________________
હિંદુધર્મનું ઐતિહાસિક અવલોકન
૧૯૯
(૩) ઋષિઓનાં હદય ઉન્નત અને દૃષ્ટિપૂત હોવાથી આ વિશ્વના વિવિધ પદાર્થોમાં પ્રતીત
થતી ચૈતન્યની ઝલક તથા એ ઝલકવાળા પદાર્થોને તેઓ “દેવ' (વિવ-ચળકવું ઉપરથી) કહેતા. એ પદાર્થોના વિવિધ ગુણ અને કર્મ પ્રમાણે તે તે દેવનાં જુદાં જુદાં નામ પડ્યાં હતાં. પરંતુ તે વિવિધ પદાર્થોની પાછળ એક અનંત પદાર્થ રહેલો છે તેવી ભાવનાને કારણે જ એક અનંત પદાર્થમાંથી વિવિધ પદાર્થો નીકળે છે. આ અનંત પદાર્થોને ઉત્પન્ન કરતી માતા તે દેવમાતા “અદિતિ' કહેવાય છે. એ અદિતિમાંથી નીકળેલા- અદિતિના પુત્રો - તે ‘આદિત્ય'. યાસ્ક મુનિ મીના ટેવમાતા એવું જે “અદિતિનું નિર્વચન કરે છે તેનો અર્થ કરતાં આનંદશંકર કહે છે કે “દીન” એટલે કે સાંકડી અને દયામણી એવી
નહિ, પણ વિશાળ અને ભવ્ય એવી દેવમાતા “અદિતિ'.” (૪) વિવિધ દેવોની ઋષિઓ સ્તુતિ કરતા. તેમાં તેઓ ધન, ધાન્ય, પશુ, પુત્ર, આરોગ્ય,
સબુદ્ધિ, પવિત્રતા અને દેવકૃપા વગેરે અનેક જાતની ઉત્તમ વસ્તુઓ માગતા. આને આનંદશંકર ઋગ્યેદસંહિતાના ધર્મની એક વિશિષ્ટતા ગણાવે છે. “સંસારના સુખના પદાર્થો જે માટે સામાન્ય મનુષ્યને ઈચ્છા રહે છે અને જેના ઉપર જનસમાજનું જીવન આધાર રાખે છે, તેની એમાં અવગણના કરી નથી. બલ્ક, એ પદાર્થો દેવની કૃપાથી જ મળે છે એવી ધાર્મિક બુદ્ધિ એ પદાર્થોની ઈચ્છા સાથે જોડાયેલી છે. સાથે સાથે સબુદ્ધિ, પવિત્રતા અને પ્રભુપ્રેમ વગેરેની અભિલાષા પણ સંકળાયેલી છે. ગાયત્રી મંત્રમાં વરેણ્ય તેજનું ઋષિ ધ્યાન કરે છે. તેમાં પરમાત્માને આપણી બુદ્ધિનો પ્રેરક અર્થાત્ અંતર્યામી ગણવામાં આવે છે. આમ, ઋગ્યેદસંહિતાનો ધર્મ માત્ર ભૌતિક ઈચ્છાની તૃપ્તિમાં જ પરિસમાપ્ત થતો નથી પણ જીવનની ઉચ્ચતા જ તેને ગ્રાહ્ય છે. ઋગ્યેદ સંહિતાનો ધર્મ માત્ર પ્રભુભક્તિનો જ છે એમ પણ આનંદશંકર સ્વીકારતા નથી. પરંતુ તેમાં રહેલી યજ્ઞની ક્રિયાઓ ભક્તિ સાથે કર્મને પણ જોડે છે. યજ્ઞમાં પશુબલિનો પણ ઉલ્લેખ છે. જેનો ખુલાસો કરતાં આનંદશંકર કહે છે કે આવી વિધિઓ જગતના બધા જ પ્રાચીન ધર્મોમાં જોવામાં આવે છે. તેથી ઋકુસંહિતામાં તેનું હોવું એ સ્વાભાવિક છે. પરંતુ આવી પશુબલિની પ્રથાને પ્રોત્સાહન આપતાં સૂક્તો પ્રમાણમાં ખૂબ જ ઓછાં છે જ્યારે તેની સરખામણીએ દૂધ-ઘી-સોમરસ વગેરે હિંસારહિત પદાર્થો વારંવાર દેવને અર્પતાં સૂકતો જોવા મળે છે. ઋગ્યેદસંહિતાનો ધર્મ માત્ર ભક્તિ અને કર્મમાં જ પરિસમાપ્ત થતો નથી, પરંતુ તેમાં જ્ઞાનને પણ મહત્ત્વ મળ્યું છે. ઋફસંહિતાના ઋષિઓ આ લોક અને પરલોક અંગે ઊંડા વિચારો ધરાવતા હતા. તેમાં રહેલા ધર્મવાચક શબ્દો “ધર્મ', “ઋત', “બ્રહ્મન’, ‘વ્રત', ‘સવ', વગેરે દ્વારા અનુક્રમે થું – ઉત્તમ આચાર વિચાર દ્વારા વિશ્વને ધારણ કરનાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org