો દેવ એ છે. એ પૃથ્વી ઉપર વસતો દેવ છે, પૃથ્વીની નાભિમાં રહેલો છે. મનુષ્યનું ઘર તે એનું જ છે. અને તેથી તે ‘ગૃહપતિ’ કહેવાય છે. એ અગ્નિનાં ત્રણ સ્થાન છે. - પૃથ્વી, અંતરિક્ષ (મધ્યમ લોક) અને ઘોષ (તૃતીય લોક, સ્વર્ગ). મૂળ એ અગ્નિ ‘પરમ વ્યોમ' (ઘોષુ) કહેતાં સ્વર્ગમાં વસતો હતો, ત્યાંથી માતરિશ્વાએ તેને પૃથ્વી ઉપર ઉતાર્યો છે. ‘વૈશ્વાનર’ અને ‘નરાશંસ' એવા બે એ અગ્નિનાં વિશેષરૂપો યાને વિશેષણો છે. આ ઉપરાંત ‘તનૂનપાત’ એ શબ્દ પણ અગ્નિ માટે પ્રયોજાય છે. એનો અર્થ સ્વયંભૂ છે. (તનૂ - કહેતાં શરીર યા પોતે, તેનો ‘નપાત્' કહેતાં અપત્ય યાને પુત્ર, અર્થાત્ પોતે જ પોતાનો પુત્ર પોતનામાંથી જ જન્મેલો)
www.jainelibrary.org