________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૧૯૭
જુદી જ તરેહનો ધર્મ-જાદુમંત્રનો ધર્મ- આ સંહિતામાં નજરે પડે છે. તેથી
એમાં અનાર્ય ધર્મની અસર હોવાનો સંભવ છે.” વૈદિક મંત્રોના અર્થ :
વૈદિક મંત્રોના અર્થ અંગે આપણે ત્યાં અનેક મતભેદો જોવા મળે છે. કૌત્સ વગેરે કેટલાક વિદ્વાનો તે મંત્રોના ઉપયોગ વિષે કહે છે કે – વેદના બ્રાહ્મણ વિભાગમાં જે યજ્ઞો કરવાના કહ્યા છે તેમાં એ મંત્રોનો યથાવિધિ ઉચ્ચાર કરવો એ જ એનો ઉપયોગ છે. આ સંદર્ભમાં કૌત્સ કહે છે કે, “અનર્થકા હિ મંત્રાડા” તેની સામે યાસ્ક વગેરે નિરુક્તકાર વૈદિક મંત્રને તેના અર્થ દ્વારા જાણી શકાય છે એમ કહે છે. અર્થવન્તઃ શબ્દ સામાન્યાહૂ ! જે લૌકિક સંસ્કૃતમાં વપરાય છે તે જ વેદમાં સભાનપણે વપરાય છે. એ પણ સત્ય છે કે કેટલાક શબ્દોના અર્થો જડતા નથી. આ સંદર્ભમાં વાર્તા કહે છે કે “નૈષ થાળીરપરાધો મળ્યો ન પશ્યતિ | પુરુષપરાધ: સ મત ” આંધળો માણસ થાંભલો ન જુએ એ થાંભલાનો દોષ નથી, માણસનો દોષ છે. આ સંદર્ભમાં અર્થ સંબંધી વિવાદ થાય તેને આનંદશંકર સ્વાભાવિક માને છે. આમ છતાં વૈદિક શબ્દોનો મોટો જથ્થો આપણે નિશ્ચયપૂર્વક જાણીએ છીએ. આ અંગે આનંદશંકર કહે છે : “હિંદુસ્તાનમાં ઘણું જ્ઞાન પરંપરાની પ્રણાલીએ વહેતું આવે છે. બેશક એ પરંપરાના અર્થ સામે વાજબી કારણ જણાય તો મતભેદ ધરાવવો અનુચિત નથી, પણ વર્તમાન વિદ્યાના અભિમાનથી ઉન્મત્ત બની Los von Sayana' (s, સાયણને કાઢો જ કાઢો) એમ સાયણાચાર્ય જેવા બહુશ્રુત અને સંપ્રદાયવિદ્ ભાષ્યકાર સામે ઉગાર કરવો એમાં એ પાશ્ચાત્ય વિદ્વાનોનું કદાચ સત્ય સામે પાપ નહિ હોય, પણ તેઓની મૂર્ખતા તો છે જ. વસ્તુતઃ મેક્સમૂલરે સાયણને “આંધળાની લાકડી (Blind man's stick) કહી છે એમાં બહુ સત્ય છે.” (ધર્મવિચાર ૧-૨૯૦)
શ્રી અરવિંદ પણ સાયણ ભાષ્યને “વેદના અર્થના ઓરડામાં દાખલ થવા માટેનું જરૂરી પાટિયું કે નિસરણી” કહે છે. (વેદનું રહસ્ય : પૃ. ૫૮).
વેદાર્થનો સંપ્રદાય સાયણ પાસે અવિચ્છિન્ન ચાલ્યો આવ્યો હોય એ સંભવિત છે. સાયણાચાર્ય યાસ્ક આદિ પ્રાચીન મુનિઓના સાંપ્રદાયિક અર્થ પર આધાર રાખે છે અને મુનિઓ વેદના પ્રણયનકાળ પછી ઘણે વર્ષે થયા તો પણ તેમને મૂળ અર્થ સંપ્રદાયથી મળ્યો હતો.
વેદ, વેદાર્થ અને વેદના વિભાગ પરત્વે આનંદશંકરની સમજૂતી જોયા પછી હવે ઋગ્વદ અને અન્ય સંહિતાઓમાં ધર્મના તત્ત્વ વિષે આનંદશંકરના વિચારોની સ્પષ્ટતા કરીએ. વૈદિકધર્મનું સ્વરૂપ સમજવા માટે સંહિતા, બ્રાહ્મણ એ ઉપનિષદ ત્રણેનો એકત્રિત અભ્યાસ થવો જોઈએ. તેથી પ્રથમ તેઓ દરેક સંહિતામાં રહેલા આ ત્રણ અંગોને પૃથફ - પૃથફ ચકાસીને વૈદિક ધર્મના સ્વરૂપને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org