________________
૧૯૦
આચાર્યશ્રી આનંદશંકર ધ્રુવ : દર્શન અને ચિંતન
(૩) જ્ઞાન, ભક્તિ અને કર્મને સમન્વય :
મનુષ્ય સ્વભાવના ત્રણ અંગો વિચાર, લાગણી અને ક્રિયાને અનુસરીને દરેક ધર્મમાં જ્ઞાન, ભક્તિ અને કર્મને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. આનંદશંકરના મતે જે ધર્મ આ ત્રણે પરસ્પર વિરોધી લાગતા માર્ગોનો સમન્વય કરે તે જ ધર્મ સર્વદેશી ગણી શકાય. બ્રાહ્મધર્મમાં આવું સર્વદેશીપણું સ્પષ્ટ રીતે જોવા મળે છે. મનુષ્ય જ્ઞાન મેળવી તદનુસાર ક્રિયા કરી, એ જ્ઞાન અને ક્રિયા બંનેમાં આનંદ અનુભવે તેમાં જ ધર્મનું પ્રયોજન સિદ્ધ થતું આનંદશંકર જુએ છે. તેમના મતે જ્ઞાનમાં અને ક્રિયામાં આનંદનું સિંચન કરવું એ કામ વિશેષ રીતે ધર્મનું છે.
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया : ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखमाप्नुयात् ।। અર્થાત્, સર્વે સુખી રહો, સર્વ ભદ્રને પામો, કોઈ પણ દુઃખી ન રહો - આ પ્રમાણેનો સર્વત્ર બ્રહ્મભાવ વિસ્તારવાનું કામ ધર્મનું છે. થોડે ઘણે અંશે દરેક ધર્મમાં આ ત્રણ અંગો ફુટ વા અસ્કુટ રૂપે રહેલા હોય છે. પણ બ્રાહ્મધર્મની વિશેષતા એ છે કે એમાં સર્વ અંગો સારી રીતે વિકસિત થયાં છે. એટલું જ નહિ પણ વેદના સમયથી આજ પર્યત ગ્રંથોમાં એ અંગોનું વધારે વધારે સ્ફોટન થતું આવ્યું છે. ધર્મવૃત્તિને જાગૃત કરનાર સર્વ ગ્રંથોનું મહત્ત્વ બ્રાહ્મધર્મ સ્વીકારે છે. આ અનુસંધાને આનંદશંકર લખે છે કે :
“બ્રાહ્મધર્મના અનુસારીઓ ધર્મસંસ્થાને સાચવવા માટે એકતા ખાતર તેમજ આદિગ્રંથ તરીકે વેદને માને છે. તથાપિ વેદને જ ન વળગી રહેતાં “ગુણાઃ પૂજાસ્થાનમ્” એ સિદ્ધાંત સ્વીકારી તેઓએ ધર્મવૃત્તિ જાગૃત રાખનાર સર્વ ગ્રંથોને યોગ્ય માન આપ્યું છે અને તે સાથે વેદની મહત્તા કાયમ રાખી છે.” (ધર્મવિચાર ૧, પૃ. ૧૦) (૪) ધર્મનું પ્રયોજન અને બ્રાહ્મધર્મ :
જ્ઞાનના પ્રકાશની, કર્તવ્યભાવનાની અને આત્મબળની પ્રાપ્તિની આવશ્યકતા સર્વ મનુષ્યને સ્વાભાવિક જ હોય છે. આ ત્રણે આંકાક્ષાઓ પૂરી ન થાય ત્યાં સુધી આનંદશંકર ધર્મનું પ્રયોજન સંપૂર્ણ રીતે સિદ્ધ થયેલું ગણતા નથી. આ ત્રણેયના સંદર્ભમાં બ્રાહ્મધર્મને આનંદશંકર તપાસે છે. (ધર્મવિચાર ૧, પૃ. ૧૦ થી ૧૨) (ક) જ્ઞાનના પ્રકાશની આવશ્યકતા :
અજ્ઞાન અને જડવામાં પુરાયેલો મનુષ્ય જ્યારે વિશ્વની વિષમતાઓનો અનુભવ કરે છે ત્યારે એને જ્ઞાનના પ્રકાશની જરૂર પડે છે. ધર્મસંબંધી આ જ્ઞાનનો પ્રકાશ મળતાં જ મનુષ્યને પોતાની અજ્ઞાનાવસ્થાનું ભાન થાય છે. પરિણામે તે જગતમાં વિરોધ કે જડતા જેવું કંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org