________________
આનંદશંકરનું ધર્મચિંતન
૧૯૧
દેખાતું નથી. પૂર્વનો અનુભવ અને આ નવીન અનુભવ એ બે સમાન કક્ષાના માત્ર કાલિક પૌર્વાપર્ય - એક પછી એક એમ ક્રમવાળા ન લાગતાં, એક અનુભવ બીજા અનુભવનો બાધક થઈ ફૂટે છે, અર્થાત્ પૂર્વનો અનુભવ ખોટો અને આ ખરો એમ પ્રતીત થાય છે. જ્ઞાનાન્માક્ષર એવા વેદાંત વગેરેના ઉદ્ઘોષનું આ જ ખરું રહસ્ય છે. (ખ) કર્તવ્યભાવનાની આવશ્યકતા :
પ્રત્યેક મનુષ્યમાં કર્તવ્ય ભાવના હોય છે. પરંતુ આ માટે તીવ્ર પ્રતિભા હોવી જરૂરી છે. તીવ્ર પ્રતિભા વગર કર્તવ્યભાવના યોગ્ય રીતે આલેખાતી નથી અને અન્ય આગળ ઉલ્લેખાતી પણ નથી. ધર્મ-પ્રવર્તકો, ધર્મ-મૂર્તિઓ, પોતાના જીવન અને ઉપદેશ બન્ને દ્વારા કર્તવ્યભાવનાને અન્ય સમક્ષ રજૂ કરે છે. બ્રાહ્મધર્મ, ધર્મગ્રંથો અને આદર્શ ચરિત્રો દ્વારા કર્તવ્ય ભાવનાને દઢતાથી જનસમુદાયમાં પ્રસરાવે છે. રામાયણ, મહાભારત, ભાગવતાદિ ગ્રંથો દ્વારા અને રામ, સીતા, હરિશ્ચંદ્ર, દમયતી, સાવિત્રી, ધ્રુવ, પ્રહલાદ, હનુમાન વગેરે ચરિત્રોના આલેખન દ્વારા બ્રાહ્મધર્મ આ કાર્ય સુપેરે કરે છે. (ગ) આત્મબળની આવશ્યકતા :
જ્ઞાન મળ્યા છતાં તથા કર્તવ્યની ભાવના તીવ્ર ઉપસ્થિત થયા છતાં પણ, કેટલીક વખતે એ ભાવનાને અનુસરવાની શક્તિ આપણામાં નથી હોતી. એવે વખતે બ્રાહ્મધર્મ કંઈક અપ્રતિમ આત્મબળ આપી શકવાનું સામર્થ્ય ધરાવે છે. સર્વ પ્રકારના અધિકારીઓને યથાયોગ્ય રીતે બ્રાહ્મધર્મ સત્કાર્યમાં પ્રેરે છે અને એ તરફ પ્રવર્તવા માટે ભગવાનના અવતારો અને સંતોરૂપી અખૂટ ભંડારમાંથી આત્મબળ લાવી આપે છે. મહાત્માગાંધીજીને પ્રાપ્ત થયેલું હરિશ્ચંદ્રનું ચરિત્ર અને તે દ્વારા તેમના જીવનમાં પ્રગટેલી સત્ય પ્રીતિ એનું ઉત્તમ દષ્ટાંત છે.
આ આત્મબળ ક્રિશ્ચિયન ધર્મ જ આપી શકે છે તેવો ક્રિશ્ચિયન પાદરીઓનો દાવો છે પણ તે યથાર્થ નથી તેની સમીક્ષા કરતાં આનંદશંકર કહે છે : “ક્રિશ્ચિયન ધર્મમાં મનુષ્ય આગળ જે પ્રવર્તક હેતુ (Motive) મૂકવામાં આવે છે તે આપણા જેટલો ઉચ્ચ, વ્યાપક અને સબળ નથી. ” (ધર્મવિચાર ૧, પૃ. ૧૧)
‘સ્વર્ગમાં બદલો મળશે' - એવો ખ્રિસ્તી ધર્મનો હેતુ ઉત્તમોત્તમ કર્તવ્યભાવનાને શોભે તેવો નથી. આ ઉપરાંત ખ્રિસ્તી ધર્મ આત્મબળના પ્રવાહ અર્થે આપણી માફક અવતારનો સિદ્ધાંત સ્વીકારે છે પણ એ ફક્ત એક જ પુરુષને – જીસસ ને - જ અવતાર માને છે તેને આનંદશંકર અયોગ્ય લેખે છે. આનો ખુલાસો કરતાં આનંદશંકર કહે છે : “મનુષ્ય જે કર્તવ્યભાવના સિદ્ધ કરવાની છે એ એક જ પુરુષમાં સંપૂર્ણ મળવી અશકય છે.” (ધર્મવિચાર ૧, પૃ. ૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org