________________
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
સુધારાના આદિકાળમાં ઋષિઓના અંતરમાં પ્રકટ થયેલ આ જ્ઞાન, જેમાં રહેલી યજ્ઞની ભાવના વિશ્વમાં વ્યાપીને રહેલી વિશાળ ધાર્મિક ભાવનાને વ્યક્ત કરે છે.
૧૯૬
પ્રથમ મૂળ સંહિતા જ હતી, તથાપિ એમાં બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદ ઉમેરી સર્વત્ર એકત્ર કરી, સર્વ એક વેદ અથવા શ્રુતિને નામે ૫૨મપ્રમાણ માનવામાં આવે છે. તેમાં આનંદશંકર ધર્મના તત્ત્વનું સૂક્ષ્મ નિરૂપણ રહેલું જુએ છે. ધર્મના ત્રણ અંગો છે ઃ ભક્તિ, કર્મ અને જ્ઞાન. આ ત્રણે તત્ત્વો ક્રમવાર વેદના આ ત્રણ વિભાગમાં નિરૂપિત થયેલ છે. એ ત્રણે ભાગને એકઠા કરીને જોઈએ તો જ તેમાંથી ધર્મનું પૂરેપૂરું સ્વરૂપ પ્રગટ થતું જોવા મળે છેઃ
(૧) સંહિતામાં
: પરમાત્માની સ્તુતિ અને પ્રાર્થના - ભક્તિ.
(૨) બ્રાહ્મણમાં
:
(૩) આરણ્યક તથા ઉપનિષદ :
‘બ્રહ્મન' કહેતાં યજ્ઞ તે પ્રધાનતત્ત્વ છે - કર્મ. અરણ્યમાં વસીને બ્રહ્મર્ષિઓએ અને રાજર્ષિઓએ ધર્મના રહસ્યનું તથા જીવાત્મા અને પરમાત્માના સ્વરૂપનું કરેલું ચિંતન જ્ઞાન.
આમ, વેદના ત્રણ વિભાગનું વિષ્લેષણ કરી આનંદશંકર તેમાં રહેલા ધર્મના મૂળભૂત ત્રણ અંગ (ભક્તિ, કર્મ અને જ્ઞાન) ના નિરૂપણને દર્શાવી આપે છે.
ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ વેદ ‘ત્રયી’ કહેવાય છે. પ્રાચીન ગ્રંથોમાં ચોથા વેદ અથર્વવેદનો તેમાં સમાવેશ કરવામાં આવેલ નથી. એક સાંપ્રદાયિક માન્યતા એવી છે કે અથર્વવેદ અન્ય વેદો જેટલો જ પ્રાચીન છે. પરંતુ એમાં રહેલા અભિચારપ્રયોગ (જાદુ-મંત્રના પ્રયોગ) આચરવા અનિષ્ટ છે અને સામાન્ય લોકોને ઉપદેશવા જેવા નથી. તેથી એ વેદને બીજા વેદની સાથે ગણવામાં આવતો નથી, જ્યારે હાલના કેટલાક વિદ્વાનો અથર્વવેદને પાછળથી ઉમેરાયેલો વેદ માને છે. આ બંને મતની સમીક્ષા કરી આનંદશંકર અથર્વવેદ વિષે નીચે પ્રમાણેના કેટલાક ફલિતાર્થો તારવે છે : (ધર્મવિચાર -૨-પૃ.૯-૧૦)
(૧)
(૨)
(૩)
Jain Education International
“અથર્વવેદ સંહિતાનો કેટલોક ભાગ પ્રાચીન છે એ હાલના વિદ્વાનોને પણ કબૂલ કરવું પડે છે.”
“અવસ્તામાં ‘અથર્વન'ને મળતો ‘આશ્રવન' શબ્દ છે તે બતાવે છે કે તે વેદ ઘણો જ પ્રાચીન છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે ‘અથર્વન’ અને ‘અંગિરસ’ બ્રાહ્મણો જેમના ઉપરથી આ વેદ અથર્વાંગિરસ કહેવાય છે એ ઋગ્વેદ સંહિતાના સમયમાં પણ હતા.''
“તે સામે એ પણ યાદ રાખવા જેવું છે કે આર્યોના પવિત્ર અને મંગળધર્મથી
For Personal & Private Use Only
www.jainelibrary.org