________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૧૯૫
ઋષિઓએ આ જ્ઞાન પોતાની બુદ્ધિમાંથી નહિ પરંતુ સાક્ષાત્ પરમાત્મા પાસેથી સાંભળેલું છે. ‘શ્રુતિ'ના આ પ્રમાણેના અર્થને તર્કસંગત બનાવતાં આનંદશંકર કહે છે કે, પરમાત્મા કાંઈ મનુષ્યની સામે ઊભો રહી તેને કંઈ સંભળાવે છે એમ “શ્રુતિ'નો અર્થ નથી. વસ્તુતઃ પરમાત્માતો આ વિશ્વના અને આપણા અંતર્યામી છે. તેથી એ આપણને જે કંઈ સંભળાવે છે તે આપણા અંતરમાં રહીને જ સંભળાવે છે. સામે એક મનુષ્યવત્ ઊભા રહીને નહિ. વળી, આ અંતરનો ધ્વનિ કોઈ આ કે તે ભાષામાં થતો નથી. એ સર્વ ભાષાઓ તો એ ધ્વનિ ઝીલવાનું ખોખું છે. આમ વેદ ઈશ્વરસજિત છે એ માન્યતાનું અર્થઘટન કરતાં આનંદશંકર કહે છે કે પરમાત્માની અંતરવાણી ઋષિઓએ સાંભળી અને ભાષાના માધ્યમ દ્વારા એને પ્રગટ કરી.
વિત્ ધાતુ જે ઉપરથી વૈદ્ર શબ્દ થયો છે, એ લેટિનનો Videre - to see ધાતુ છે, અને અંગ્રેજી “Idea” પણ એ જ લેટિન Videre' ધાતુ ઉપરથી નીકળ્યો છે, એટલે આપણે વેદ શબ્દને માટે યથાર્થ અંગ્રેજી શબ્દ શોધીએ તો તે Vision = દર્શન, Idea = ધ્યાન, ધ્યેય એ જ જડે છે અને તેમજ, જે મહાપુરુષોને એ મહાન દર્શન થયું હતું તેમને આપણે ઋષિ, દૃષ્ટા કહીએ છીએ એ પણ યોગ્ય છે.” (ધર્મવિચાર – ૧, પૃ. ૨૮૯)
ઉપનિષદમાં એમ કહેવામાં આવ્યું છે કે વેદ ઋષિપ્રણીત નથી, પણ પરમાત્માનો પોતાનો ઉદ્ગાર (નિઃશ્વસિત) છે, જયારે પુરાણોમાં એમ કહેવામાં આવ્યું છે કે બ્રહ્માના ચાર મુખમાંથી ચાર વેદ નીકળ્યા. આ બંને મતનો અર્થ એક જ છે એમ આનંદશંકર સિદ્ધ કરે છે. ઔપનિષદિક મત અનુસાર પૂર્ણ અને પરમસત્યો મનુષ્ય સુધારાના આદિકાળમાં ઋષિઓના અંતરમાં પ્રકટ થયા, તેને પરમાત્માનો પોતાનો ઉદ્ગાર કહેવામાં આવે છે તે આનંદશંકરને મન યોગ્ય જ છે. બ્રહ્માના ચાર મુખમાંથી ચાર વેદ નીકળ્યા એ પૌરાણિક કથાનું તાત્પર્ય સમજાવતાં આનંદશંકર કહે છે :
યજ્ઞના ચાર ઋત્વિજો માટે ચાર-સંહિતાઓ થઈ. વૃદ્દ (વૃદ્ધ) ધાતુ ઉપરથી વહ્મન શબ્દનો એક અર્થ - આ વિશ્વમાં વ્યાપેલું વિશાળ ધાર્મિકતાનું તત્ત્વ, ધાર્મિકવૃત્તિ, પરમાત્માની સ્તુતિ, યજ્ઞ-એવો વેદમાં થાય છે, અને યજ્ઞ એ પણ પરમાત્માની જ મૂર્તિ હોઈ, એ ઉપરથી પુંલ્લિગ દેવતાવાચક “બ્રહ્મા' શબ્દ થયો છે. હવે, યજ્ઞના ચાર ઋત્વિજો તે બ્રહ્માના ચાર મુખ અને એમને માટે કરેલી વેદની ચાર સંહિતાઓ તે બ્રહ્માને મુખેથી નીકળેલા ચાર વેદ.” (ધર્મવિચાર – ૨, પૃ. ૭)
ઔપનિષદિક અને પૌરાણિક મતોના આનંદશંકરે કરેલા રહસ્યોદ્ઘાટનથી એ સ્પષ્ટ થાય છે કે મૂળ આદિકાળમાં વેદ એક જ છે પણ યજ્ઞમાં હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા - એવા ચાર મુખ્ય ઋત્વિજો ભાગ લેતા. તેમને માટે વેદની ચાર જુદી જુદી સંહિતાઓ કરવામાં આવી અને તે ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદને નામે પ્રસિદ્ધિ પામી. મનુષ્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org