________________
૧૯૪
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૨) સંસ્કૃત યુગ :
ઈ.સ. પૂર્વે ૧૦૦૦-૮૦૦ થી
ઈ.સ. પછી ૧000 વર્ષ સુધી. જો કે, પ્રો. મૅકડોનલ વેદાંગના સમયને વેદયુગમાં ગણી ઈ.સ. પૂર્વે ૧૫૦૦ થી ઈ.સ. પૂર્વે ૨૦૦ સુધીના કાળને “વેદયુગ' કહે છે. આ મતને આનંદશંકર સ્વીકારતા નથી. આ અંગે તેમનો ખુલાસો એ છે કે : “હું વેદાંગના યુગને સંસ્કૃત યુગ કહું છું. કારણકે એની ભાષા લૌકિક સંસ્કૃત છે. તેમજ ઈ.સ. પૂર્વે ૨૦૦ સુધીના સમયને ‘વેદયુગ” કહીએ તો મહાભારત પણ એમાં આવે અને મહાભારતના સમયને ‘વેદયુગ” કહેવો એ વિચિત્ર છે.” (ધર્મવિચાર ૨, પૃ.૨૯) (૩) ભાષાયુગ :
ઈ.સ. પછી ૧૦૦૦-૧૨૦૦ પછીનો સમય. જો કે આ ગોઠવણી કોઈ જડ ચોકઠામાં મૂકી શકાય તેવી નથી. સંસ્કૃતયુગમાં વેદનું પ્રામાણ્ય મનાતું નહિ, અથવા તો ભાષાયુગમાં સંસ્કૃતમાં શાસ્ત્રો રચાતાં નહોતાં એમ અત્રે આનંદશંકરનો કહેવાનો ભાવાર્થ નથી. પરંતુ તે તે યુગમાં પ્રજા એની ધાર્મિકવૃત્તિ ઘણે ભાગે કઈ કઈ જાતના ગ્રંથોમાં પ્રગટ કરતી એ ઉપરથી જ યુગના વિભાગ પાડવામાં આવ્યા છે. આ ત્રણે યુગમાં હિંદુધર્મનું ધાર્મિક અને સામાજિક સ્વરૂપ કેવું હતું તે અંગે આનંદશંકર તુલનાત્મક અને સમનવયાત્મક દૃષ્ટિકોણથી અભ્યાસ કરેલ છે.
(૧) વેદયુગમાં હિંદુસ્તાનનું ધાર્મિક જીવન વેદ અને વેદના વિભાગઃ
વેદ ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક બીજ સમા હતા અને ઉપનિષદો સર્વોચ્ચ આધ્યાત્મિક જ્ઞાન અને અનુભૂતિના સત્યની અભિવ્યક્તિ સમા હતા. શ્રી અરવિંદના મતે : “ભારતીય સંસ્કૃતિ, ભારતનો ધર્મ, તેનું તત્ત્વચિંતન, તેની સભ્યતા વેદમાં રહેલા ગૂઢવાદી તત્ત્વમાંથી ઊતરી આવ્યા છે. તેવી પરંપરાગત માન્યતા ઐતિહાસિક હકીકતો સાથે વધારે સુસંગત છે.” (વદરહસ્ય – ભાગ ૧-પૃ ૯) મેક્સમૂલર વેદને મનુષ્ય જાતિનો સર્વ પ્રથમ સાહિત્યિક અવશેષ કહી વૈદિક ઋષિ, વૈદિક ભાષા અને વૈદિક ધર્મને સર્વથી પ્રાચીન ગણાવે છે. (હમ ભારત સે વય સિā – પૃ. ૧૪૫) આનંદશંકર પણ વેદને આર્ય પ્રજાનું બલ્ક મનુષ્ય જાતિનું સર્વથી પ્રાચીન પુસ્તક કહી હિંદુસ્તાનના ધાર્મિક ઈતિહાસનાં સર્વ બીજ એમાં ભરેલાં છે એમ માને છે. વેઃ જે વિદ્ ધાતુ ઉપરથી ઉતરી આવેલ છે, જે મૂળ જ્ઞાનવાચક છે, શબ્દવાચક નથી. આગળ જતાં વેદને માટે “શ્રુતિ' શબ્દ વપરાયો. તે એમ સૂચવવા કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org