________________
૧૯૮
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવઃ દર્શન અને ચિંતન
ઋગ્યેદ સંહિતાનો ધર્મ :
ઋગ્વદ સંહિતામાં એક જ સત “પરમ સત’ પરમાત્માને અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વરુણ વગેરે અનેક રૂપે વ્યક્ત કરવામાં આવ્યા છે. તેના વિવિધ ધર્મો કહેલા છે. આ કારણે કેટલાકને વેદમાં અનેક દેવવાદ હોવાની ભ્રાંતિ થાય છે. આ ભ્રાંતિ થવાનું મૂળ કારણ પરમાત્મા સંબંધી અપૂર્ણ વિચારમાં રહેલું આનંદશંકર જુએ છે. “પરમાત્મા કાંઈ આ જગતની પાર એકલો બેઠેલો નથીએ તો જગતની પાર છે, તેમજ જગતની અંદર છે. પરમાત્માનાં આ “પાર” અને “અંદર' બંને સ્વરૂપ ધ્યાનમાં રખાય ત્યારે જ એનું ખરું સ્વરૂપ પૂરેપૂરું લક્ષમાં આવ્યું ગણાય. આ બે સ્વરૂપમાંથી પહેલું - અર્થાત્ સૃષ્ટિની પાર રહેલું સ્વરૂપ છે એમ જાણવાનું છે. પણ પ્રત્યક્ષ અનુભવમાં લેવાનું સ્વરૂપ આ સૃષ્ટિની અંદર મૂર્તિમંત થતું બીજું સ્વરૂપ છે. ઋગ્યેદ સંહિતામાં આ બીજા સ્વરૂપને જ અખંડાકારે તેમજ વિવિધ ખંડરૂપે ઋષિઓએ વર્ણવ્યું છે. પરંતુ તેથી ઋષિઓ પરમાત્માને બદલે જડ પદાર્થને પૂજે છે અથવા તો અનેક દેવવાદમાં માને છે એમ કહેવું વાજબી નથી.” (ધર્મવિચાર-૨, પૃ. ૧૧-૧૨) ઋગ્યેદસંહિતાનનો ધર્મ એકદેવવાદનો છે તેના સમર્થનમાં આનંદશંકર કેટલાક ખુલાસા કરે છે : (ધર્મવિચાર-૨, પૃ. ૧૨-૧૩-૧૪) (૧) ઋગ્લેદકાલીન ઋષિ એક પરમાત્માને જ તે દેવમાં પ્રત્યક્ષ થતા જુએ છે અને અનેક
દેવ તે સૃષ્ટિના વિવિધ ભાગમાં પ્રગટ થતા પરમાત્માનાં વિવિધ સ્વરૂપો જ છે. આમ
ઋગ્વદની સંહિતા એકદેવવાદનું પ્રતિપાદન કરે છે. (૨) ધર્મના વિકાસની ત્રણ ભૂમિકાઓ છે :
(૧) બહિણિ (૨) અન્તર્દૃષ્ટિ (૩) ઊર્ધ્વદષ્ટિ એટલે કે પ્રથમ ઈશ્વરનું દર્શન બાહ્ય સૃષ્ટિમાં થાય છે પછી અંતરાત્મામાં (કર્તવ્યનું ભાન વગેરેમાં) થાય અને છેવટે ઉભયની એકતામાં થાય. આ ક્રમમાં ઋગ્યેદસંહિતાના ધર્મને કેટલાક પાશ્ચાત્ય તત્ત્વચિંતકો પહેલી ભૂમિકામાં મૂકે છે. યહૂદી ધર્મને બીજી ભૂમિકામાં મૂકે છે. આનંદશંકર આ વર્ગીકરણને અયોગ્ય ગણાવે છે. કારણકે પરમાત્માનાં બંને સ્વરૂપ જે ત્રીજી ભૂમિકામાં પ્રત્યક્ષ થાય છે તે ઋગ્યેદસંહિતામાં વધુ સારી રીતે પ્રત્યક્ષ થતું જોવા મળે છે. વરુણાદિ દેવોની પૂજનક્રિયાનું રહસ્ય સમજાવતાં આનંદશંકર કહે છે : “કેવળ જડ પદાર્થોને કોઈ પ્રજા પૂજતી નથી. પૂજનક્રિયા જ એવી છે કે એ જડ પ્રત્યે જતી જ નથી. હું પ્રેમથી તમને ભેટું છું ત્યારે તમારા શરીરને વળગતો દેખાઉં છું, પણ વસ્તુતઃ હું તમારા આત્માને જ મારી સાથે મેળવું છું.” (ધર્મવિચાર ૨, પૃ. ૧૨) આમ, ઋગ્યેદસંહિતામાં રહેલી અનેક દેવની પૂજનક્રિયા વસ્તુતઃ ધર્મનું સર્વોચ્ચ બિંદુ ઊર્ધ્વદષ્ટિને જ બતાવે છે એમ આનંદશંકર સિદ્ધ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org