________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
હિંદુ - વેદધર્મનો ઈતિહાસ :
હિંદુ ધર્મનો આરંભ વેદથી થયો. વેદ એ મુખ્ય પ્રમાણ છે. પ્રાચીન ઋષિઓએ પરમાત્મા પાસેથી કે અંતઃસ્કુરણ દ્વારા પોતાના અંતરાત્મામાં સાક્ષાત્ સાંભળેલું એવું જ્ઞાન. તેને શ્રુતિ પણ કહેવાય છે. શ્રુતિના સ્મરણ રૂપે જે જ્ઞાન આવ્યું અને સંપાદિત થયું તે સ્મૃતિ, આ સ્મૃતિમાં ધર્મશાસ્ત્રો, દર્શનગ્રંથો, ઈતિહાસ, પુરાણ વગેરે પણ સમાવેશ પામે છે. હિંદુ ધર્મ સાચા હૃદયમાં સ્કુરેલી કોઈપણ વાણીને પ્રમાણભૂત માને છે. આથી જ સંતોનો અનુભવ અને તેની વાણીનું પણ હિંદુધર્મમાં શાસ્ત્રગ્રંથ જેટલું જ મહત્ત્વ પ્રાપ્ત છે. કારણ કે સત્યથી સ્પંદિત થતો પ્રત્યેક શબ્દ અહીં શાસ્ત્ર છે. એ ઋચા જેટલો જ પવિત્ર અને આરાધ્ય છે. આમ હિંદુ - વેદ ધર્મ એક વિશાળ મહાનદ છે. ચેતનાનો અખ્ખલિત વહેતો પ્રવાહ છે. તેથી તેની કાળરચના કે ઈતિહાસ રચના અત્યંત મુશ્કેલ છે. અહીં ધર્મ એ જીવંત પ્રવાહ છે. આમ છતાં સમજણ ખાતર આનંદશંકર તેને ત્રણ વિભાગમાં વિભાજીત કરે છે. આ વિભાગો એ યુગમાં વ્યક્ત થતી પ્રજાકીય ધર્મવૃત્તિ કયા પ્રકારના ગ્રંથોમાં પ્રકટ થતી તેને આધારે જ પાડવામાં આવ્યા છે. (૧) વેદયુગ :
ઈ.સ. પૂર્વે ? થી
ઈ.સ. પૂર્વે ૧000 વર્ષ સુધી. વેદયુગના આરંભકાળ અંગે ઈ.સ. પૂ. ૬૦OO થી માંડી ઈ.સ. પૂ. ૪૦૦૦,૩૦૦૦, ૨૦૦૦, ૧૪૦૦, ૧૨૦૦, ૧૦OO એમ અનેક કાલમર્યાદાઓ સૂચવાઈ છે. આવી અનેક મતસંકુલ પરિસ્થિતિ હોવાથી કલ્પના, રુચિ અને સંદિગ્ધ પ્રમાણ સિવાય હજી આને માટે કોઈ નિશ્ચયકારક આધાર મળતો નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org